ભરૂચમાં વહેલી સવારે અણધાર્યા વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક


 ભરૂચમાં વહેલી સવારે અણધાર્યા વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક

ગુજરાત ની વાચા 

મનિષ કંસારા 

ભરૂચ: આજ રોજ તારીખ ૧૨-૦૭-૨૦૨૬ના રોજ વહેલી સવારે ભરૂચમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારનાં અંદાજે ૫:૨૪ વાગ્યાની આસપાસ શહેરમાં અણધાર્યું વરસાદી ઝાપટું પડ્યું હતું, જેનાં કારણે વહેલી સવારે જ વરસાદી માહોલ સર્જાયો હતો.

   નોંધપાત્ર બાબત એ છે કે હવામાન વિભાગ દ્વારા વરસાદની કોઈ ખાસ આગાહી કરવામાં આવી ન હતી, તેમ છતાં મેઘરાજાએ અચાનક આવીને નગરજનોને ચોંકાવી દીધા હતા. વહેલી સવારનાં આ વરસાદી ઝાપટા બાદ આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ધીમી ધારે ઝરમર વરસાદ શરૂ રહ્યો હતો.

    હાલમાં ભરૂચનું તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૮૮ ટકા જેટલું વધુ છે. સવારનાં આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને અસહ્ય ગરમીથી રાહત મેળવતા લોકોએ આ ખુશનુમા હવામાનનો અનુભવ કર્યો હતો.

#gujaratnivacha

Gmail: kansaramanish4@gmail.com

Gmail: gujaratnivaacha@gmail.com

🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

ભરૂચ શહેરનાં ધોળીકુઈ વિસ્તારમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે કુલ ૦૬ ઈસમોને કિંમત રૂપિયા-૭૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ