કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય તાલીમનું આયોજન

કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય તાલીમનું આયોજન

 ✍️ નરેન્દ્રભાઈ દવે
જુનાગઢ કૃષિ યુનિવર્સીટી ની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમ નાં આઈ.ડી.પી., આઈ. સી.એ.આર. અંતર્ગત “એડવાન્સીસ ઇન વોટરશેડ પ્લાનિંગ, ડેવલોપમેન્ટ અને મેનેજમેન્ટ“ વિષય ઉપર પાંચ દિવસીય તાલીમનું આયોજન તા. ૨૦/૦૯/૨૦૨૧  થી તા.૨૪/૦૯/૨૦૨૧ દરમિયાન કરવામાં આવેલ. આ તાલીમના મુખ્ય ઉદ્દેશ વોટરશેડ માં જળ સંરક્ષણ ક્ષેત્રે વ્યૂહ રચનાઓ, ભૂગર્ભ જળ રિચાર્જ અને તેનું વ્યવસ્થાપન, વોટરશેડ માટે વનીકરણ સંલગ્ન વ્યૂહરચનાઓ, સેટેલાઈટ, જીપીએસ, વિવિધ મોબાઈલ એપ્સ તેમજ ઈન્ટરનેટ પરની વિવિધ અદ્યતન ટેકનોલોજી અંગે તાલીમ આપવાનો હતો.
  આ તાલીમના સમાપન સમારોહમાં  ડો. પી. એમ. ચૌહાણ ,જુનાગઢ કૃષિ યુનિવર્સીટી નાં સંશોધન નિયામકશ્રી તેમજ આઈ. ડી. પી. યોજના નાં પી.આઈ હાજર રહી અને તેમણે તેમના ઉદ્બોધનમાં આ તાલીમમાં વિવિધ ક્ષેત્રનાં તજજ્ઞો દ્વારા આપવામાં આવેલ માહિતીનું મહત્વ જણાવ્યું તેમજ આઈ. ડી. પી. યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય તાલીમ માટે પ્રોત્સાહિત કરી અને યુનિવર્સીટી દ્વારા કરવામાં આવતાં  અંતરરાષ્ટ્રીય તાલીમ અંગેનાં સંનિષ્ઠ પ્રયત્નો વિષે વિસ્તૃત જાણકારી આપી અને વિદ્યાર્થીઓને  આંતરરાષ્ટ્રીય તાલીમ માટે વધુ માં વધુ પ્રયત્નશીલ બનવા માટે પ્રોત્સાહિત કરેલ. 
  આ તાલીમના સમાપન પ્રસંગે કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજમાંથી સ્નાતક થયેલ શ્રી ચિરાગ અમીન, આઈ.એફ.એસ. ડી. સી. એફ. મોરબી મુખ્ય અતિથિ તરીકે રૂબરૂ હાજર રહ્યાં અને તેમણે તેમનાં ઉદ્બોધનમાં ફોરેસ્ટ વિસ્તારમાં કરવામાં આવતાં વોટરશેડ ની વિવિધ પ્રવૃત્તિઓની રૂપરેખા આપેલ તેમજ કૃષિ ઇજનેરી પૂર્ણ કાર્ય બાદ વિવિધ ક્ષેત્રોમાં રહેલ નોકરી અને ઉદ્યોગ સાહસિક બનવા અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપેલ. 
  આ પ્રસંગે કૃષિ ઈજનેરી અને ટેક્નોલોજી મહાવિદ્યાલય નાં આચાર્ય અને ડીનશ્રી ડો. એન. કે. ગોન્ટીયાએ પ્રાસંગિક પ્રવચનમાં કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યોજવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લે તે અંગે પ્રોત્સાહિત કરેલ. 
  આ તાલીમના સમાપન કાર્યક્રમ માં ડો. કે. બી. ઝાલા, પ્રાધ્યાપક અને વડા, એફ. એમ. પી.ઈ. વિભાગ,  ડો. આર. એમ. સતાસિયા, પ્રાધ્યાપક અને વડા, આર.ઈ.ઈ. વિભાગ તેમજ ડો. વી. કે. ચાંદેગરા અને કોલેજના અન્ય પ્રાધ્યાપકો અને આ તાલીમ આપનાર તજજ્ઞો તેમજ અંદાજીત ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહેલ. 
આ તાલીમને સફળ બનાવવા ડૉ. પી. એમ. ચૌહાણ અને ડૉ. એન. કે. ગોન્ટીયા નાં માર્ગદર્શન હેઠળ જમીન અને જળ ઇજનેરી વિભાગનાં વિભાગીય વડા ડૉ. એચ. ડી. રાંક, ડો. એચ. વી. પરમાર, પ્રો. જી. ડી. ગોહિલ અને જમીન અને જળ ઇજનેરી વિભાગની ટીમે ભારે જેહમત ઉઠાવેલ.
#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ