અયોધ્યા મંદિર સુધી જવા નાં રામપથ પર લાગેલી 3800 હાઈટેક લાઈટ ની ચોરી

અયોધ્યા મંદિર સુધી જવા નાં રામપથ પર લાગેલી 3800 હાઈટેક લાઈટ ની ચોરી


🔸રામપથ અને ભક્તિ પથ પર લાગેલી 3800 લાઈટ અને 36 ગોબો પ્રોજેક્ટર લાઈટની ચોરી

 🔸યશ એન્ટરપ્રાઈઝીઝના કર્મચારી શેખર શર્માએ અજાણ્યા લોકો વિરુદ્ધ રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી.

ગુજરાત ની વાચા 
મનિષ કંસારા 
અયોધ્યા: પ્રભુ રામની નગરી અયોધ્યામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે; જેને સાંભળ્યા બાદ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. હકીકતમાં જોઈએ તો, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિર સુધી જવા માટે રાજ્યની યોગી સરકારે અત્યાધુનિક સુવિધાઓથી ભરપૂર ત્રણ પથ બનાવ્યા હતા. જેમાં સૌથી લાંબો રામ પથ તો બીજો જન્મભૂમિ પથ અને ત્રીજો ભક્તિ પથ બનાવ્યો છે.
   આ જ પથ પર હાઈટેક લાઈટિંગ પણ લગાવી હતી. ખાસ વાત એ છે કે, રામપથના સાઈડમાં ઝાડ પર લાઈટિંગ કરવામાં આવી હતી. જેથી શ્રદ્ધાળુઓને પ્રભુ રામની નગરી અયોધ્યા રાતમાં પણ દિવસ જેવું લાગે. પણ અયોધ્યામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે સૌને ચોંકાવી દીધા છે. 

   હકીકતમાં જોઈએ તો, રામપથ અને ભક્તિ પથ પર લાગેલી 3800 લાઈટ અને 36 ગોબો પ્રોજેક્ટર લાઈટની ચોરી થઈ ગઈ છે. યશ એન્ટરપ્રાઈઝીઝના કર્મચારી શેખર શર્માએ અજાણ્યા લોકો વિરુદ્ધ રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. રામપથ પર 6400 બાંબૂ લાઈટ લગાવી હતી. આ ઉપરાંત ભક્તિ પથ પર 96 ગોબો પ્રોજેક્ટ લાઈટ પણ લગાવી હતી. જેને ચોર લોકો ચોરી કરીને લઈ ગયા છે. ધર્મની નગરી અયોધ્યામાં આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.

ચોરીની ઘટનાને ગળે ઉતારવી મુશ્કેલ

   જો કે પ્રભુ શ્રીરામની નગરી અયોધ્યાને રાજ્યનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશ્વ પ્રાચીનતમ નગરીમાંથી એક અયોધ્યાને સુંદર નગરી બનાવવા માંગી રહ્યા છે. કદાચ આ જ કારણ છે કે રાતનાં સમયે પણ અયોધ્યા ભવ્ય દેખાઈ રહ્યું છે. તેના માટે હાઈટેક લાઈટો પણ લગાવી હતી. પણ રામની નગરીમાં ચોરીની ઘટના લોકો પચાવી શકતા નથી. જો કે આ સમગ્ર મામલે અયોધ્યા પોલીસ તપાસમાં લાગી ગઈ છે.

#gujaratnivacha 

Gmail : kansaramanish4@gmail.com 


Gmail : gujaratnivaacha@gmail.com


🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏




Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ