ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર ઈસમો સહિત એક મહિલા ને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

 ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર ઈસમો સહિત એક મહિલા ને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

ગુજરાત ની વાચા 

મનિષ કંસારા 

ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડા નાઓ દ્વારા જિલ્લામાં પ્રોહિ./જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી પ્રોહિ/જુગારની પ્રવૃત્તિ ઉપર સતત વૉચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે.

   પોલીસ ઇન્સ્પેક્ટર એમ. પી. વાળા એલ.સી.બી. ભરૂચ નાઓ નાં માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ અન્વયે પ્રોહિ./જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમિયાન પો.સ.ઇ. એમ. એમ. રાઠોડ એલ.સી.બી. ભરૂચના ઓની ટીમ ભરૂચ શહેર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળેલ કે, “ભરૂચ મારૂતીનગર શેખ કાટાશા બાવાની દરગાહ પાસે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે કેટલાક માણસો ભેગા મળી પોતાના આર્થિક ફાયદા માટે રૂપિયાથી પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમે છે”; જે મળેલ બાતમી આધારે ભરૂચ મારૂતી નગર શેખ કાટાશા બાવાની દરગાહ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર અંગે સફળ રેઇડ કરી ઝડપાયેલા ઓની અંગઝડતી માંથી તથા દાવ ઉપરનાં રોકડા રૂ. ૪૬,૬૦૦/- તથા પત્તા—પાના નંગ- ૧૦૪ કિં.રૂ. ૦૦/૦૦ તથા પાથરણું નંગ- ૦૧ કિં.રૂ.૦૦/૦૦ મળી કુલ કિં.રૂ.૪૬,૬૦૦/- નાં મુદ્દામાલ સાથે ચાર ઈસમો સહિત એક મહિલા (૧) યુનુસ મજીદ શેખ રહે, મારૂતીનગર દરગાહની સામે, ન્યુ આનંદ નગર પાસે, ભરૂચ, જિ.ભરૂચ. (૨) લુકમાન ગુલામ દિવાન રહે. મારૂતીનગર, દરગાહની સામે, ન્યુ આનંદ નગર પાસે, ભરૂચ, જિ.ભરૂચ.(૩) યુસુફ વલી શાહ દિવાન રહે.મારૂતીનગર દરગાહની સામે, ન્યુઆનંદ નગર પાસે, ભરૂચ શહેર, જિ.ભરૂચ. (૪) શોકત વલી શાહ દિવાન રહે, મારૂતીનગર દરગાહની સામે, ન્યુ આનંદ નગર પાસે, ભરૂચ શહેર, જિ.ભરૂચ. (૫) હશીના બશીર દિવાન રહે. મારૂતીનગર, દરગાહની સામે, ન્યુ આનંદ નગર ઝુપડપટ્ટી, ભરૂચ શહેર, જિ. ભરૂચના ઓને ઝડપી પાડી જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર 'એ' ડિવિઝન પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

    ઉપરોક્ત કામગીરી પો.સ.ઇ. એમ. એમ. રાઠોડ તથા અ.હે.કો. સંજયભાઈ, અ.હે.કો. અરૂણાબેન તથા અ.પો.કો. મનહરસિંહ, અ.પો.કો. નિમેશભાઈ, અ.પો.કો. એઝાઝ અહેમદ, અ.પો.કો. ઈઝહાર એલ.સી.બી. ભરૂચ નાઓ દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવેલ છે.

#gujaratnivacha


Gmail : kansaramanish4@gmail.com 


Gmail : gujaratnivaacha@gmail.com


🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏


Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ