Posts

Showing posts from September, 2021

આઈ.સી.ડી.એસ. શાખા મ.ન.પા. જૂનાગઢ દ્વારા પોષણ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન

Image
આઈ.સી.ડી.એસ. શાખા મ.ન.પા. જૂનાગઢ દ્વારા પોષણ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન ✍️ નરેન્દ્રભાઈ દવે              હાલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, આઈ.સી.ડી.એસ. દ્વારા પોષણ માહ સપ્ટેમ્બર-૨૦૨૧ ની ઉજવણી કરાઈ રહી છે. આજરોજ સદર પોષણ માસ ની ઉજવણી અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા, મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા કમિશનરશ્રી, તથા પ્રોગ્રામ ઓફીસરશ્રી ના માગૅદશૅન હેઠળ શાંતેશ્વર સેજા ખાતે ન્યુટ્રિ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત અતિ અને મધ્ય કુપોષિત બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને ખજૂર, કઠોળ તેમજ લાડુની બનેલી ન્યુટ્રિ કિટનું વિતરણ કરવામાં આવેલ. હિન્દૂ યુવા વાહીની, ગુજરાત પ્રદેશ દ્વારા જૂનાગઢ મ.ન.પા.મા નોંધાયેલ 116 અતિ કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવેલ તેમજ આ બાળકો માટે ઘી, ખજૂર અને પ્રોટીન પાઉડર નાં ડબ્બાનું વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે વાનગી નિદર્શન પણ કરવામાં આવેલ જેમાં આંગણવાડી ખાતેથી વિતરણ થતા બાલ શક્તિ, માતૃ શક્તિ અને પૂર્ણા શક્તિ ટી.એચ.આર. માંથી અવનવી વાનગી બનાવી લોકો તેનો નિયમિત ઉપયોગ કરે એ માટે પ્રચાર પ્રસાર કરવામાં આવેલ. #gujaratnivacha 🙏🇮🇳🙏...

કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય તાલીમનું આયોજન

Image
કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય તાલીમનું આયોજન   ✍️ નરેન્દ્રભાઈ દવે જુનાગઢ કૃષિ યુનિવર્સીટી ની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમ નાં આઈ.ડી.પી., આઈ. સી.એ.આર. અંતર્ગત “એડવાન્સીસ ઇન વોટરશેડ પ્લાનિંગ, ડેવલોપમેન્ટ અને મેનેજમેન્ટ“ વિષય ઉપર પાંચ દિવસીય તાલીમનું આયોજન તા. ૨૦/૦૯/૨૦૨૧  થી તા.૨૪/૦૯/૨૦૨૧ દરમિયાન કરવામાં આવેલ. આ તાલીમના મુખ્ય ઉદ્દેશ વોટરશેડ માં જળ સંરક્ષણ ક્ષેત્રે વ્યૂહ રચનાઓ, ભૂગર્ભ જળ રિચાર્જ અને તેનું વ્યવસ્થાપન, વોટરશેડ માટે વનીકરણ સંલગ્ન વ્યૂહરચનાઓ, સેટેલાઈટ, જીપીએસ, વિવિધ મોબાઈલ એપ્સ તેમજ ઈન્ટરનેટ પરની વિવિધ અદ્યતન ટેકનોલોજી અંગે તાલીમ આપવાનો હતો.   આ તાલીમના સમાપન સમારોહમાં  ડો. પી. એમ. ચૌહાણ ,જુનાગઢ કૃષિ યુનિવર્સીટી નાં સંશોધન નિયામકશ્રી તેમજ આઈ. ડી. પી. યોજના નાં પી.આઈ હાજર રહી અને તેમણે તેમના ઉદ્બોધનમાં આ તાલીમમાં વિવિધ ક્ષેત્રનાં તજજ્ઞો દ્વારા આપવામાં આવેલ માહિતીનું મહત્વ જણાવ્યું તેમજ આઈ. ડી. પી. યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય તાલીમ માટે પ્રોત્સાહિત કરી અને યુનિવર્સીટી દ્...

કારકીર્દી માર્ગદર્શન / વિજ્ઞાન પ્રવાહના “A” અને “AB” ગ્રુપના વિદ્યાર્થીઓ માટે બી.ટેક. (એગ્રી.એન્જી.) અભ્યાસક્રમ દ્વારા ઉજવળ તકો

Image
કારકીર્દી માર્ગદર્શન / વિજ્ઞાન પ્રવાહના “A” અને “AB” ગ્રુપના વિદ્યાર્થીઓ માટે બી.ટેક. (એગ્રી.એન્જી.) અભ્યાસક્રમ દ્વારા ઉજવળ તકો ✍️ નરેન્દ્રભાઈ દવે જુનાગઢ: જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ ખાતેની કૃષિ ઈજનેરી અને ટેકનોલજી કોલેજમાં વિજ્ઞાન પ્રવાહના “A” અને “AB” ગ્રુપના વિદ્યાર્થીઓ માટે બી.ટેક. (એગ્રી.એન્જી.) અભ્યાસનાં ક્ષેત્રે ઉજવળ તકો રહેલી છે. હાઈટેક ખેતી, જળ અને જમીન સંરક્ષણ, ફ્રુડ પ્રોસેસીંગ (કૃષિ પેદાશો- ઉપ પેદાશોની મુલ્ય વૃદ્ધી) કાર્યક્ષમ ખેતી ઓજારો, યંત્રો, ટેકટરનાં ઉપયોગ, જળ સ્ત્રાવ વિસ્તાર, વિકાસ, ગ્રીનહાઉસ ટેકનોલોજી જેવાં અગત્યનાં ક્ષેત્રોની વધી રહેલી અગત્યતાને લીધે કૃષિ ઈજનેરોની માંગ વધેલ છે.  બી.ટેક. (એગ્રી.એન્જી.) ડીગ્રી પ્રદાન કરતી રાજ્યની  કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજો ગુજરાતમાં જુનાગઢ, ગોધરા અને દેડીયાપાડા ખાતે આવેલી છે. જેમાં ત્રેણેય કોલેજ થઇ કુલ – ૧૮૭ સીટ ધરાવે છે. જે પૈકી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની જુનાગઢ કૃષિ ઈજનેરી અને ટેકનોલજી મહાવિદ્યાલય ખાતે ૯૦ સીટ (૭૨ ગુજરાત બોર્ડ + ૫ અન્ય બોર્ડ + ૧૩ આઈ.સી.એ.આર.) ધરાવે છે. આ અભ્યાસક્રમનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૯/૦૯/...

જૂનાગઢના આ બાળકે વડીલોની સેવા માટે અનોખો સંકલ્પ કરી તેને પરિપૂર્ણ કર્યો

Image
જૂનાગઢના આ બાળકે વડીલોની સેવા માટે અનોખો સંકલ્પ કરી તેને પરિપૂર્ણ કર્યો   ✍️ નરેન્દ્રભાઈ દવે જૂનાગઢ:   "સેવા પરમો ધર્મ" આ સૂત્રને પોતાના જીવનમાં ઉતારતાં તમે અનેક આદર્શ વ્યક્તિઓને જોયા હશે! પણ નાની ઉંમરથી જ જે તે વ્યક્તિનો હાથ સેવા તરફ વળે એવાં બહુ ઓછા દાખલા હશે! ત્યારે આજે એક એવા જ બાળક વિશે અને તેમના સેવાકાર્ય ( Social work)  વિશે વાત કરીશું ,  જે તમારા સૌ માટે અવશ્યથી પ્રેરણારૂપ બનશે. ડીઆઈજીપી ઓફીસ ( DIGP) - જૂનાગઢ ખાતે ફરજ બજાવતા મનિષાબેન ભરાડ તથા તેમના પુત્ર મૌલિક અવારનવાર ખાસ તહેવારો ,  વર્ષગાંઠ વગેરે દિવસોની ઉજવણી  ' અપનાઘર વૃદ્ધાશ્રમ ' ના વડીલો સાથે કરતા હોય છે. આ વર્ષે ગણપતિ ઉત્સવ વખતે મૌલિકએ સંકલ્પ કરેલ કે ,  ગણપતિ ઉત્સવ પૂર્ણ થયા બાદ ગણપતિ બાપા પાસે એકઠી થયેલ તમામ રકમ અપના ઘરના વડીલો સાથે ઉજવણી કરવામાં વાપરવી. મૌલિકને આવેલ આ વિચારને તેમની માતાએ વધાવી લીધો અને એ વિચારમાં એક નવીન પ્રયોગ પણ ઉમેર્યો. મૌલિક પોતે અવાર-નવાર અપનાઘર જતો હોય છે ,  ત્યારે અપનાઘરના વડીલો પણ મૌલિક પ્રત્યે વિશેષ પ્રેમ ધરાવતા હોવાથી પોતાના મિત્ર સર્કલને પણ તેમની સાથે આ...

ભરૂચ શહેરમાં પેસેન્જરને રીક્ષામાં બેસાડી રોકડ રકમ તથા મોબાઇલ ફોન ચોરી કરતી ભેજાબાજ ટોળકીને પકડી પાડી અનડિટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી ભરૂચ શહેર “એ” ડિવિઝન. પો.સ્ટે.ની ટીમ

Image
ભરૂચ શહેરમાં પેસેન્જરને રીક્ષામાં બેસાડી રોકડ રકમ તથા મોબાઇલ ફોન ચોરી કરતી ભેજાબાજ ટોળકીને પકડી પાડી અનડિટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી ભરૂચ શહેર “એ” ડિવિઝન. પો.સ્ટે.ની ટીમ   ✍️ મનિષ કંસારા ભરૂચ: ગત તા.૨૨/૦૯/૨૦૨૧ નાં રોજ ભરૂચ શહેરનાં શક્તિનાથ સર્કલ ખાતેથી ફરીયાદીને રીક્ષામાં બેસાડી ફરીયાદી નાં ખિસ્સામાંથી હાથ ચાલાકીથી રૂ.૭૦૦૦/- ની રકમ ચોરી કરી નાસી ગયેલ હોય જે બાબતે ભરૂચ શહેર “એ” ડિવિઝન પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવતાં તાજેતરમાં આવાં બનાવો બનવાનું પ્રમાણ વધવા પામેલ હોય જેથી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી સુચના મળતાં ભરૂચ વિભાગ, ભરૂય મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા નાઓ નાં માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર "એ" ડિવિઝન પો.સ્ટે. પો. ઇન્સ્પેક્ટર શ્રી એ.કે. ભરવાડ નાઓ ની સુચનાથી પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફનાં માણસોએ સદરહુ ગુનો ડિટેક્ટ કરવાં માટે "VISWAS" પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચમાં આવેલ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સના ...

“આઝાદી અમૃત મહોત્સવ” નાં ભાગરૂપે ભરૂચ જિલ્લામાં એક્ષ્પોર્ટર કોન્કલેવનું આયોજન

Image
 “આઝાદી અમૃત મહોત્સવ” નાં ભાગરૂપે  ભરૂચ જિલ્લામાં એક્ષ્પોર્ટર કોન્કલેવનું આયોજન  ✍️ મનિષ કંસારા ભરૂચઃ   “આઝાદી અમૃત મહોત્સવ” નાં ભાગરૂપે વાણિજ્ય મંત્રાલય ભારત સરકારનાં બરોડા ક્ષેત્રનાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભરૂચ ના સંયુક્ત ઉપક્રમે તા.૨૪-૦૯-૨૦૨૧ નાં રોજ ભરૂચ જિલ્લામાં એક્ષ્પોર્ટર કોન્કલેવનું આયોજન થયેલ છે. કોન્કલેવ અંતર્ગત વિવિધ વિષયો ઉપર વ્યાખ્યાનમાળા તેમજ પેનલ ડીસ્કસનનું પણ આયોજન હાથ ધરાયું છે. જે અંતર્ગત કેમીકલ એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલના રીજીયોનલ ડાયરેક્ટર શ્રી સન્મીતસીંઘ, સ્પે. ઈકોનોમિકઝોન-દહેજના ડેવેલપમેન્ટ કમિશનરશ્રી આર મુથ્થુરાજ અને કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઈન્ડીયાના ચીફ જનરલ મેનેજરશ્રી મધુકર રાઉત દ્વારા નિકાસકારોને માર્ગદર્શન આપવામાં આવશે.  વધુમાં જિલ્લાનાં ઉદ્યોગકારો અને એક્ષ્પોર્ટર હાઉસનાં પ્રતિનિધિઓ સાથે પેનલ ડીસ્કસનનું પણ આયોજન કરવામાં આવેલ છે.  સમગ્ર કાર્યક્રમનો ઉદ્દેશ ભરૂચ જિલ્લાનાં ઉદ્યોગકારોને નિકાસલક્ષી માહિતી મળી રહે તેમજ ભરૂચ જિલ્લાનાં વધુને વધુ ઉદ્યોગકારોને નિકાસ માટે પ્રેરિત કરવાનો છે. આ કાર્યક્રમન...

પોષણ અભિયાન હેઠળ માહે સપ્ટે-૨૦૨૧ દરમિયાન પોષણ માસની ઉજવણીનાં ભાગરૂપે ન્યુટ્રીકીટનું વિતરણ કરવામાં આવ્યું

Image
પોષણ અભિયાન હેઠળ માહે સપ્ટે-૨૦૨૧ દરમિયાન પોષણ માસની ઉજવણીનાં ભાગરૂપે   ન્યુટ્રીકીટનું વિતરણ કરવામાં આવ્યું ભરૂચ: ભારત સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માસની સાપ્તાહિક થીમ પર ઉજવણી કરવામાં આવે છે.    હાલમાં ચાલી રહેલ પોષણ માસનાં ત્રીજા સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે મધ્યમ ઓછા વજનવાળા બાળકો અને અતિઓછા વજનવાળા બાળકો, સગર્ભા અને ધાત્રીમાતાને ન્યુટ્રીકીટનું વિતરણ કરવાનું થાય છે.    જે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લાનાં આમોદ તાલુકાનાં આંગણવાડી કેન્દ્ર આમોદ-૬ પર પ્રોગ્રામ ઓફિસરશ્રી આઈ.સી.ડી.એસ. જિ.પં.ભરૂચ, ઈ.ચા.ડીસ્ટ્રીક્ટ કો-ઓર્ડીનેટર, નગરપાલિકાનાં સભ્યશ્રીઓ, આમોદ તાલુકાનાં બાળ વિકાસ યોજના અધિકારીશ્રીનાં હસ્તકે સગર્ભા, ધાત્રીમાતા, મધ્યમ ઓછા વજનવાળા બાળકો અને અતિઓછા વજનવાળા બાળકોને ન્યુટ્રીકીટ વિતરણ કરવામાં આવી. #gujaratnivacha 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

અંબાજી ભાદરવી પૂનમ સુખરૂપ સંપન્ન: મૉં અંબે સૌની મનોકામના પૂરી કરે- કલેકટરશ્રી આનંદ પટેલ

Image
અંબાજી ભાદરવી પૂનમ સુખરૂપ સંપન્ન: મૉં અંબે સૌની મનોકામના પૂરી કરે- કલેકટરશ્રી આનંદ પટેલ અંબાજી ચાચર ચોકમાં બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલનાં હસ્તે ભાદરવી પૂનમમાં સેવા આપનારા સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓનું વિશષ્ટ સન્માન કરાયું ✍️ ઠાકોરભાઈ ખત્રી         અંબાજી ભાદરવી પૂનમ સુખરૂપ સંપંન થઇ છે ત્યારે અંબાજી ચાચર ચોકમાં બનાસકાંઠા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલનાં હસ્તે ભાદરવી પૂનમમાં સેવા આપનારા સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિ ઓનું વિશષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.          આ પ્રસંગે કલેક્ટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, આધશકિતપીઠ અંબાજીમાં દર વર્ષે ૧ કરોડથી વધુ શ્રધ્ધાળુઓ માં અંબેના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ભાદરવી પૂર્ણિમા પ્રસંગે લાખો શ્રધ્ધાળુઓ અંબાજીમાં પધારે છે. લાખોની સંખ્યામાં માઈભકતો પદયાત્રા કરીને મૉં ના ચરણોમાં શીશ ઝુકાવીને પોતાનાં ગામમાં કે શેરી મહોલ્લામાં નવરાત્રિમાં મૉં ને પધારવા માટે આમંત્રણ આપવા આવે છે. જેથી ભાદરવી પૂર્ણિમા ઉત્સવનું એક વિશિષ્ટ અને અનેરું મહત્વ છે. તેમણે કહ્યું કે, હાલ...

કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય તાલીમનું આયોજન

Image
કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય તાલીમનું આયોજન  ✍️ નરેન્દ્રભાઈ દવે જુનાગઢ: જુનાગઢ કૃષિ યુનિવર્સીટી ની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી  મહાવિદ્યાલય ખાતે “એડવાન્સીસ ઇન વોટરશેડ પ્લાનિંગ, ડેવલોપમેન્ટ અને મેનેજમેન્ટ“ વિષય  ઉપર પાંચ દિવસીય તાલીમનું આઈ. સી. એ. આર. ના એન. એ. એચ. ઈ. પી. – આઈ ડી પી. અંતર્ગત તા. ૨૦/૦૯/૨૦૨૧  થી તા.૨૪/૦૯/૨૦૨૧ દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ વોટરશેડ માં જળ સંરક્ષણ ક્ષેત્રે વ્યૂહ રચનાઓ, ભૂગર્ભ જળ રિચાર્જ અને તેનું વ્યવસ્થાપન, વોટરશેડ માટે વનીકરણ સંલગ્ન વ્યૂહરચનાઓ, વગેરે જેવા વિષયો માં સ્નાતક વિદ્યાર્થીઓનું જ્ઞાન વધારવાનો છે.      આ તાલીમ નું ઉદ્ઘાટન જુનાગઢ કૃષિ યુનિવર્સીટી ના સંશોધન નિયામકશ્રી તેમજ આઈ. ડી. પી. યોજના ના પી.આઈ.  ડો. પી. એમ. ચૌહાણ દ્વારા કરવામાં આવેલ , તેમણે તેમના ઉદબોધન માં આ તાલીમ નું મહત્વ જણાવ્યું તેમજ આઈ. ડી. પી. યોજના અંતર્ગત યુનિવર્સીટીના અલગ અલગ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન યોજાયેલ વિવધ તાલીમો વિષે માહિતગાર કરેલ, તદુપરાંત આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ ને અંતર...

જુનાગઢ સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો સામાજીક પરિવર્તન એ સમાજની દિશાની પ્રગતિનું સુચન છે- ડો. નિતીન પેથાણી

Image
જુનાગઢ સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો સામાજીક પરિવર્તન એ સમાજની દિશાની પ્રગતિનું સુચન છે- ડો. નિતીન પેથાણી ✍️ નરેન્દ્રભાઈ દવે જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં વિવિધ કચેરીઓ, સંસ્થાઓ, સહકારી મંડળીઓ અને ઉદ્યોગગૃહોમાં નોકરી કરતા કર્મચારીઓ દ્વારા રચાયેલ શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા ગીરનાર પબ્લિક સ્કુલનાં મધ્યસ્થ ખંડમાં સમાજશ્રેષ્ઠીઓ અને પ્રબુદ્ધ નગરજનોની ઉપસ્થિતીમાં સરસ્વતિ સન્માન કાર્યક્રમ  યો યોજાઇ ગયો. આ સ્નેહમિલન કાર્યક્રમને દિપ પ્રાગટ્યથી ખુલ્લો મુકતાં કાર્યક્રમનાં અધ્યક્ષ અને સૈારાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો. નિતિન પેથાણીએ જણાવ્યું હતું કે સામાજીક પરિવર્તન એ સમાજની દિશાની પ્રગતિનું સુચન છે. સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે, અને તે દરેક સમાજમાં દરેક સમયે અપવાદ વગર જોવા મળે છે. જુદાં જુદાં સમાજમાં પરિવર્તનના કારણો જુદાં જુદાં હોઈ શકે છે  અને એ મુજબ તે  સમાજની ગતિ અને દિશા નક્કી થાય છે; પણ પરિવર્તન વગરનો કોઈ સમાજ જોવા મળતો નથી. સમાજનાં  લોકો પણ પરિવર્તન ઈચ્છતાં હોય છે, આથી કેટલાંક કિસ્સાઓમાં આયોજિત પ્રયાસો દ્વારા પરિવર્તન લાવ...