રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ

ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી ગામડાઓના સમૃદ્ધિના દ્વાર ખોલવા દેશની લીડ ગુજરાતે લીધી છે – રાજ્યમંત્રી


મનિષ કંસારા 

ભરૂચ: સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) અને લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન નાં રાજ્યકક્ષાનાં મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૂદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે સહકાર સમીક્ષાની બેઠક ભરૂચ ડિસ્ટ્રિક બેંકનાં હોલ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા નિર્મિત સહકાર થી સમૃદ્ધિ અંતર્ગત બનાવાયેલી ફિલ્મ ઉપસ્થિત આગેવાનો સૌએ નિહાળી હતી.





   બેઠકનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રિય મંત્રી અમિતભાઈ શાહનાં ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી મજબૂત બનાવવાનાં ધ્યેયને પૂર્ણ કરવાનો છે એમ જણાવતા રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, દરેક સહકારી સંસ્થાઓનાં અને તેમના સભ્યોનાં ખાતાઓ પેક્સ (પ્રાઈમરી એગ્રિકલ્ચર ક્રેડિટ સોસાયટી) અંતર્ગત કાર્ય કરી ખોલવામાં આવે અને માત્ર ખાતા ખોલવાના જ નહીં પરંતુ સંપૂર્ણ પણે ઓપરેટિવ પણ રહેવા જોઈએ.

   પંચમહાલ અને બનાસકાંઠામાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ખુબ જ સારી રીતે કાર્યો થયા છે. માઈક્રો એટીએમ, બેંક ખાતા કે કેશલેશ પેમેન્ટ પણ થઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જુદી - જુદી ૧૭ પ્રકારની  સારી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

   વધુમાં, મંત્રીએ પારદર્શી વહીવટ દેશનાં વડાપ્રધાન અને ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું વિઝન છે.  પેક્સના જુદા - જુદા ૧૭ આયામો નાં કારણે ગામડાઓની સમૃદ્ધિ વધશે. આખા મોડલને છેક નીચે સુધી ઉતારવાનો ભગીરથ પ્રયાસ સરકાર કરી રહી છે. ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી ગામડાઓનાં સમૃદ્ધિના દ્વાર ખોલવા દેશની લીડ ગુજરાતે લીધી છે. એટલે જ આખા દેશનાં સહકારી માળખા સુધારાની આ મુહીમમાં ગુજરાત રાજ્ય અગ્રેસર બનવા જઈ રહ્યું છે. આ ફેરફારોને કારણે ખેડૂતો અને પશુપાલકોને RuPay કિસાન ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ કરાવી ૦% નાં વ્યાજદરે ધિરાણ ઉપલબ્ધ થશે, ખેડૂતો/દૂધ ઉત્પાદકો અને તેમના પરિવારનાં સભ્યોને સહકારી બેંકમાં ખાતા ખોલાવીને સહકારી બેંકોની સેવાઓ અને લોન મળશે તેમજ ખેડૂતો /દૂધ ઉત્પાદકો ગામની મંડળી ખાતેથી જ બેન્કિંગ સેવાઓ મેળવી શકશે. એટીએમ, માઈક્રો એટીએમ, RuPay ડેબિટ કાર્ડની જેવી સુવિધા પેક્સ દ્વારા ઘર આંગણે મળવા પામશે.



   આ સમીક્ષા બેઠકમાં આગેવાનોએ સ્થાનિક કક્ષાનાં પ્રશ્નોની રજુઆત કરી હતી અને મંત્રીએ સરકાર દ્વારા મદદ કરવાની ખાતરી આપી હતી.

   બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર સિંહ વાંસદીયા, ભરૂચના ધારાભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકનાં ચેરમેન, સહકાર મંત્રાલયનાં સચિવ સંદીપ કુમાર (IAS) ભરૂચ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર, ધી ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંક લિ.ના ચેરમેન અજયભાઈ પટેલ, ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો.ઓ.બેંક લિ.ના અધિકારી - કર્મચારીઓ, માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, માજી ધારાસભ્ય મહેશ વસાવા, દૂધધારા ડેરીનાં ચેરમેન ઘનશ્યામ પટેલ, ભરૂચ અને નર્મદાની વિવિધ સહકારી સંસ્થાઓનાં ડાયરેક્ટરો અને ચેરમેનો તેમજ સહકારી સંસ્થાનાં ઓડિટરો ઉપસ્થિત રહ્યા હતા.

#gujaratnivacha 


Gmail : kansaramanish4@gmail.com 

Gmail : gujaratnivaacha@gmail.com

🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏


Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા