કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય તાલીમનું આયોજન

કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય તાલીમનું આયોજન

 ✍️ નરેન્દ્રભાઈ દવે

જુનાગઢ: જુનાગઢ કૃષિ યુનિવર્સીટી ની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી  મહાવિદ્યાલય ખાતે “એડવાન્સીસ ઇન વોટરશેડ પ્લાનિંગ, ડેવલોપમેન્ટ અને મેનેજમેન્ટ“ વિષય  ઉપર પાંચ દિવસીય તાલીમનું આઈ. સી. એ. આર. ના એન. એ. એચ. ઈ. પી. – આઈ ડી પી. અંતર્ગત તા. ૨૦/૦૯/૨૦૨૧  થી તા.૨૪/૦૯/૨૦૨૧ દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ વોટરશેડ માં જળ સંરક્ષણ ક્ષેત્રે વ્યૂહ રચનાઓ, ભૂગર્ભ જળ રિચાર્જ અને તેનું વ્યવસ્થાપન, વોટરશેડ માટે વનીકરણ સંલગ્ન વ્યૂહરચનાઓ, વગેરે જેવા વિષયો માં સ્નાતક વિદ્યાર્થીઓનું જ્ઞાન વધારવાનો છે. 

   આ તાલીમ નું ઉદ્ઘાટન જુનાગઢ કૃષિ યુનિવર્સીટી ના સંશોધન નિયામકશ્રી તેમજ આઈ. ડી. પી. યોજના ના પી.આઈ.  ડો. પી. એમ. ચૌહાણ દ્વારા કરવામાં આવેલ , તેમણે તેમના ઉદબોધન માં આ તાલીમ નું મહત્વ જણાવ્યું તેમજ આઈ. ડી. પી. યોજના અંતર્ગત યુનિવર્સીટીના અલગ અલગ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન યોજાયેલ વિવધ તાલીમો વિષે માહિતગાર કરેલ, તદુપરાંત આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ ને અંતરરાષ્ટ્રીય તાલીમ અંગેનું માર્ગદર્શન આપી અને પ્રોત્સાહિત કરેલ. તેમણે વોટરશેડ ડેવલોપમેન્ટ અને મેનેજમેન્ટ અંગે પણ વિદ્યાર્થીઓ ને માહિતગાર કરેલ. 

   આ તાલીમ ના ઉદ્ઘાટન પ્રસંગે ડો. પી. કે સિંઘ, આચાર્ય , કોલેજ ઓફ ટેકનોલોજી અને એન્જીનીયરીંગ, એમ.પી. એ. યુ.ટી., ઉદૈપુર  મુખ્ય અતિથી તરીકે ઓનલાઈન હાજર રહેલ અને તેમણે તેમના ઉદબોધન માં  વોટરશેડ માં કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ ની રૂપરેખા આપેલ તેમજ જળ સંરક્ષણ ક્ષેત્રે વ્યૂહ રચનાઓ અંગે વિદ્યાર્થીઓ ને વિસ્તૃત માહિતી આપેલ. 

   ગેસ્ટ ઓફ ઓનર તરીકે પ્રો. આર. બી. મારવિયા, ભૂતપૂર્વ એક્ષેક્યુટીવ ડાયરેક્ટ (એગ્રીકલ્ચર) સરદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડ, ગાંધીનગર હાજર રહેલ અને તેમણે તેમના ઉદબોધન માં પાણી ના મહત્વ વિષે રસપ્રદ માહિતી આપેલ. 

   આ પ્રસંગે કૃષિ ઈજનેરી અને ટેક મહાવિદ્યાલય ના આચાર્ય અને ડીનશ્રી તેમજ કો-પી.આઈ. (આઈ.ડી.પી.)      ડો. એન. કે. ગોન્ટીયાએ પ્રાસંગિક પ્રવચન માં વોટરશેડ ડેવલોપમેન્ટ નું મહત્વ તેમજ જમીન અને જળ સરંક્ષણ ક્ષેત્રે અત્યા-આધુનિક તકનીકો નો ઉપયોગ વિષે વિસ્તાર પૂર્વક માહિતી આપેલ.                                                          

   આ તાલીમ ના ઉદ્ધાટન કાર્યક્રમ માં આચાર્ય, કૃષિ મહાવિદ્યાલય ડો. એસ.જી. સાવલીયા, આચાર્ય અને ડીન, પશુપાલન મહાવિદ્યાલય ડો. પી. એચ. ટાંક, આચાર્ય અને ડીન પી.જી. એ. આઈ.બી.એમ. ડો. સી. ડી. લખલાણી નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિ ડો. વી. આર. માલમ, સહ સંશોધન નિયામકશ્રી ડો. પી. મોહનોત, , જળ અને જમીન ઇજનેરી વિભાગના વિભાગીય વડા અને આ તાલીમ ના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો. એચ. ડી. રાંક, નિયામકશ્રી આઈ. ટી. સેલ. ડો. કે. સી. પટેલ તેમજ વિવિધ વિભાગ ના વિભાગીય વડાશ્રીઓ, પ્રાધ્યાપકો, આ તાલીમ આપનાર તજજ્ઞો અને  અંદાજીત ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહેલ. 

આ તાલીમ તા. ૨૦/૦૯/૨૦૨૧  થી તા.૨૪/૦૯/૨૦૨૧ દરમ્યાન સવાર સાંજ ના બે સેશનમાં થવાની છે. જેમાં ઉપરોક્ત વિવધ વિષયો ના તજજ્ઞો દ્વારા  વોટરશેડ પ્લાનિંગ, ડેવલોપમેન્ટ અને મેનેજમેન્ટ અંગે સઘન માર્ગદર્શન આપવામાં આવશે. 

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Post a Comment

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"