ભરૂચ જિલ્લામાં નવી બે એમ્બ્યુલન્સને રીબીન કાપી લોકો માટે ખુલ્લી મુકતા જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારી

ભરૂચ જિલ્લામાં નવી બે એમ્બ્યુલન્સને રીબીન કાપી લોકો માટે ખુલ્લી મુકતા જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારી

 ગુજરાત ની વાચા 

મનિષ કંસારા 

ભરૂચ: ભરૂચ જિલ્લામાં નવી બે ૧૦૮ એમ્બ્યુલન્સને જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે નાં હસ્તે રીબીન કાપી લોકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી. કોઇ પણ આપત્તિગ્રસ્ત અને આપાતકાલિન સ્થિતિમાં કોઇ પણ સ્થળે અને કોઇ પણ સમયે તાત્કાલિક મેડીકલ સારવાર અને મદદ માટે સૌ કોઇ ના મોઢે એક જ નામ હોય છે અને તે છે ૧૦૮ એમ્બ્યુલન્સ. ભરૂચ જિલ્લામાં ગુજરાત સરકાર અને ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસનાં સંયુક્ત ઉપક્રમે ૧૪ જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત છે. ૧૪ એમ્બ્યુલન્સ પૈકી અંક્લેશ્વર તાલુકાની અને વાલિયા તાલુકાની એમ્બ્યુલન્સ સરકારી ગાઈડ લાઈન મુજબ યોગ્ય રીતે કાર્યરત ન હોવાથી તેની જગ્યાએ અદ્યતન સુવિધાવાળી નવી બે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. 

   આ ૧૦૮ એમ્બ્યુલન્સ નવીન ટેકનોલોજીથી સુસજ્જ છે. જેમાં ઓક્સિજનની સુવિધા, AMBU Bag (મેન્યુઅલ ઓક્સિજનની સુવિધા), Suction મશીન, Vital Kit, ત્રણ પ્રકારનાં સ્ટ્રેચર (Collapsible Stretcher, Zolly Stretcher & Scoop Stretcher), Immobilisation માટે સ્પાઈન બોર્ડ, હેડ બ્લોક, સર્વાઇકલ કોલર તથા Splints, પ્રાથમિક સારવાર માટેની ૭૦ થી વધુ જરૂરી દવાઓ, વેન્ટિલેટર તથા મલ્ટી પેરામોનિટરની સુવિધા આપેલ છે. આ સાથે એમ્બ્યુલન્સ માં Extrication ટુલ કીટ આપવામાં આવેલ છે જેનો ઉપયોગ ફસાયેલા વ્યક્તિઓને કાઢવા માટે કરી શકાય. એમ્બ્યુલન્સ GPS દ્વારા કનેક્ટેડ છે કે જેથી બને તેટલી ઝડપથી નજીકની એમ્બ્યુલન્સ દર્દીને મોકલી શકાય.




   આ સમયે જિલ્લા આરોગ્ય વિભાગનાં વડા જે. એસ. દુલેરા, આરોગ્ય સમિતિનાં ચેરમેન અને ૧૦૮ એમ્બ્યુલન્સનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

#gujaratnivacha

Gmail: kansaramanish4@gmail.com

Gmail: gujaratnivaacha@gmail.com

🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏



Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ