“આઝાદી અમૃત મહોત્સવ” નાં ભાગરૂપે ભરૂચ જિલ્લામાં એક્ષ્પોર્ટર કોન્કલેવનું આયોજન
✍️ મનિષ કંસારા
ભરૂચઃ “આઝાદી અમૃત મહોત્સવ” નાં ભાગરૂપે વાણિજ્ય મંત્રાલય ભારત સરકારનાં બરોડા ક્ષેત્રનાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભરૂચ ના સંયુક્ત ઉપક્રમે તા.૨૪-૦૯-૨૦૨૧ નાં રોજ ભરૂચ જિલ્લામાં એક્ષ્પોર્ટર કોન્કલેવનું આયોજન થયેલ છે. કોન્કલેવ અંતર્ગત વિવિધ વિષયો ઉપર વ્યાખ્યાનમાળા તેમજ પેનલ ડીસ્કસનનું પણ આયોજન હાથ ધરાયું છે. જે અંતર્ગત કેમીકલ એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલના રીજીયોનલ ડાયરેક્ટર શ્રી સન્મીતસીંઘ, સ્પે. ઈકોનોમિકઝોન-દહેજના ડેવેલપમેન્ટ કમિશનરશ્રી આર મુથ્થુરાજ અને કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઈન્ડીયાના ચીફ જનરલ મેનેજરશ્રી મધુકર રાઉત દ્વારા નિકાસકારોને માર્ગદર્શન આપવામાં આવશે.
વધુમાં જિલ્લાનાં ઉદ્યોગકારો અને એક્ષ્પોર્ટર હાઉસનાં પ્રતિનિધિઓ સાથે પેનલ ડીસ્કસનનું પણ આયોજન કરવામાં આવેલ છે.
સમગ્ર કાર્યક્રમનો ઉદ્દેશ ભરૂચ જિલ્લાનાં ઉદ્યોગકારોને નિકાસલક્ષી માહિતી મળી રહે તેમજ ભરૂચ જિલ્લાનાં વધુને વધુ ઉદ્યોગકારોને નિકાસ માટે પ્રેરિત કરવાનો છે. આ કાર્યક્રમનું આયોજન તા.૨૪-૦૯-૨૦૨૧ નાં રોજ બપોરે ૦૨:૦૦ કલાકે કોન્ફરન્સ હોલ, ઈન્ડસ્ટ્રીઝ એસોશીએશન અંકલેશ્વર જિ.ભરૂચ ખાતે રાખવામાં આવેલ છે જેનો લાભ લઈ કાર્યક્રમમાં ભાગ લેવા નાયબ ઉદ્યોગ કમિશ્નર અને જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભરૂચે એક યાદીમાં જણાવ્યું છે.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment