નર્મદા જિલ્લાની દિશા મીટીંગ મનસુખભાઈ વસાવા નાં અધ્યક્ષ સ્થાને મળી
નર્મદા જિલ્લાની દિશા મીટીંગ મનસુખભાઈ વસાવા નાં અધ્યક્ષ સ્થાને મળી આજ રોજ સવારે ૧૧ કલાકે નર્મદા જિલ્લાની દિશા મીટીંગ મનસુખભાઈ વસાવા નાં અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં હાજર રહી જિલ્લાના તમામ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં જુદા જુદા વિભાગનાં પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. (૧) જેમાં તાપી આધારિત શુદ્ધ પીવાનું પાણીના પ્રોજેક્ટ અંતર્ગત સાગબારા તાલુકા તથા ડેડીયાપાડા તાલુકાના બધા જ ગ્રામજનોના ઘરે ઘર-ઘર નળ યોજના દ્વારા પાણી પહોંચતું નથી, તે બાબતે તેઓનું ધ્યાન દોરવામાં આવ્યું. (૨) તદુપરાંત નરેગા યોજના બાબતે સરપંચોશ્રીઓની રજૂઆતો હતી કે જીલ્લાની સ્થાનિક એજન્સીઓને કામ મળે, તે માટે ચર્ચા થઈ હતી. (૩) તેમજ મોવી ચોકડી થી ડેડીયાપાડાને જોડતો નવો રસ્તો બન્યા પછી બે મહિનાની અંદર જ તુટી જવા પામ્યો છે. તે કોન્ટ્રાક્ટરને તેના જ ખર્ચે અને તેના જ જોખમે આ રસ્તો બનાવવામાં આવે, તે અંગે ધ્યાન દોર્યું હતું. આમ જિલ્લાના ગ્રામ વિકાસને લગતા જેવા કે પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી યોજના,અન્ન નાગરિક પુરવઠા, ટ્રાયબલ સબ-પ્લાન...