રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ
રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી ગામડાઓના સમૃદ્ધિના દ્વાર ખોલવા દેશની લીડ ગુજરાતે લીધી છે – રાજ્યમંત્રી મનિષ કંસારા ભરૂચ: સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) અને લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન નાં રાજ્યકક્ષાનાં મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૂદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે સહકાર સમીક્ષાની બેઠક ભરૂચ ડિસ્ટ્રિક બેંકનાં હોલ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા નિર્મિત સહકાર થી સમૃદ્ધિ અંતર્ગત બનાવાયેલી ફિલ્મ ઉપસ્થિત આગેવાનો સૌએ નિહાળી હતી. બેઠકનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રિય મંત્રી અમિતભાઈ શાહનાં ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી મજબૂત બનાવવાનાં ધ્યેયને પૂર્ણ કરવાનો છે એમ જણાવતા રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, દરેક સહકારી સંસ્થાઓનાં અને તેમના સભ્યોનાં ખાતાઓ પેક્સ (પ્રા...