જૂનાગઢના આ બાળકે વડીલોની સેવા માટે અનોખો સંકલ્પ કરી તેને પરિપૂર્ણ કર્યો
✍️ નરેન્દ્રભાઈ દવે
જૂનાગઢ: "સેવા પરમો ધર્મ" આ સૂત્રને પોતાના જીવનમાં ઉતારતાં તમે અનેક આદર્શ વ્યક્તિઓને જોયા હશે! પણ નાની ઉંમરથી જ જે તે વ્યક્તિનો હાથ સેવા તરફ વળે એવાં બહુ ઓછા દાખલા હશે! ત્યારે આજે એક એવા જ બાળક વિશે અને તેમના સેવાકાર્ય (Social work) વિશે વાત કરીશું, જે તમારા સૌ માટે અવશ્યથી પ્રેરણારૂપ બનશે.
ડીઆઈજીપી ઓફીસ (DIGP) -જૂનાગઢ ખાતે ફરજ બજાવતા મનિષાબેન ભરાડ તથા તેમના પુત્ર મૌલિક અવારનવાર ખાસ તહેવારો, વર્ષગાંઠ વગેરે દિવસોની ઉજવણી 'અપનાઘર વૃદ્ધાશ્રમ'ના વડીલો સાથે કરતા હોય છે. આ વર્ષે ગણપતિ ઉત્સવ વખતે મૌલિકએ સંકલ્પ કરેલ કે, ગણપતિ ઉત્સવ પૂર્ણ થયા બાદ ગણપતિ બાપા પાસે એકઠી થયેલ તમામ રકમ અપના ઘરના વડીલો સાથે ઉજવણી કરવામાં વાપરવી. મૌલિકને આવેલ આ વિચારને તેમની માતાએ વધાવી લીધો અને એ વિચારમાં એક નવીન પ્રયોગ પણ ઉમેર્યો.
મૌલિક પોતે અવાર-નવાર અપનાઘર જતો હોય છે, ત્યારે અપનાઘરના વડીલો પણ મૌલિક પ્રત્યે વિશેષ પ્રેમ ધરાવતા હોવાથી પોતાના મિત્ર સર્કલને પણ તેમની સાથે આવવા જણાવ્યું, ત્યારે તેમના મિત્રોમાં નમન, અક્ષર, પરીક્ષિત, અંજલિ, વિશ્વા, નેહલ સર્વે પણ આ કાર્યમાં જોડાયા. તમામ મિત્રો પોતાના વાલી સાથે અપનાઘર વૃદ્ધાશ્રમ ખાતે હાજર રહ્યાં. ચોમાસાના સમયના વડીલો સાથે ગરમાગરમ નાસ્તો કર્યો અને બધા અંત્યવાસીઓ સાથે સમય વીતાવીને બહુ બધા આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment