ભરૂચ શહેરમાં પેસેન્જરને રીક્ષામાં બેસાડી રોકડ રકમ તથા મોબાઇલ ફોન ચોરી કરતી ભેજાબાજ ટોળકીને પકડી પાડી અનડિટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી ભરૂચ શહેર “એ” ડિવિઝન. પો.સ્ટે.ની ટીમ
✍️ મનિષ કંસારા
ભરૂચ: ગત તા.૨૨/૦૯/૨૦૨૧ નાં રોજ ભરૂચ શહેરનાં શક્તિનાથ સર્કલ ખાતેથી ફરીયાદીને રીક્ષામાં બેસાડી ફરીયાદી નાં ખિસ્સામાંથી હાથ ચાલાકીથી રૂ.૭૦૦૦/- ની રકમ ચોરી કરી નાસી ગયેલ હોય જે બાબતે ભરૂચ શહેર “એ” ડિવિઝન પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવતાં તાજેતરમાં આવાં બનાવો બનવાનું પ્રમાણ વધવા પામેલ હોય જેથી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી સુચના મળતાં ભરૂચ વિભાગ, ભરૂય મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા નાઓ નાં માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર "એ" ડિવિઝન પો.સ્ટે. પો. ઇન્સ્પેક્ટર શ્રી એ.કે. ભરવાડ નાઓ ની સુચનાથી પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફનાં માણસોએ સદરહુ ગુનો ડિટેક્ટ કરવાં માટે "VISWAS" પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચમાં આવેલ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સના આધારે સદરહુ ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો ડીટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીઓ:- (૧) બીલાલ મુસ્તાક પટેલ ઉં.વ.૩૫ રહે. બોરડી વિસ્તાર, બાપુનગર, અડાજણ રોડ, નવયુગ કોલેજ પાસે, સુરત (૨) ફારૂક લુકમાન સૈયદ ઉ.વ.૩૬ રહે. બિલ્ડીંગ નંબર-૩૦, રૂમ નંબર-૪, પાંજરાપોળ પાસે, ભેસ્તાન કોમ્પલેક્ષ આવાસ, સુરત. (૩) ઇનતેજાર નિશાર સૈયદ ઉ.વ.૨૬ રહે. બિલ્ડીંગ નંબર-૩૯, રૂમ નંબર-૧૨, પાંજરાપોળ પાસે, ભેસ્તાન કોમ્પલેક્ષ આવાસ, સુરત.
શોધી કાઢેલ ગુનાની વિગત:- અત્રેના ભરૂચ શહેર "એ" ડિવિઝન. પો.સ્ટે.ના ગુ.ર.નં. પાર્ટ-એ-૧૨૯૩/૨૦૨૧ IPC કલમ ૩૭૯,૧૧૪ મુજબનો ગુનો ડીટેક્ટ કરેલ છે.
આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ:- (૧) એક ઓટો રીક્ષા નંબર GJ-19-U-8333 જેની કિં.રૂ .૭૫,૦૦૦/- (૨) મોબાઇલ ફોન નંગ-૦૪ જેની કિં.રૂ.૨૦,૦૦૦/- (ર) રોકડા રૂપિયા ૭૦૦૦/- તમામ મળી કુલ રૂ. ૧,૦૨,૦૦૦/- નો મુદ્દામાલ
આરોપીઓની ગુનો કરવાની મોડસ ઓપરેન્ડી:- આ કામે પકડાયેલ ત્રણેય આરોપી રીક્ષામાં બેસી રહી પેસેન્જરને રીક્ષામાં વચ્ચેનાં ભાગે બેસાડી આગળ-પાછળ કરી હાથ ચાલાકી કરી પેસેન્જર નાં ખિસ્સામાંથી રોકડા રૂપિયા તથા મોબાઇલ ફોન ચોરી કરી પેસેન્જરને ગમે ત્યાં ઉતારી રીક્ષા લઈ નાસી જવાની એમ.ઓ. ધરાવે છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓનાં નામ:- પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.કે. ભરવાડ, અ.હે.કો. રાજેન્દ્રભાઈ નાથાભાઈ, જીતેન્દ્રભાઈ પ્રભાતભાઈ, પો.કો. જસવંતભાઈ ચંદુભાઈ, સરફરાજ મહેબુબ, પંકજભાઈ રમણભાઈ, કાનાભાઈ શામળાભાઈ, મહેશકુમાર પર્વતસિંહ, શક્તિસિંહ જીલુભા, અજયસિંહ અભેસિંહ, વિજયભાઈ ધનાભાઈ નાઓ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment