ભરૂચ જિલ્લામાં "હર ઘર તિરંગા અભિયાન" અને "તિરંગા યાત્રા"માં ઉત્સાહભેર જોડાવા જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા ની અપીલ
🔸આપણા હૃદયથી લઈ આપણા જીવનમાં તિરંગાનું સ્થાન સર્વોચ્ચ રહે તે રીતે હર ઘર તિરંગા અભિયાનને આપણે સફળ બનાવીએ- જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા
ગુજરાત ની વાચા
મનિષ કંસારા
ભરૂચ: સ્વાતંત્ર્ય પર્વ, ૧૫ ઓગસ્ટની ઉજવણી આડે હવે ગણતરીનાં જ દિવસ બાકી રહ્યા છે, ભારત સરકાર અને રાજ્ય સરકારનાં સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. ત્યારે આપણા જિલ્લામાં તેનો ખૂબ સારો પ્રતિસાદ મળતા ઘરે- ઘરે આપણી આન- બાન- શાન સમો તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે. આપણા રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે મોટી સંખ્યામાં ભરૂચના લોકો જોડાય તેવી હું અપીલ કરું છું. આપણો જિલ્લો તિરંગામય થઈ; રાષ્ટ્રભકિતની ભાવનામય બની જાય અને આપણા હૃદયથી લઈ આપણા જીવનમાં તિરંગાનું સ્થાન સર્વોચ્ચ રહે તે રીતે 'હર ઘર તિરંગા' અભિયાનને આપણે સફળ બનાવીએ.
આવતીકાલે તારીખ ૧૩ મી ઓગસ્ટના રોજ સવારે ૧૦ : ૦૦ કલાકે હાંસોટ જીન કંપાઉન્ડ ખાતે ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે એમાં ઉત્સાહભેર ભાગ લઈ આ ‘તિરંગા યાત્રાને’ સફળ બનાવવા આહવાન કરું છું.
#gujaratnivacha
Gmail : kansaramanish4@gmail.com
Gmail : gujaratnivaacha@gmail.com
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
Comments
Post a Comment