ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષનો અત્યાર સુધી સરેરાશ ૨૩૧.૬૭ મી.મી. વરસાદ નોંધાયો
ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષનો અત્યાર સુધી સરેરાશ ૨૩૧.૬૭ મી.મી. વરસાદ નોંધાયો
જિલ્લામાં સૌથી વધુ નેત્રંગમાં ૩૯૨ મી.મી.વરસાદ નોંધાયો
ગુજરાત ની વાચા
મનિષ કંસારા
ભરૂચ: ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ભરૂચ જિલ્લાનાં ૯ તાલુકામાં અત્યાર સુધીનો સરેરાશ ૨૩૧.૬૭ મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નેત્રંગ તાલુકામાં ૩૯૨ મી.મી.વરસાદ નોંધાયો છે.
છેલ્લા થોડા દિવસોથી ભરૂચ જિલ્લામાં મેઘ મહેર થઇ રહી છે. જેમાં અત્યાર સુધીનાં વરસાદનાં આંકડા જોઇએ તો, જંબુસર માં ૮૯ મી.મી., આમોદ માં ૯૭ મી.મી., વાગરા માં ૨૧૭ મી.મી., ભરૂચ માં ૨૬૪ મી.મી., ઝઘડિયા માં ૧૬૩ મી.મી., અંક્લેશ્વર માં ૨૭૯ મી.મી., હાંસોટ માં ૩૦૮ મી.મી., વાલીયા માં ૨૭૬ મી.મી. અને નેત્રંગ તાલુકામાં ૩૯૨ મી.મી. વરસાદ નોંધાયો છે.
આમ, જિલ્લામાં અત્યાર સુધી કુલ સરેરાશ ૨૩૧.૬૭ મી.મી. વરસાદ પડ્યો છે. આ મોસમનાં કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં ૩૯૨ મી.મી. નોંધાયો છે. જ્યારે જંબુસર તાલુકામાં સૌથી ઓછો ૮૯ મી.મી. વરસાદ નોંધાયો છે.
#gujaratnivacha
Gmail : kansaramanish4@gmail.com
Gmail : gujaratnivaacha@gmail.com
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
Comments
Post a Comment