'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ હેઠળ જિલ્લા ન્યાયાલય, ભરૂચના પ્રાંગણમાં સફાઇ કાર્યક્રમ યોજાયો
મનિષ કંસારા
ભરૂચ: ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટની આજ્ઞા અને માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ભરૂચ દ્વારા 'રવચ્છતા હી સેવા' કાર્યક્રમ હેઠળ જિલ્લા ન્યાયાલય, ભરૂચના પ્રાંગણમાં સફાઇ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં, ભરૂચ જિલ્લાનાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર. કે. દેસાઈ તેમજ ભરૂચ મુખ્ય મથકનાં તમામ ન્યાયાધીશો, વકીલ બાર નાં પ્રમુખ પી. એ. સિંધા સાથે વકીલ બાર નાં હોદ્દેદારો, સભ્યો, જિલ્લા ન્યાયાલય ભરૂચમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને પેરા લીગલ વોલેન્ટીયર્સ વગેરે હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોએ કોર્ટ સંકુલમાં સ્વયં સફાઇ કરેલ હતી. સફાઇ બાબતે સ્વયં જાગૃતિ કેળવાય તેમજ સફાઈ કામદારોને સમ્માન મળે તે ઉદ્દેશથી નામદાર જિલ્લા ન્યાયાધીશે તમામ સાથી ન્યાયાધીશો અને કોર્ટ સ્ટાફને પોતાની કોર્ટરૂમ અને બ્રાન્ચ સ્વયં સફાઇ કરવા સુચના આપી હતી. વકીલોએ પણ વકીલ બાર રૂમની સ્વયં સફાઇ કરેલ હતી. કોર્ટમાં આવતા પક્ષકારોમાં સફાઇ પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ભરૂચ દ્વારા કોર્ટ સંકુલમાં સફાઇને લગતા ભીંત સુત્રો લગાવવામાં આવ્યા. આ પ્રસંગે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ભરૂચના સેક્રેટરી ડી. બી. તિવારી ઉપસ્થિત સર્વેનો તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપનાર ભરૂચ નગરપાલીકાના ચીફ ઓફીસર, કર્મચારીઓ તેમજ સફાઇ કામદારોનો આભાર માન્યો હતો તેમ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ભરૂચ દ્વારા જણાવવામાં આવ્યું છે.
#gujaratnivacha
Gmail: kansaramanish4@gmail.com
Gmail: gujaratnivaacha@gmail.com
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
Comments
Post a Comment