ખુનની કોશીશ નાં આરોપીઓની ધરપકડ કરતી ભરૂચ શહેર 'સી' ડિવિઝન પોલીસ
ગુજરાત ની વાચા
મનિષ કંસારા
ભરૂચ: ગઈ તારીખ ૦૬/૦૮/૨૪ નાં રોજ ભરૂચ શહેર સી ડિવિઝન પો.સ્ટે. વિસ્તારમાં આવેલ દ્વારકાધીશ હોટલ મોજે ભોલાવ ખાતે ખુનની કોશિશ નો બનાવ બનેલ આ બનાવની હકીકત એવી છે કે તા.૦૬/૦૮/૨૪ નાં રાત્રીનાં આશરે એકાદ વાગે ફરિયાદી પ્રદીપભાઈ ચુનીલાલ કલવાણી તથા સાહેદ હસમુખ ઉર્ફે લાલો રમણભાઈ રાવળ ઝુલેલાલ પાન નામની દુકાન પર હાજર હતા તે વખતે આ કામનાં આરોપીઓ અન્ય બીજા લોકો સાથે ઝગડો કરતા હતા તેઓને ઝગડૉ નહી કરવા સમજાવવા જતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ આ કામનાં ફરિયાદી તથા સાહેદ સાથે ઝગડો કરવા લાગેલ. ટોળા માંથી અન્ય બીજા આરોપીઓએ આ કામનાં મુખ્ય આરોપી એવા (૧) પ્રજ્ઞેશ દલપતભાઈ પટેલ રહે.મ.નં. ૧૭/૭૩ બ્લોક નં.૪૨ એકતા નગર જુની મામલતદાર કચેરી સામે ભરૂચ તથા (૨) જય મહેશભાઈ ચૌહાણ મ.નં.૧૮/૨૦ બ્લોક નં.૪૬ એકતાનગર જુની મામલતદાર કચેરી સામે ભરૂચ નાઓને ફોન કરી સ્થળ પર બોલાવેલ જેથી આ બંને આરોપીઓ આ ટોળાની આગેવાની લઈ ફિલ્મી ઢબે હોટલ દ્વારકાધીશ માં આવેલ ઝુલેલાલ પાન તેમજ અન્ય દુકાનનાં કામ કરતા કર્મચારીઓ ઉપર તુટી પડેલ અને ફરિયાદી તથા સાહેદ ને માથાનાં ભાગે સોડાની કાચની બોટલો છૂટ્ટી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી, ત્યારબાદ પ્રજ્ઞેશ પટેલ ફરિયાદી નું ગળુ દબાવી જાનથી મારી નાખવાની કોશિશ કરેલ અને આ હોટલને તથા તેના સ્ટાફને કાયદેસર બાનમાં લઈ ઉત્પાત મચાવી તોડફોડ કરી સ્થળ પરથી નાસી ગયેલ. આ કામે સી ડિવિઝન પો.સ્ટે.માં ગુ.૨.નં.૧૧૧૯૯૦૦૧૨૪૦૮૫૪/૨૦૨૪ બી.એન.એસ.કલમ ૧૦૯(૧),૧૨૫(બી),૧૮૯(૨),૧૯૧(૨),૩૨૪(૨),૧૯૦,૧૧૫(૨), ૩૫૧(૩),૩૫૨ મુજબ નો ગુનો દાખલ કરી તાત્કાલિક ૧૦ આરોપીઓની તે જ દિવસે ધરપકડ કરવામાં આવેલ પરંતુ આ કામનાં બંને મુખ્ય આરોપીઓ ફરાર થઈ ગયેલ જેઓને પકડી પાડવા માટે પોલીસ અધિક્ષક તરફથી સુચના આપવામાં આવેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ ભરૂચના માર્ગદર્શન હેઠળ અઆરોપીઓને પકડવા કાર્યવાહી ચાલુ હતી; તે દરમિયાન ગઈકાલ તા.૧૨/૦૮/૨૪ નાં રોજ બાતમી હકીકત મળેલ કે આ કામનાં બંને આરોપીઓ એક્ટીવા મો.સા.નં.GJ 16 BE 6072 ઉપર એબીસી સર્કલ તરફ જઈ રહેલ છે. જે બાતમી આધારે વૉચ ગોઠવી બંને આરોપીને પકડી પાડવામાં આવેલ છે. અટક કર્યા બાદ બંનેનાં રીમાન્ડ મેળવવા સારૂ કોર્ટમાં રજુ કરી તપાસનાઊ કામે રીમાન્ડ માંગતા ગુનાની ગંભીરતા સમજી દિન ત્રણનાં પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજુર કરેલ છે.
ઉપરોક્ત કામગીરી ભરૂચ શહેર 'સી' ડિવિ.પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી. આર ભરવાડ તથા પો.સ.ઇ. બી. એસ. શેલાણા તથા સી ડિવિઝન પો.સ્ટે. નાં સર્વેલન્સ ટીમ દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવેલ છે.
#gujaratnivacha
Gmail : kansaramanish4@gmail.com
Gmail : gujaratnivaacha@gmail.com
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
Comments
Post a Comment