ભગવાન સોમનાથ મહાદેવને આજે જગન્નાથજી શૃંગાર
ભગવાન સોમનાથ મહાદેવને આજે જગન્નાથજી શૃંગાર
વિવિધ પુષ્પો, બિલ્વપત્રો, ફુલહાર સાથે સોમનાથ મહાદેવનાં દર્શન કરી ભક્તો ધન્ય બન્યા
ગુજરાત ની વાચા
મનિષ કંસારા
સોમનાથ: અષાઢી બીજ નિમિત્તે સોમનાથ મહાદેવને વિશેષ જગન્નાથ શૃંગાર કરાયો. વર્ષમાં માત્ર અષાઢી બીજ નિમિત્તે આ વિશેષ શૃંગાર કરવામાં આવે છે, આ શૃંગાર પુજારીઓ દ્વારા ત્રણ કલાક જેટલા સમયમાં પુષ્પો બિલ્વપત્રો સહિતની સામગ્રી દ્વારા તૈયાર કરવામાં આવેલ.
મહાભારત નાં ઉલ્લેખ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણને પ્રભાસમાં સોમનાથ યાત્રા પ્રિય હતી, ભગવાન શ્રીકૃષ્ણ એ વૈકુંઠ પ્રયાણ માટે દેહોત્સર્ગ ગોલોકધામ ખાતેથી કરેલ. ભગવાન શિવ પરમ વૈષ્ણવ છે, અને ભગવાન શ્રીકૃષ્ણ એ પરમ શિવ ભક્ત છે, વેદોમાં કહેવાયુ છે, કે “शिवस्य हृदयं विष्णुं विष्णोश्च हृदयं शिवः || ” ભગવાન શિવનાં હૃદયમાં ભગવાન વિષ્ણુ છે, અને ભગવાન વિષ્ણુનાં હૃદયમાં ભગવાન શિવ સદૈવ બિરાજમાન છે. અને બંને સ્વરૂપ અલૌકિક બંધનથી જોડાયેલા છે. આજે અલૌકીક દર્શન સાથે સોમનાથ પરિસરમાં જય સોમનાથ જય જગન્નાથ નો નાદ ગુંજી ઉઠ્યો હતો.
#gujaratnivacha
Gmail : gujaratnivaacha@gmail.com
Gmail : kansaramanish4@gmail.com
🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏
Comments
Post a Comment