કારકીર્દી માર્ગદર્શન / વિજ્ઞાન પ્રવાહના “A” અને “AB” ગ્રુપના વિદ્યાર્થીઓ માટે બી.ટેક. (એગ્રી.એન્જી.) અભ્યાસક્રમ દ્વારા ઉજવળ તકો
✍️ નરેન્દ્રભાઈ દવે
જુનાગઢ: જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ ખાતેની કૃષિ ઈજનેરી અને ટેકનોલજી કોલેજમાં વિજ્ઞાન પ્રવાહના “A” અને “AB” ગ્રુપના વિદ્યાર્થીઓ માટે બી.ટેક. (એગ્રી.એન્જી.) અભ્યાસનાં ક્ષેત્રે ઉજવળ તકો રહેલી છે. હાઈટેક ખેતી, જળ અને જમીન સંરક્ષણ, ફ્રુડ પ્રોસેસીંગ (કૃષિ પેદાશો- ઉપ પેદાશોની મુલ્ય વૃદ્ધી) કાર્યક્ષમ ખેતી ઓજારો, યંત્રો, ટેકટરનાં ઉપયોગ, જળ સ્ત્રાવ વિસ્તાર, વિકાસ, ગ્રીનહાઉસ ટેકનોલોજી જેવાં અગત્યનાં ક્ષેત્રોની વધી રહેલી અગત્યતાને લીધે કૃષિ ઈજનેરોની માંગ વધેલ છે. બી.ટેક. (એગ્રી.એન્જી.) ડીગ્રી પ્રદાન કરતી રાજ્યની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજો ગુજરાતમાં જુનાગઢ, ગોધરા અને દેડીયાપાડા ખાતે આવેલી છે. જેમાં ત્રેણેય કોલેજ થઇ કુલ – ૧૮૭ સીટ ધરાવે છે. જે પૈકી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની જુનાગઢ કૃષિ ઈજનેરી અને ટેકનોલજી મહાવિદ્યાલય ખાતે ૯૦ સીટ (૭૨ ગુજરાત બોર્ડ + ૫ અન્ય બોર્ડ + ૧૩ આઈ.સી.એ.આર.) ધરાવે છે. આ અભ્યાસક્રમનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૯/૦૯/૨૦૨૧ છે અને તે અમારી વેબસાઈટ www.gsauca.in પર ઉપલબ્ધ ( http://a.gsauca.in ) રહેશે.
કૃષિ ઈજનેરી વિદ્યાશાખાનાં બી.ટેક. (એગ્રી.એન્જી.) ડીગ્રી અભ્યાસક્રમમાં મુખ્ય ઈજનેરી ક્ષેત્રો જેવા કે, મીકેનીકલ ઈજનેરી, સિવિલ ઈજનેરી, ઇલેક્ટ્રિકલ ઈજનેરી વગેરે ને લગતાં વિષયોનાં થીયરી અને પ્રેક્ટીકલ અંગેનું જ્ઞાન આપવામાં આવે છે. આ ઉપરાંત કૃષિ ઈજનેરીનાં વિશિષ્ટ ક્ષેત્રો જેવા કે સોઇલ અને વોટર સંરક્ષણ ઈજનેરી, ફાર્મ મશીનરી અને પાવર ઈજનેરી, પ્રોસેસીંગ અને ફ્રુડ ઈજનેરી, તથા રીન્યુએબલ એનર્જી ઈજનેરીને લગતાં જુદા-જુદા વિષયોનું તેમજ ઈન્ટરનેટ સહીત કોમ્પ્યુટરનું જ્ઞાન આપવામાં આવે છે. સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન કુલ-૧૮૨ ક્રેડીટ અવર્સનું શિક્ષણ આપવામાં આવે છે. વધુમાં આ અભ્યાસક્રમ દરમિયાન ત્રીજા અને ચોથા વર્ષનાં ઉનાળાનાં વેકેશન દરમિયાન ફાર્મ મશીનરી અને ટ્રેક્ટર્સ તથા જમીન અને જળ સંરક્ષણ, એગ્રો પ્રોસેસીંગ, રીન્યુએબલ એનર્જી વગેરે અંગે વિદ્યાર્થીઓને ગુજરાત તેમજ જુદા-જુદા રાજ્યોમાં આ અંગેની સંસ્થાઓમાં મોકલીને પ્રેક્ટીકલ ટ્રેનીંગ આપવામાં આવે છે. તદ્ઉપરાંત છેલ્લાં સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓને ચાર મહિના માટે કૃષિ ક્ષેત્રે અલગ-અલગ ઔંધોગીક/સંસ્થામાં પ્રેક્ટીકલ ટ્રેનીંગ માટે મોકલવામાં આવે છે. વધુમાં રાજ્ય તેમજ રાજ્ય બહાર સંલગ્ન ઔંધોગીક તથા શૈક્ષણિક કેન્દ્રની મુલાકાત માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. આધુનિક શિક્ષણ બનાવવાં માટે આ કોલેજમાં નવી લેબોરેટરી, ઓડિયો વિઝ્યુઅલ એડ્સ, ઈ-ક્લાસરૂમ, સીસીટીવી કેમેરા અને શિક્ષણ માટે નવી સુવિધાઓ વિકસાવવામાં આવેલ છે.
બી.ટેક. (એગ્રી.એન્જી.) અભ્યાસક્રમને એ.આઈ.સી.ટી.ઈ., નવી દિલ્હી; આઈ.સી.એ.આર. નવી દિલ્હી દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ છે. વધુમાં GHRDC-CSR દ્વારા વર્ષ ૨૦૨૧ માં નિરમા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી પછી કોલેજે ગુજરાતમાં ૨-જુ સ્થાન અને સમગ્ર ભારતની આઉટસ્ટેન્ડિંગ એન્જીનીયરીંગ ઓફ એક્સલન્સમાં ૫-મુ અને સમગ્ર ભારતની કોલેજની કેટેગરીમાં ૪૫-મુ સ્થાન મેળવેલ છે.
ઉપર જણાવેલ કોલેજ દ્વારા બી.ટેક. (એગ્રી.એન્જી.) અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ થાય તે હેતુસર રમત-ગમત માટે કેમ્પસ માં સુંદર મેદાન તથા જીમખાના ઇન્દોર ગેમની સગવડ ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય તેમજ વ્યક્તિગત ચારિત્ર ઘડતર માટે રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓની યાંત્રિક શક્તિના વિકાસ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. જુનાગઢનાં મોતીબાગની અંદર નૈસર્ગિક વાતાવરણમાં ગર્લ્સ/બોયઝ વિદ્યાર્થીઓ માટે અલગ હોસ્ટેલની સુવિધા નજીવા દરે ફી સાથે ઉપલબ્ધ છે. બહેનોને હોસ્ટેલ ફી તેમજ શિક્ષણ ફી માંથી મુક્તિ આપવામાં આવે છે. તેમજ નિયમોનુસાર ફેલોશીપ પણ આપવામાં આવે છે.
કોલેજ ખાતે છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ઈન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવે છે. કૃષિ ક્ષેત્રને લગતી કંપનીઓ જેવી કે, ટાફે ટ્રેક્ટર્સ પ્રા. લી., મહિન્દ્રા, કેપ્ટન, સોનાલીકા, જૈન, નેટાફીમ, ભૂમિ ઈરીગેસન, આઇડોલ, પોલીસીલ, HDFC BANK, VST, મેકકેઈન્સ, ન્યુ ટેક વિસ્તાર, તીર્થ એગ્રો વગેરેમાં લગભગ બધા ઈચ્છીત વિદ્યાર્થીઓએ નોકરી મેળવેલ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ સારા ઉધોગ સાહસિક બને તે માટે કૌશલ્ય વિકાસ થાય તેવું શિક્ષણ અપાય છે.
આ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓનાં ઉજવળ તકો મળવાની સંભાવના રહેલી છે.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment