દર્દીનાં દર્દમાં રાહત માટે શુકલતીર્થ આરોગ્ય કેન્દ્રમાં અદાણી ફાઉન્ડેશનનો સહયોગ

દર્દીનાં દર્દમાં રાહત માટે શુકલતીર્થ આરોગ્ય કેન્દ્રમાં અદાણી ફાઉન્ડેશનનો સહયોગ

🔸નવરાત્રીનાં દિવસોમાં શુકલતીર્થ પીએચસી અદાણી ફાઉન્ડેશન નાં સહકારથી સશક્ત થયું


🔸રોગ નિદાન માટે જરૂરી તપાસ સાધનો અર્પણ કરાયા, આરોગ્ય વિભાગ અને અદાણી ફાઉન્ડેશન નાં અધિકારી હાજર રહ્યા



મનિષ કંસારા 

ભરૂચ : ભરૂચના ઐતિહાસિક શુકલતીર્થ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વધુ સશક્ત કરવાનું કાર્ય અદાણી ફાઉન્ડેશન નાં સહકારથી નવરાત્રીનાં દિવસોમાં થયું છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા HBA1C એનેલાઈઝર, બ્લડ સેલ કાઉન્ટર અને સેમી ઓટો બાયો કેમેસ્ટ્રી મશીન જેવા રોગના નિદાન માટે જરૂરી સાધનનો સહયોગ આપવામાં આવ્યો છે. આ મશીન એવું છે કે એના દ્વારા ૯૮ પ્રકારનાં લોહી રિપોર્ટ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરી શકાશે. આ સુવિધા અહી મળવાથી હવે શુકલતીર્થ કે આસપાસનાં દર્દીને ભરૂચ સુધી જવાની જરૂર નહીં પડે અને ઘર નજીક નિઃશુલ્ક તપાસ થઈ શકશે.

ગતવર્ષે ભરૂચ જિલ્લામાં નર્મદા નદીનાં કાંઠાનાં ગામોમાં પૂર આવ્યું હતું, એ સમયે અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કર્યું હતું. એ વાતને જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ.જે. એસ. દુલેરાએ યાદ કરી હતી. ડૉ.દુલારાએ શુકલતીર્થ પીએચસીને આપેલા મશીનરીના સહયોગ માટે વિસ્તારનાં લોકો અને આરોગ્ય વિભાગ વતી આભાર વ્યક્ત કર્યો હતો. અદાણી ફાઉન્ડેશન લોકોનાં આરોગ્ય માટે CHC અને PHC નાં વિકાસ માટે હર હમેશા કટિબદ્ધ છે.

 

મશીનરી નાં અભાવે દર્દીઓને લોહીનાં રિપોર્ટ માટે ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હતો. એ માટે સ્થાનિક આગેવાનો અને આરોગ્ય વિભાગ તરફથી એક વિનંતી અદાણી ફાઉન્ડેશનને મળી હતી. આ પ્રસગે અદાણી ફાઉન્ડેશન નાં ગુજરાત સીએસઆર હેડ પંક્તિબેન શાહ, ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે. એસ. દુલેરા, ભરૂચ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સુનિલસિંહ, વાગરા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.પ્રવીણસિંહ, અદાણી ફાઉન્ડેશન દહેજ નાં સીએસઆર હેડ ઉષાબેન મિશ્રા, મેડિકલ ઓફિસર ડૉ.સીમા મગરવાળા, એએમઓ ડૉ.હેતલબેન ચૌહાણ, શુકલતીર્થ ગામનાં સરપંચ રણધીરસિંહ માંગરોલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

#gujaratnivacha


Gmail: kansaramanish4@gmail.com

Gmail: gujaratnivaacha@gmail.com

🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏



Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ