આઈ.સી.ડી.એસ. શાખા મ.ન.પા. જૂનાગઢ દ્વારા પોષણ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન
આઈ.સી.ડી.એસ. શાખા મ.ન.પા. જૂનાગઢ દ્વારા પોષણ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન
✍️ નરેન્દ્રભાઈ દવે
હાલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, આઈ.સી.ડી.એસ. દ્વારા પોષણ માહ સપ્ટેમ્બર-૨૦૨૧ ની ઉજવણી કરાઈ રહી છે. આજરોજ સદર પોષણ માસ ની ઉજવણી અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા, મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા કમિશનરશ્રી, તથા પ્રોગ્રામ ઓફીસરશ્રી ના માગૅદશૅન હેઠળ શાંતેશ્વર સેજા ખાતે ન્યુટ્રિ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત અતિ અને મધ્ય કુપોષિત બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને ખજૂર, કઠોળ તેમજ લાડુની બનેલી ન્યુટ્રિ કિટનું વિતરણ કરવામાં આવેલ. હિન્દૂ યુવા વાહીની, ગુજરાત પ્રદેશ દ્વારા જૂનાગઢ મ.ન.પા.મા નોંધાયેલ 116 અતિ કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવેલ તેમજ આ બાળકો માટે ઘી, ખજૂર અને પ્રોટીન પાઉડર નાં ડબ્બાનું વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે વાનગી નિદર્શન પણ કરવામાં આવેલ જેમાં આંગણવાડી ખાતેથી વિતરણ થતા બાલ શક્તિ, માતૃ શક્તિ અને પૂર્ણા શક્તિ ટી.એચ.આર. માંથી અવનવી વાનગી બનાવી લોકો તેનો નિયમિત ઉપયોગ કરે એ માટે પ્રચાર પ્રસાર કરવામાં આવેલ.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment