પોષણ અભિયાન હેઠળ માહે સપ્ટે-૨૦૨૧ દરમિયાન પોષણ માસની ઉજવણીનાં ભાગરૂપે ન્યુટ્રીકીટનું વિતરણ કરવામાં આવ્યું
પોષણ અભિયાન હેઠળ માહે સપ્ટે-૨૦૨૧ દરમિયાન પોષણ માસની ઉજવણીનાં ભાગરૂપે
ન્યુટ્રીકીટનું વિતરણ કરવામાં આવ્યું
ભરૂચ: ભારત સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માસની સાપ્તાહિક થીમ પર ઉજવણી કરવામાં આવે છે.
હાલમાં ચાલી રહેલ પોષણ માસનાં ત્રીજા સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે મધ્યમ ઓછા વજનવાળા બાળકો અને અતિઓછા વજનવાળા બાળકો, સગર્ભા અને ધાત્રીમાતાને ન્યુટ્રીકીટનું વિતરણ કરવાનું થાય છે.
જે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લાનાં આમોદ તાલુકાનાં આંગણવાડી કેન્દ્ર આમોદ-૬ પર પ્રોગ્રામ ઓફિસરશ્રી આઈ.સી.ડી.એસ. જિ.પં.ભરૂચ, ઈ.ચા.ડીસ્ટ્રીક્ટ કો-ઓર્ડીનેટર, નગરપાલિકાનાં સભ્યશ્રીઓ, આમોદ તાલુકાનાં બાળ વિકાસ યોજના અધિકારીશ્રીનાં હસ્તકે સગર્ભા, ધાત્રીમાતા, મધ્યમ ઓછા વજનવાળા બાળકો અને અતિઓછા વજનવાળા બાળકોને ન્યુટ્રીકીટ વિતરણ કરવામાં આવી.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment