ભરૂચ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ફુડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત ચેકીંગ ડ્રાઇવ યોજાઇ

ભરૂચ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ફુડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત ચેકીંગ ડ્રાઇવ યોજાઇ 

🔶ખોરાક અને ઔષધ નિયમન વિભાગ, ભરૂચ દ્વારા ફુડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી અંર્તગત અવેરનેસ કાર્યક્રમો યોજાયા

🔶ખોરાક અને ઔષધ નિયમન વિભાગ, ભરૂચ દ્વારા ભેળસેળ કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી


ગુજરાત ની વાચા 

મનિષ કંસારા 

ભરૂચ: ગુજરાત રાજ્યનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકનાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગ, ભરૂચ દ્વારા ૧૭ મી ઓક્ટોબર સુધી ફુડ સેફ્ટી પખવાડિયા ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફુડ સેફ્ટી પખવાડિયું -૨૦૨૪ અને દિવાળી તહેવારને ધ્યાને લઈને કરવાની થતી કામગીરી નિમિત્તે ખાદ્યચીજ નાં નમુના લેવાની કામગીરી ફુડ સેફ્ટી અવેરનેસની કામગીરી સ્કૂલોમાં તેમજ ખાદ્યચીજોના તમામ વેપારીઓને ત્યાં તથા લાયસન્સ/રજીસ્ટ્રેશન ની કામગીરી હાથ ધરવાની કામગીરી કરવામાં આવી હતી.

   આ પખવાડિયા નિમિત્તે ખાણીપીણીનાં વેપાર કરતા વેપારીઓ માટે જાહેર લાયસન્સ/રજીસ્ટેશનનો કેમ્પ યોજી  ૧૧૬ રજિસ્ટેશન તથા ૧૮ લાયસન્સ વેપારીઓને સ્થળ પર જ આપવામાં આવ્યા હતા.  ફુડ સેફ્ટી ઓન વ્હીલસ દ્વારા ભરૂચની ૨૦ જેટલી સ્કૂલોમાં તથા નવરાત્રી દરમિયાન લગાવેલ ફુડ સ્ટોલનું ચેકીંગ તથા ખાણીપીણીનો વેપાર કરતા એફ.બી.ઓને મળી જુદા જુદા સ્થળો ઉપર ૫૩ અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. આ અવેરનેસ કાર્યક્રમમાં ૩૩૬૬ શહેરીજનો સહિત સ્કૂલનાં બાળકોએ ભાગ લીધો હતો.




   આ  ફુડ સેફ્ટી પખવાડિયા દરમિયાન ૧૨૭ ખાણીપીણી, હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ-ફરસાણ તથા અન્ય ખાદ્યચીજ નું ઉત્પાદન/સંગ્રહ/વેચાણ કરતા પેઢીઓની ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા ઇન્સ્પેક્શન તથા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન શંકાસ્પદ જણાઈ આવતી  ખાદ્યચીજો જેવી કે ઘી, પનીર, દૂધ તથા દૂધની બનાવટ, માવો, ખાદ્યતેલ, મરી-મસાલા, ડ્રાયફ્રુટ, બેકરી આઇટમ, મીઠાઈ-ફરસાણ, મળી ૬૫ રેગ્યુલર નમુના તથા ૧૧૮ સર્વેલન્સ નમુના લઈ લેબોરેટરીમા પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેનું પરિણામ આવ્યેથી જે તે જવાબદારો સામે કાયેદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


   અત્રે નોંધનીય છે કે, આ  તપાસ દરમિયાન કુલ ૧૨૦ કિલો અખાદ્ય ખાદ્યચીજ નો જથ્થો જેની અદાંજિત કિંમત આશરે રૂ.૧૮,૦૦૦/- નાં જથ્થાનો યોગ્ય જગ્યાએ વેપારીની સ્વૈચ્છિક સંમતિથી નાશ કરાવામાં આવ્યો હતો.  વધુમાં તપાસ દરમિયાન શ્રી રાજ સેલ્સ,ભરૂચ ખાતેથી શંકાસ્પદ પનીરનો નમુનો લઈ બાકી રહેતો જથ્થો ૮૦ કિલો જેની અંદાજિત કિંમત રૂ.૨૦૮૦૦/-નો જથ્થો તથા નબીપુર ખાતે આવેલ કોલ્ડ સ્ટોરેજ માં શંકાસ્પદ હળદર પાવડર (લુઝ) કુલ ૫૦ કટ્ટા પત્યેકમાં ૫૦ કિલોના વજનનાં જોવા મળેલ ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા નમુનો લઈ બાકી રહેતો જથ્થો ૯૯૮ કિલો જેની અંદાજિત કિંમત ૧,૯૯,૬૦૦/- નો જથ્થો તથા અન્ય ૨૫ કિલોના ૪૭ કટ્ટામાં હળદર પાવડર જોવા મળેલ ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા હળદર પાવડરનો નમુનો લઈ બાકી રહેતો જથ્થો કુલ ૧૧૭૫ કિલો જેની અદાંજિત કિંમત ૨,૪૬,૭૫૦/- નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.



   દિવાળીનાં તહેવારને ધ્યાને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગામી સમયમાં પણ તપાસની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેમ ડેઝીગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર-ભરૂચ દ્વારા જણાવવામાં આવ્યું છે.

#gujaratnivacha


Gmail: kansaramanish4@gmail.com


Gmail: gujaratnivaacha@gmail.com


🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏


Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ