જુનાગઢ સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો સામાજીક પરિવર્તન એ સમાજની દિશાની પ્રગતિનું સુચન છે- ડો. નિતીન પેથાણી

જુનાગઢ સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો
સામાજીક પરિવર્તન એ સમાજની દિશાની પ્રગતિનું સુચન છે- ડો. નિતીન પેથાણી

✍️ નરેન્દ્રભાઈ દવે

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં વિવિધ કચેરીઓ, સંસ્થાઓ, સહકારી મંડળીઓ અને ઉદ્યોગગૃહોમાં નોકરી કરતા કર્મચારીઓ દ્વારા રચાયેલ શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા ગીરનાર પબ્લિક સ્કુલનાં મધ્યસ્થ ખંડમાં સમાજશ્રેષ્ઠીઓ અને પ્રબુદ્ધ નગરજનોની ઉપસ્થિતીમાં સરસ્વતિ સન્માન કાર્યક્રમ  યો યોજાઇ ગયો. આ સ્નેહમિલન કાર્યક્રમને દિપ પ્રાગટ્યથી ખુલ્લો મુકતાં કાર્યક્રમનાં અધ્યક્ષ અને સૈારાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો. નિતિન પેથાણીએ જણાવ્યું હતું કે સામાજીક પરિવર્તન એ સમાજની દિશાની પ્રગતિનું સુચન છે. સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે, અને તે દરેક સમાજમાં દરેક સમયે અપવાદ વગર જોવા મળે છે. જુદાં જુદાં સમાજમાં પરિવર્તનના કારણો જુદાં જુદાં હોઈ શકે છે  અને એ મુજબ તે  સમાજની ગતિ અને દિશા નક્કી થાય છે; પણ પરિવર્તન વગરનો કોઈ સમાજ જોવા મળતો નથી. સમાજનાં  લોકો પણ પરિવર્તન ઈચ્છતાં હોય છે, આથી કેટલાંક કિસ્સાઓમાં આયોજિત પ્રયાસો દ્વારા પરિવર્તન લાવવામાં આવે છે આજે શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળનાં સભ્યો સમાજહિતની પ્રવૃત્તિ અંતર્ગત સમાજ શ્રેષ્ઠીઓ ને સાથે જોડી તેજસ્વી તારલાઓનું સન્માન, નિવૃત્ત કર્મચારી-અધિકારીઓનું બહુમાન અને વિશિષ્ટ પ્રતિભાવંત વ્યક્તિઓને સન્માનવાના ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત એકત્રિત થયાં એ જ સુચવે છે કે સમાજને સાચી દિશા અને યોગ્ય માર્ગદર્શન મળશે તો આર્થિક અને સામાજીક ઉન્નમુલન અવશ્ય થશે.

        જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પક્ષનાં જિલ્લા પ્રમુખશ્રી કીરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે નોકરી કરતાં કરતાં પણ સમાજની સેવા કરી શકાય છે. તેવા ઉમદા ભાવ સાથે લોક કલ્યાણનો અભિગમ રાખી સરકારશ્રી ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાનાં અંત્યોદય પરીવાર સુધી પહોંચતા થાય તે જ ખરી સેવા છે. શ્રી કિરીટભાઈ એ  શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળની પરાયણતા ને બિરદાવી સરકાર દ્વારા જ્યાં જરુર હશે ત્યાં સાથે રહેવાની ખાત્રી ઉચ્ચારી હતી. 

         વિજવિભાગનાં વરિષ્ઠ અધિકારી શ્રી પી. એચ. માવાણીએ જણાવ્યું હતું કે આજે માહિતી અને તકનીકી નો યુગ આવ્યો છે. પ્રત્યેક વાલીએ પોતાનાં બાળકને ઢાંચાગત અભ્યાસ કરાવવાને બદલે આવનારાં સમયની જરૂરિયાતોને સમજીને ટેકનોલોજી આધારિત જ્ઞાનનું અભ્યાસમાં જોડાણ કરે આવું શિક્ષણ પ્રાપ્ત યુવાનને રોજગારીની તકો મેળવવામાં ઉપયોગી થાય છે. 

         જૂનાગઢ જિલ્લા એકમ શ્રી સરદાર ધામનાં ટ્રસ્ટી જયંતીભાઈ વઘાસિયાએ કન્યા કેળવણી પર ભાર મુકતાં જણાવ્યું હતુંકે આજ ની દીકરીઓએ ઘણું બધું સમજવાની જરૂર છે. આજે દીકરીઓ ઉચ્ચ શિક્ષણ હાંસલ કરે છે પણ સાથે સાથે ખેતીથી વિમુક્ત વિચારને પણ સહજ રીતે સ્વીકારી લે છે જે આપણી ખેતી સાથેની ઓળખ ગુમાવવા તરફ આપણે આગળ વધી રહ્યાં છીએ. ખેડુતોએ કમાણીને યોગ્ય રીતે વાપરી અને સમાજ હિતની સાથે કુટુંબની પણ આર્થિક ઉન્નતિ થાય તે દિશામાં હવે વિચારવાની તક ઊભી કરવી જોઈએ.

          કર્મચારી મંડળનાં યુવાનોને સૂચન કરતાં શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશનનાં ચેરમેન શ્રી જે.કે. ઠેશીયાએ જણાવ્યું કે અલગ-અલગ સમિતિઓની રચના કરી સમાજને કેમ ઉપયોગી થઈ શકાય તે દિશામાં કર્મચારી મંડળનાં સભ્યોએ વિચારવું જોઈએ. દર મહિને પ્રબુદ્ધ નાગરિકોનું એક સંમેલન યોજી અને ચિંતન કરી અને સમાજ હિતની ખેવના કરવાં માટે આગળ આવી શકાય, આમ ઠેશિયાએ સમાજને આર્થિક અને સામાજિક ઉન્નતિ નાં દ્વાર સુધી લઈ જવા માટે વિધ્યાત્મક સૂચનો કર્યાં હતાં.

         આ પ્રસંગે ગુજરાત હાઉસીંગ ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન અને અગ્રણી તબીબી ડો. દેવરાજભાઈ ચિખલીયાએ જણાવ્યું હતું કે કોરોનાં જેવી મહામારી સામે લડત આપવા દો-ગજ દુરી માસ્ક હૈ જરુરીની વિભાવના સમજાવી સરકારશ્રીની માર્ગદર્શિકા ને અનુસરી સોશ્યલ ડીસ્ટન્સને જાળવવા અનુરોધ કર્યો હતો. સમાજનાં આર્થિક નબળા પરિવારોનું ઉન્નમુલન કઇ રીતે કરી શકાય તે દિશામાં સૌએ મંથન કરવાની જરૂર છે એમ જણાવ્યું હતું.

           કાર્યક્રમનાં પ્રારંભે શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળનાં પ્રમુખશ્રી હરેશભાઈ વઘાસિયાએ આમંત્રિત અતિથિઓને શબ્દ સુમનથી આવકારી મંડળની પ્રવૃત્તિઓ ની રૂપરેખા આપતાં જણાવ્યું કે મંડળ દ્વારા સમાજોત્કર્ષ, કન્યા કેળવણી, સાંસ્કૃતિક, સેવાકીય અને વિદ્યાભ્યાસ લક્ષી બાબતોને આવરી લઈ સમાજહિતની ખેવના કરવામાં આવે છે. મંડળ દ્વારા પ્રતિ વર્ષ લોકશાહી ઢબે નવાં હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવે છે, આપી કાર્યક્રમનાં અંતે મંડળનાં સભ્ય અશ્વિનભાઈ પટેલે આભારદર્શન કર્યું હતું

            કાર્યક્રમમાં  બગસરાથી જેન્તીભભાઈ માલવીયા અને અનિલભાઈ વેકરીયા, જૂનાગઢથી એડવોકેટશ્રી મુકેશભાઈ ભંડેરી, હરસુખભાઈ ઢોલરીયા, ડો. કુમનભાઈ ખુંટ, ડો. અમૃતભાઈ પારખીયા, અમિતભાઈ ઠુમર, ગાંડુભાઈ ઠેશીયા, ભરતભાઈ પાનસુરીયા, પ્રવિણભાઈ અકબરી, ચુનીભાઈ રાખોલીયા, વિનુભાઈ અમીપરા, રમણીકભાઈ હીરપરા, પરેશભાઈ ડોબરીયા, ભાવેશભાઈ વેકરીયા, ડો. મગન ત્રાડા, નટુભાઈ પટોળીયા, જયેશભાઈ ધોરાજીયા, કુસુમબેન અકબરી, ઈજનેરશ્રી પી.પી. વોરા, ખોડલધામ સમાધાન પંચનાં નયનાબેન વઘાસિયા, કીશોર સાંગાણી, ડો. અતુલ ઠેશીયા, ડો. નિકુંજ ઠુમર, ડો. ભરત ઝાલાવડીયા, ડો. નૈનેશ ઝાલાવડીયા, અલ્પેશભાઈ વેકરીયા, સહિત મહાનુભાવો આગેવાનો અને કેળવણીકારોએ ઊપસ્થિત રહી શુભેચ્છા પાઠવી સમાજોત્કર્ષની  કામગીરીમાં સહાયભુત બનવાની ખાતરી આપી હતી. 

        કાર્યક્રમને સફળ બનાવવાં  કર્મચારી મંડળનાં ઉપપ્રમુખશ્રી સંજય અકબરી, મંત્રીશ્રી જેન્તીભાઈ કાછડીયા, જમનભાઈ સુખડીયા, બાબુભાઈ ડોબરીયા, પ્રકાશભાઈ ભંગડીયા, બાબુભાઈ કાપડીયા, જેન્તીભાઈ વસોયા, અરવિંદભાઈ ઈ. ગજેરા, પ્રવિણભાઈ ચોથાણી, પ્રવિણભાઈ ગજેરા, કપીલભાઈ સુદાણી, જીગ્નેશભાઈ દુધાત્રા, મનસુખભાઈ શેખડા, કીશોરભાઈ ધડુક, શૈલેષભાઈ ભુવા, ડી.કે.સભાડીયા, જયેશભાઈ સાવલીયાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ધીરૂભાઈ દોમડીયાએ સંભાળ્યું હતું.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ