જુગાર રમતા છ ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ગુજરાત ની વાચા
મનિષ કંસારા
ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડા નાઓ દ્વારા જિલ્લામાં પ્રોહિ./જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશ્યથી પ્રોહિ./જુગારની પ્રવૃત્તિ ઉપર સતત વૉચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે.
પોલીસ ઇન્સ્પેક્ટર એમ. પી. વાળા એલ.સી.બી. ભરૂચ નાઓ નાં માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ અન્વયે પ્રોહિ./જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમિયાન પો.સ.ઇ. એમ. એમ. રાઠોડ એલ.સી.બી. ભરૂચ નાઓ ટીમ સાથે ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન બાતમી હકીકત મળેલ કે, “ભરૂચ સોનેરી મહેલ પાણીની ટાંકીની પાસે કમન નુરમોહમ્મદ મન્સુરી નાં મકાનમાં મોહમ્મદ ઇદરીશ મોહમ્મદ સઇદ શેખ ઘણા બધા માણસો બહારથી બોલાવી ભેગા કરી પોતાના આર્થિક ફાયદા માટે પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડે છે”; જે મળેલ બાતમી આધારે ભરૂચ સોનેરી મહેલ પાણીની ટાંકીની પાસે મકાનમાં જુગાર અંગે સફળ રેઇડ કરી ઈસમોની અંગઝડતી માંથી તથા દાવ ઉપરનાં રોકડા રૂ. ૨૬,૫૫૦/- તથા મોબાઇલ ફોન નંગ- ૦૨ કિં.રૂ. ૫,૫૦૦/- તથા પત્તા-પાના નંગ- ૧૦૪ કિં.રૂ. ૦૦/૦૦ તથા પાથરણું નંગ-૦૧ કિં.રૂ.૦૦/૦૦ મળી કુલ કિં.રૂ. ૩૨,૦૫૦/- નાં મુદ્દામાલ સાથે છ ઈસમો (૧) મોહમ્મદ ઇદરીશ મોહમ્મદ સઇદ શેખ રહે.સોનેરી મહેલ, ડુમવાડ, ભરૂચ શહેર, જિ.ભરૂચ. (૨) મોહમ્મદ અસ્લામ ફારૂક લહેરી રહે.ખરોડ ગામ, ઉભુ ફળીયું, તા.અંક્લેશ્વર, જિ.ભરૂચ (૩) મુજમ્મીલ ઉર્ફે મુન્નો બશીર શેખ રહે.હાંસોટ, ટાંકવાડા ફળીયું, તા.હાંસોટ, જિ.ભરૂચ. (૪) જલાલ હુસેન સૈયદ રહે.મુબીન સોસાયટી, સ્ટેશન પાસે, અંક્લેશ્વર, તા.અંક્લેશ્વર, જિ.ભરૂચ. (૫) યુસફ ખાન દિલાવર ખાન પઠાણ રહે.ભઠીયારવાડ, છીપવાડ ચોક, ભરૂચ શહેર, જિ.ભરૂચ. (૬) જફર મેહમુદ મલેક રહે.સાધના સ્કુલ પાસે, બળેલી ખો, ભરૂચ શહેર, જિ.ભરૂચ નાં ઓને ઝડપી પાડી જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર એ ડિવિઝન પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કારવવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી પોલીસ પો.સ.ઇ. એમ. એમ. રાઠોડ તથા અ.હે.કો. સંજયભાઈ તથા અ.પો.કો. મનહરસિંહ, અ.પો.કો. નિમેશભાઈ, અ.પો.કો. દિપકભાઈ એલ.સી.બી. ભરૂચ નાઓ દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવેલ છે.
#gujaratnivacha
Gmail : kansaramanish4@gmail.com
Gmail : gujaratnivaacha@gmail.com
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
Comments
Post a Comment