ઝઘડિયા ખાતે વાહન ચેકિંગ દરમિયાન ચોરીની મોટરસાયકલ સાથે બે ઈસમો ઝડપાયાં
ઝઘડિયા ખાતે વાહન ચેકિંગ દરમિયાન ચોરીની મોટરસાયકલ સાથે બે ઈસમો ઝડપાયાં
રાજપારડી: ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે ચોરીની મોટરસાયકલ સાથે બે ઈસમો ઝડપાયા હતા. મળતી વિગત મુજબ આજે ઝઘડિયા પી.આઇ. વસાવા અને પોલીસ ટીમ ઝઘડીયા નાં વાલીયા ત્રણ રસ્તા નજીક વાહન ચેકિંગમાં હતાં. ગુજરાત સરકાર દ્વારા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત આપેલ મોબાઇલ પોકેટ કોપમાં વાહન સર્ચ કરતા હતાં, તે દરમિયાન એક મોટરસાઇકલ પર બે ઈસમો અંક્લેશ્વર તરફથી ઝઘડીયા તરફ આવતાં તેઓ શંકાસ્પદ જણાતાંં, તેમની તપાસ કરવામાં આવતાં તેમની પાસે આરટીઓને લગતાં જરૂરી કાગળો તથા અન્ય આધાર પુરાવા મળ્યાં નહતા.
તપાસ કરતા મોટરસાયકલ સુરત જિલ્લાનાં અન્ય ઈસમની હોવાનું જણાયું હતું અને તેના વિરુદ્ધ ઓલપાડ પોલીસ મથકમાં ગુનો નોંધાયેલ હોવાની પણ જાણ થઈ હતી. પોલીસે મોટરસાયકલ સવાર આ બે ઈસમો પાસેથી રોકડા રૂપિયા, ત્રણ મોબાઇલ તથા અન્ય સામાન મળી કુલ ૪૫,૧૬૦ રૂ.નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને શેતાન નાથુભાઈ સંગાડા તેમજ પરેશ શેતાનભાઈ સંગાડા મૂળ રહેવાસી દેવકા, ખાંદલા જીલ્લો જામ્બુવા મધ્યપ્રદેશની વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી, રાજપારડી, જિ.ભરૂચ.
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment