Posts

ભરૂચમાં વહેલી સવારે અણધાર્યા વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક

Image
  ભરૂચમાં વહેલી સવારે અણધાર્યા વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક ગુજરાત ની વાચા  મનિષ કંસારા  ભરૂચ: આજ રોજ તારીખ ૧૨-૦૭-૨૦૨૬ના રોજ વહેલી સવારે ભરૂચમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારનાં અંદાજે ૫:૨૪ વાગ્યાની આસપાસ શહેરમાં અણધાર્યું વરસાદી ઝાપટું પડ્યું હતું, જેનાં કારણે વહેલી સવારે જ વરસાદી માહોલ સર્જાયો હતો.    નોંધપાત્ર બાબત એ છે કે હવામાન વિભાગ દ્વારા વરસાદની કોઈ ખાસ આગાહી કરવામાં આવી ન હતી, તેમ છતાં મેઘરાજાએ અચાનક આવીને નગરજનોને ચોંકાવી દીધા હતા. વહેલી સવારનાં આ વરસાદી ઝાપટા બાદ આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ધીમી ધારે ઝરમર વરસાદ શરૂ રહ્યો હતો.     હાલમાં ભરૂચનું તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૮૮ ટકા જેટલું વધુ છે. સવારનાં આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને અસહ્ય ગરમીથી રાહત મેળવતા લોકોએ આ ખુશનુમા હવામાનનો અનુભવ કર્યો હતો. #gujaratnivacha Gmail:  kansaramanish4@gmail.com Gmail:  gujaratnivaacha@gmail.com 🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

સોમનાથનાં સાનિધ્યમાં દિવાળીનાં તેહવારો પર અનેક વિધ ધાર્મિક અને યાત્રી લક્ષી આયોજનો...

Image
સોમનાથનાં સાનિધ્યમાં દિવાળીનાં તેહવારો પર અનેક વિધ ધાર્મિક અને યાત્રી લક્ષી આયોજનો...  સોમનાથનાં સાનિધ્યમાં દિવાળીનાં તેહવારો પર અનેક વિધ ધાર્મિક અને યાત્રી લક્ષી આયોજનો... શ્રી સોમનાથ મંદિરમાં રંગોળી, મંદિરનું દીવડાઓથી સુશોભન, મહાદેવને દીપમાળા, વિશેષ શ્રૃંગાર, ઓનલાઈન અને પ્રત્યક્ષ લક્ષ્મી પૂજન, અન્નકૂટ મનોરથ સહિતનાં ધાર્મિક આયોજન ટ્રસ્ટનાં તમામ ગેસ્ટ હાઉસ ને રોશની, રંગોળીથી સુશોભિત કરી રાત્રે યાત્રીઓ સાથે ટ્રસ્ટ પરિવાર દીપોત્સવી ઉજવશે ગુજરાત ની વાચા  મનિષ કંસારા  સોમનાથ: આગામી દિવાળી મહોત્સવ-2024 અંતર્ગત શ્રી સોમનાથ મંદિર ખાતે અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. વિવિધ મુહૂર્ત અને દિવસો દરમિયાન ભક્તજનો માટે વિશેષ શૃંગાર અને પૂજાઓની આયોજનો રાખવામાં આવ્યા છે. દિવાળીનાં પાંચ દિવસ માટે ભક્તિપૂર્ણ આયોજન કરાયેલા છે.     રંગોળી, વિશેષ શ્રૃંગાર અને પ્રકાશમાન પરિસર:    દર વર્ષની જેમ આ વર્ષે પણ દિપાવલી પર્વે શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ટ્રસ્ટ પરિવાર દ્વારા ભકતો સાથે મળીને નૃત્ય મંડપમાં વિશેષ રંગોળી તૈયાર કરવામાં આવશે. સમગ્ર મંદિર પરિસરને હજારો દિવડ...

ભરૂચ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ફુડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત ચેકીંગ ડ્રાઇવ યોજાઇ

Image
ભરૂચ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ફુડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત ચેકીંગ ડ્રાઇવ યોજાઇ  🔶ખોરાક અને ઔષધ નિયમન વિભાગ, ભરૂચ દ્વારા ફુડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી અંર્તગત અવેરનેસ કાર્યક્રમો યોજાયા 🔶ખોરાક અને ઔષધ નિયમન વિભાગ, ભરૂચ દ્વારા ભેળસેળ કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી ગુજરાત ની વાચા  મનિષ કંસારા  ભરૂચ: ગુજરાત રાજ્યનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકનાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગ, ભરૂચ દ્વારા ૧૭ મી ઓક્ટોબર સુધી ફુડ સેફ્ટી પખવાડિયા ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફુડ સેફ્ટી પખવાડિયું -૨૦૨૪ અને દિવાળી તહેવારને ધ્યાને લઈને કરવાની થતી કામગીરી નિમિત્તે ખાદ્યચીજ નાં નમુના લેવાની કામગીરી ફુડ સેફ્ટી અવેરનેસની કામગીરી સ્કૂલોમાં તેમજ ખાદ્યચીજોના તમામ વેપારીઓને ત્યાં તથા લાયસન્સ/રજીસ્ટ્રેશન ની કામગીરી હાથ ધરવાની કામગીરી કરવામાં આવી હતી.    આ પખવાડિયા નિમિત્તે ખાણીપીણીનાં વેપાર કરતા વેપારીઓ માટે જાહેર લાયસન્સ/રજીસ્ટેશનનો કેમ્પ યોજી  ૧૧૬ રજિસ્ટેશન તથા ૧૮ લાયસન્સ વેપારીઓને સ્થળ પર જ આપવામાં આવ્યા હતા.  ફુડ સેફ્ટી ઓન વ્હીલસ દ્વારા ભરૂચની ૨૦ જે...

દર્દીનાં દર્દમાં રાહત માટે શુકલતીર્થ આરોગ્ય કેન્દ્રમાં અદાણી ફાઉન્ડેશનનો સહયોગ

Image
દર્દીનાં દર્દમાં રાહત માટે શુકલતીર્થ આરોગ્ય કેન્દ્રમાં અદાણી ફાઉન્ડેશનનો સહયોગ 🔸 નવરાત્રીનાં દિવસોમાં શુકલતીર્થ પીએચસી અદાણી ફાઉન્ડેશન નાં સહકારથી સશક્ત થયું 🔸રોગ નિદાન માટે જરૂરી તપાસ સાધનો અર્પણ કરાયા, આરોગ્ય વિભાગ અને અદાણી ફાઉન્ડેશન નાં અધિકારી હાજર રહ્યા મનિષ કંસારા  ભરૂચ : ભરૂચના ઐતિહાસિક શુકલતીર્થ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વધુ સશક્ત કરવાનું કાર્ય અદાણી ફાઉન્ડેશન નાં સહકારથી નવરાત્રીનાં દિવસોમાં થયું છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા HBA1C એનેલાઈઝર, બ્લડ સેલ કાઉન્ટર અને સેમી ઓટો બાયો કેમેસ્ટ્રી મશીન જેવા રોગના નિદાન માટે જરૂરી સાધનનો સહયોગ આપવામાં આવ્યો છે. આ મશીન એવું છે કે એના દ્વારા ૯૮ પ્રકારનાં લોહી રિપોર્ટ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરી શકાશે. આ સુવિધા અહી મળવાથી હવે શુકલતીર્થ કે આસપાસનાં દર્દીને ભરૂચ સુધી જવાની જરૂર નહીં પડે અને ઘર નજીક નિઃશુલ્ક તપાસ થઈ શકશે. ગતવર્ષે ભરૂચ જિલ્લામાં નર્મદા નદીનાં કાંઠાનાં ગામોમાં પૂર આવ્યું હતું, એ સમયે અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કર્યું હતું. એ વાતને જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ.જે. એસ. દુલેરાએ ય...

ભરૂચ જિલ્લામાં નવી બે એમ્બ્યુલન્સને રીબીન કાપી લોકો માટે ખુલ્લી મુકતા જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારી

Image
ભરૂચ જિલ્લામાં નવી બે એમ્બ્યુલન્સને રીબીન કાપી લોકો માટે ખુલ્લી મુકતા જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારી   ગુજરાત ની વાચા  મનિષ કંસારા  ભરૂચ: ભરૂચ જિલ્લામાં નવી બે ૧૦૮ એમ્બ્યુલન્સને જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે નાં હસ્તે રીબીન કાપી લોકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી. કોઇ પણ આપત્તિગ્રસ્ત અને આપાતકાલિન સ્થિતિમાં કોઇ પણ સ્થળે અને કોઇ પણ સમયે તાત્કાલિક મેડીકલ સારવાર અને મદદ માટે સૌ કોઇ ના મોઢે એક જ નામ હોય છે અને તે છે ૧૦૮ એમ્બ્યુલન્સ. ભરૂચ જિલ્લામાં ગુજરાત સરકાર અને ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસનાં સંયુક્ત ઉપક્રમે ૧૪ જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત છે. ૧૪ એમ્બ્યુલન્સ પૈકી અંક્લેશ્વર તાલુકાની અને વાલિયા તાલુકાની એમ્બ્યુલન્સ સરકારી ગાઈડ લાઈન મુજબ યોગ્ય રીતે કાર્યરત ન હોવાથી તેની જગ્યાએ અદ્યતન સુવિધાવાળી નવી બે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.     આ ૧૦૮ એમ્બ્યુલન્સ નવીન ટેકનોલોજીથી સુસજ્જ છે. જેમાં ઓક્સિજનની સુવિધા, AMBU Bag (મેન્યુઅલ ઓક્સિજનની સુવિધા), Suction મશીન, Vital Kit, ત્રણ પ્રકારનાં સ્ટ્રેચર (Collapsi...

'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ હેઠળ જિલ્લા ન્યાયાલય, ભરૂચના પ્રાંગણમાં સફાઇ કાર્યક્રમ યોજાયો

Image
 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ હેઠળ જિલ્લા ન્યાયાલય, ભરૂચના પ્રાંગણમાં સફાઇ કાર્યક્રમ યોજાયો મનિષ કંસારા  ભરૂચ: ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટની આજ્ઞા અને માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ભરૂચ દ્વારા 'રવચ્છતા હી સેવા' કાર્યક્રમ હેઠળ જિલ્લા ન્યાયાલય, ભરૂચના પ્રાંગણમાં સફાઇ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.  જેમાં, ભરૂચ જિલ્લાનાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર. કે. દેસાઈ તેમજ ભરૂચ મુખ્ય મથકનાં તમામ ન્યાયાધીશો, વકીલ બાર નાં પ્રમુખ પી. એ. સિંધા સાથે વકીલ બાર નાં હોદ્દેદારો, સભ્યો, જિલ્લા ન્યાયાલય ભરૂચમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને પેરા લીગલ વોલેન્ટીયર્સ વગેરે હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોએ કોર્ટ સંકુલમાં સ્વયં સફાઇ કરેલ હતી. સફાઇ બાબતે સ્વયં જાગૃતિ કેળવાય તેમજ સફાઈ કામદારોને સમ્માન મળે તે ઉદ્દેશથી નામદાર જિલ્લા ન્યાયાધીશે તમામ સાથી ન્યાયાધીશો અને કોર્ટ સ્ટાફને પોતાની કોર્ટરૂમ અને બ્રાન્ચ સ્વયં સફાઇ કરવા સુચના આપી હતી. વકીલોએ પણ વકીલ બાર રૂમની સ્વયં સફાઇ કરેલ હતી. કોર્ટમાં આવતા પક્ષકારોમાં સફાઇ પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે જિલ્લા કાનુની સેવા સત્ત...

ભારે વરસાદની પરિસ્થિતિને કારણે શાળાઓમાં રજા જાહેર

Image
ભારે વરસાદની પરિસ્થિતિને કારણે  શાળાઓમાં રજા જાહેર સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં  વિદ્યાર્થીઓ માટે રજા જાહેર 🔸ભરૂચ જિલ્લા કલેક્ટર ની સૂચનાથી ભરૂચ જિલ્લાની સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બાળકો માટે રજા જાહેર કરવામાં આવેલ છે ગુજરાત ની વાચા  મનિષ કંસારા  ભરૂચ:  ગુજરાત રાજ્યનાં હવામાન ખાતા દ્વારા તારીખ : ૨૭/૦૮/૨૦૨૪ નાં રોજ ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે. વિદ્યાર્થીઓની સલામતી માટે અગ્રસચિવ શિક્ષણ વિભાગ તેમજ કલેક્ટર ભરૂચની મળેલી સૂચના અન્વયે તા. ૨૭/૦૮/૨૦૨૪ મંગળવારનાં રોજ જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવે છે. વિશેષમાં આ પરિસ્થિતિમાં શાળાનાં તમામ કર્મચારીઓએ શાળામાં હાજર રહી જરૂર જણાયે વહીવટી તંત્રને મદદરૂપ થવાનું રહેશે. સ્થળાંતર કરવામાં આવેલ વ્યક્તિઓને આશ્રય સ્થાન તરીકે જે શાળાઓની જરૂર હોય તે શાળાઓનાં આચાર્યોએ સ્થાનિક વહીવટીતંત્રને જરૂરી મદદ કરવી. તેમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જણાવ...

ભરૂચમાં વરસાદી🌧️⛈️☔ માહોલ

Image
ભરૂચમાં વરસાદી🌧️⛈️☔ માહોલ   🗯️BREAKING🗯️ ભરૂચમાં વરસાદી🌧️⛈️☔ માહોલ ગુજરાત ની વાચા  મનિષ કંસારા  ભરૂચ: થોડા દિવસ નાં વિરામ બાદ મેઘરાજાએ મહેર કરી ઉકળાટ અને બફારા ભર્યા થોડા દિવસો બાદ મેઘરાજાએ મહેર કરી                                 જુઓ video   વરસાદી ઝાપટાં... બાદ ધીમીધારે વરસાદ... ઉકળાટ અને બફારાથી આંશિક રાહત... #gujaratnivacha Gmail : kansaramanish4@gmail.com   Gmail : gujaratnivaacha@gmail.com 🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

મેડિકલ સ્ટોર પર CCTV કેમેરા લગાવવા ફરજીયાત

Image
મેડિકલ સ્ટોર પર CCTV કેમેરા લગાવવા ફરજીયાત   ગુજરાત ની વાચા #gujaratnivacha મનિષ કંસારા  #manishkansara  ભરૂચ: મેડિકલ સ્ટોર પર CCTV કેમેરા લગાવવા ફરજીયાત #gujaratnivacha તમામ જથ્થાબંધ તેમજ છુટક દવાઓની દુકાનો ખાતે CCTV કેમેરા ફરજીયાત લગાવવા નાં રહેશે #gujaratnivacha CCTV કેમેરાની ગોઠવણી તે જગ્યામાં પ્રવેશતા વ્યક્તિઓનાં ચહેરા સ્પષ્ટ રીતે દેખાય તે રીતે કરવાની રહેશે. #gujaratnivacha   સંપૂર્ણ એકમને આવરી લેતા CCTV કેમેરા અંદર તથા બહાર લગાવવાના રહેશે, તેમજ તેના બેકઅપ ની જાળવણી ૩૦ દિવસ સુધી રાખવાની રહેશે #gujaratnivacha CCTV કેમેરા જે તે સમયે ઉપલબ્ધ અધ્યતન ટેકનોલોજીવાળા અને નાઈટ વિઝન સુવિધાવાળા અને નિયત કરેલ સ્ટોરેજ કેપેસીટી સાથેની સુવિધાવાળા લાવવાનાં રહેશે. તમામ CCTV કેમેરામાં ભારતીય માનક અનુસાર નાં ચોક્કસ સમય અને તારીખ નિશ્ર્ચિત કરવાનાં રહેશે.  #gujaratnivacha H, HI અને X પ્રકારની દવાઓનાં વેચાણ સંબંધિત રજીસ્ટરનું ડિઝિટાઈઝેશન પણ કરવાનું રહેશે. ઉકત હુકમનો અમલ હુકમની તારીખથી દિન-૧૫ માં કરવાનો રહેશે. #gujaratnivacha જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સં...

ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર ઈસમો સહિત એક મહિલા ને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

Image
 ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર ઈસમો સહિત એક મહિલા ને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ગુજરાત ની વાચા  મનિષ કંસારા  ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડા નાઓ દ્વારા જિલ્લામાં પ્રોહિ./જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી પ્રોહિ/જુગારની પ્રવૃત્તિ ઉપર સતત વૉચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે.    પોલીસ ઇન્સ્પેક્ટર એમ. પી. વાળા એલ.સી.બી. ભરૂચ નાઓ નાં માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ અન્વયે પ્રોહિ./જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમિયાન પો.સ.ઇ. એમ. એમ. રાઠોડ એલ.સી.બી. ભરૂચના ઓની ટીમ ભરૂચ શહેર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળેલ કે, “ભરૂચ મારૂતીનગર શેખ કાટાશા બાવાની દરગાહ પાસે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે કેટલાક માણસો ભેગા મળી પોતાના આર્થિક ફાયદા માટે રૂપિયાથી પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમે છે”; જે મ...

જુગાર રમતા છ ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Image
જુગાર રમતા છ ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગુજરાત ની વાચા  મનિષ કંસારા  ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડા નાઓ દ્વારા જિલ્લામાં પ્રોહિ./જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશ્યથી પ્રોહિ./જુગારની પ્રવૃત્તિ ઉપર સતત વૉચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે.     પોલીસ ઇન્સ્પેક્ટર એમ. પી. વાળા એલ.સી.બી. ભરૂચ નાઓ નાં માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ અન્વયે પ્રોહિ./જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમિયાન પો.સ.ઇ. એમ. એમ. રાઠોડ એલ.સી.બી. ભરૂચ નાઓ ટીમ સાથે ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન બાતમી હકીકત મળેલ કે, “ભરૂચ સોનેરી મહેલ પાણીની ટાંકીની પાસે કમન નુરમોહમ્મદ મન્સુરી નાં મકાનમાં મોહમ્મદ ઇદરીશ મોહમ્મદ સઇદ શેખ ઘણા બધા માણસો બહારથી બોલાવી ભેગા કરી પોતાના આર્થિક ફાયદા માટે પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડે છે”; જે મળેલ બ...

અયોધ્યા મંદિર સુધી જવા નાં રામપથ પર લાગેલી 3800 હાઈટેક લાઈટ ની ચોરી

Image
અયોધ્યા મંદિર સુધી જવા નાં રામપથ પર લાગેલી 3800 હાઈટેક લાઈટ ની ચોરી 🔸 રામપથ અને ભક્તિ પથ પર લાગેલી 3800 લાઈટ અને 36 ગોબો પ્રોજેક્ટર લાઈટની ચોરી  🔸યશ એન્ટરપ્રાઈઝીઝના કર્મચારી શેખર શર્માએ અજાણ્યા લોકો વિરુદ્ધ રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી. ગુજરાત ની વાચા  મનિષ કંસારા  અયોધ્યા: પ્રભુ રામની નગરી અયોધ્યામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે; જેને સાંભળ્યા બાદ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. હકીકતમાં જોઈએ તો, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિર સુધી જવા માટે રાજ્યની યોગી સરકારે અત્યાધુનિક સુવિધાઓથી ભરપૂર ત્રણ પથ બનાવ્યા હતા. જેમાં સૌથી લાંબો રામ પથ તો બીજો જન્મભૂમિ પથ અને ત્રીજો ભક્તિ પથ બનાવ્યો છે.    આ જ પથ પર હાઈટેક લાઈટિંગ પણ લગાવી હતી. ખાસ વાત એ છે કે, રામપથના સાઈડમાં ઝાડ પર લાઈટિંગ કરવામાં આવી હતી. જેથી શ્રદ્ધાળુઓને પ્રભુ રામની નગરી અયોધ્યા રાતમાં પણ દિવસ જેવું લાગે. પણ અયોધ્યામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે સૌને ચોંકાવી દીધા છે.     હકીકતમાં જોઈએ તો, રામપથ અને ભક્તિ પથ પર લાગેલી 3800 લાઈટ અને 36 ગોબો પ્રોજે...

ખુનની કોશીશ નાં આરોપીઓની ધરપકડ કરતી ભરૂચ શહેર 'સી' ડિવિઝન પોલીસ

Image
ખુનની કોશીશ નાં આરોપીઓની ધરપકડ કરતી ભરૂચ શહેર 'સી' ડિવિઝન પોલીસ ગુજરાત ની વાચા  મનિષ કંસારા  ભરૂચ: ગઈ તારીખ ૦૬/૦૮/૨૪ નાં રોજ ભરૂચ શહેર સી ડિવિઝન પો.સ્ટે. વિસ્તારમાં આવેલ દ્વારકાધીશ હોટલ મોજે ભોલાવ ખાતે ખુનની કોશિશ નો બનાવ બનેલ આ બનાવની હકીકત એવી છે કે તા.૦૬/૦૮/૨૪ નાં રાત્રીનાં આશરે એકાદ વાગે ફરિયાદી પ્રદીપભાઈ ચુનીલાલ કલવાણી તથા સાહેદ હસમુખ ઉર્ફે લાલો રમણભાઈ રાવળ ઝુલેલાલ પાન નામની દુકાન પર હાજર હતા તે વખતે આ કામનાં આરોપીઓ અન્ય બીજા લોકો સાથે ઝગડો કરતા હતા તેઓને ઝગડૉ નહી કરવા સમજાવવા જતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ આ કામનાં ફરિયાદી તથા સાહેદ સાથે ઝગડો કરવા લાગેલ. ટોળા માંથી અન્ય બીજા આરોપીઓએ આ કામનાં મુખ્ય આરોપી એવા (૧) પ્રજ્ઞેશ દલપતભાઈ પટેલ રહે.મ.નં. ૧૭/૭૩ બ્લોક નં.૪૨ એકતા નગર જુની મામલતદાર કચેરી સામે ભરૂચ તથા (૨) જય મહેશભાઈ ચૌહાણ મ.નં.૧૮/૨૦ બ્લોક નં.૪૬ એકતાનગર જુની મામલતદાર કચેરી સામે ભરૂચ નાઓને ફોન કરી સ્થળ પર બોલાવેલ જેથી આ બંને આરોપીઓ આ ટોળાની આગેવાની લઈ ફિલ્મી ઢબે હોટલ દ્વારકાધીશ માં આવેલ ઝુલેલાલ પાન તેમજ અન્ય દુકાનનાં કામ કરતા કર્મચારીઓ ઉપર તુટી પડેલ અને ફરિયાદી તથા સાહેદ ને ...

ભરૂચ જિલ્લામાં "હર ઘર તિરંગા અભિયાન" અને "તિરંગા યાત્રા"માં ઉત્સાહભેર જોડાવા જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા ની અપીલ

Image
ભરૂચ જિલ્લામાં "હર ઘર તિરંગા અભિયાન" અને "તિરંગા યાત્રા"માં ઉત્સાહભેર જોડાવા જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા ની અપીલ  🔸 આપણા હૃદયથી લઈ આપણા જીવનમાં તિરંગાનું સ્થાન સર્વોચ્ચ રહે તે રીતે હર ઘર તિરંગા અભિયાનને આપણે સફળ બનાવીએ- જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા ગુજરાત ની વાચા  મનિષ કંસારા  ભરૂચ: સ્વાતંત્ર્ય પર્વ, ૧૫ ઓગસ્ટની ઉજવણી આડે હવે ગણતરીનાં જ દિવસ બાકી રહ્યા છે, ભારત સરકાર અને રાજ્ય સરકારનાં સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. ત્યારે આપણા જિલ્લામાં તેનો ખૂબ સારો પ્રતિસાદ મળતા ઘરે- ઘરે આપણી આન- બાન- શાન સમો તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે. આપણા રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે મોટી સંખ્યામાં ભરૂચના લોકો જોડાય તેવી હું અપીલ કરું છું. આપણો જિલ્લો તિરંગામય થઈ; રાષ્ટ્રભકિતની ભાવનામય બની જાય અને આપણા હૃદયથી લઈ આપણા જીવનમાં તિરંગાનું સ્થાન સર્વોચ્ચ રહે તે રીતે 'હર ઘર તિરંગા' અભિયાનને આપણે સફળ બનાવીએ.     આવતીકાલે તારીખ ૧૩ મી ઓગસ્ટના રોજ સવારે ૧૦ : ૦૦ કલાકે હાંસોટ જીન કંપાઉન્ડ ખાતે ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે એમાં ઉત્સાહભેર ભાગ લઈ આ ‘તિરંગા ...

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

Image
નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત નવી દિલ્હીઃ   સરકાર અનિચ્છનીય કોલ સામે કડક બની છે. તેવામાં સરકારી સંસ્થા ટેલિકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે Trai તરફથી એક નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે, જે દેશભરમાં 1 સપ્ટેમ્બર 2024થી લાગૂ થઈ જશે. આ નિયમ લાગૂ થયા બાદ અનિચ્છનીય કોલથી લઈને થનારી સમસ્યાથી મોટી રાહત મળી શકે છે. તે માટે સરકાર તરફથી ટેલિકોમ કંપનીઓને પણ નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. શું છે નિયમ ટ્રાઈના રિપોર્ટ પ્રમાણે જો તમે તમારા ખાનગી મોબાઇલ નંબરથી ટેલીમાર્કેટિંગ કોલ કરો છો તો તમારો મોબાઈલ નંબર 2 વર્ષ માટે બ્લેકલિસ્ટ થઈ જશે. હકીકતમાં સરકાર તરફથી ટેલિમાર્કેટિંગ માટે એક નવી મોબાઈલ નંબર સિરીઝ જાહેર કરવામાં આવી છે. દૂરસંચાર વિભાગે નાણાંકીય છેતરપિંડી રોકવા માટે નવી 160 વાળી નંબર સિરીઝ શરૂ કરી છે. તેવામાં બેન્કિંગ અને વીમા સેક્ટરે 160 નંબર સિરીઝથી પ્રમોશન કોલ અને મેસેજ કરવા પડશે.  આ પ્રકારનાં કોલ અને મેસેજ પર લાગશે પ્રતિબંધ તેમ માનવામાં આવી રહ્યું છે કે નવા નિયમ લાગૂ થયા બાદ અનઇચ્છીત કોલ્સ અને મેસેજની સમસ્યાથી છૂટકારો મળી શકે...

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ

Image
રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં  સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક  સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી ગામડાઓના સમૃદ્ધિના દ્વાર ખોલવા દેશની લીડ ગુજરાતે લીધી છે – રાજ્યમંત્રી મનિષ કંસારા  ભરૂચ: સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) અને લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન નાં રાજ્યકક્ષાનાં મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૂદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે સહકાર સમીક્ષાની બેઠક ભરૂચ ડિસ્ટ્રિક બેંકનાં હોલ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા નિર્મિત સહકાર થી સમૃદ્ધિ અંતર્ગત બનાવાયેલી ફિલ્મ ઉપસ્થિત આગેવાનો સૌએ નિહાળી હતી.    બેઠકનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રિય મંત્રી અમિતભાઈ શાહનાં ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી મજબૂત બનાવવાનાં ધ્યેયને પૂર્ણ કરવાનો છે એમ જણાવતા રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, દરેક સહકારી સંસ્થાઓનાં અને તેમના સભ્યોનાં ખાતાઓ પેક્સ (પ્રા...

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

Image
ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા મનિષ કંસારા  ભરૂચ: ભરૂચ શહેરમાં રંગબેરંગી કલાત્મક તાજીયા નીકળશે. મુસ્લિમ સમુદાય દ્વારા પવિત્ર મોહર્રમ પર્વમાં આજે સરઘસની રાત ઉજવવામાં આવશે.      મુસ્લિમ સમુદાયના નવા વર્ષના પ્રથમ માસે મોહર્રમ શરીફ કરબલાના મેદાનમાં હઝરત ઈમામ હુશેને માનવ હક્કો નાં જતન કાજે અને શહાદતની ગમભરી યાદમાં નગરનાં મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે યોજવામાં આવતા કલાત્મક તાજીયા ઝુલુસમાં આજે સરઘસની રાત્રે અને બુધવારના બ૫ોરે શહેરમાં અમુક રૂટ પર  ક્રમબદ્ધ રીતે પ્રસ્થાન કરશે. #gujaratnivacha   Gmail : kansaramanish4@gmail.com   Gmail : gujaratnivaacha@gmail.com 🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏