જન શિક્ષણ સંસ્થાન ભરૂચની ૩૫મી બોર્ડ મીટીંગ મળી. સ્કીલ ડેવલોપમેન્ટ કાર્યક્રમની સમીક્ષા કરાઈ.
જન શિક્ષણ સંસ્થાન ભરૂચની ૩૫મી બોર્ડ મીટીંગ મળી
સ્કીલ ડેવલોપમેન્ટ કાર્યક્રમની સમીક્ષા કરાઈ
ગુજરાત ની વાચા
મનિષ કંસારા
ભરૂચ: ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આગામી ત્રણ વર્ષ માટે પુન: નિયુકત થયેલ સમિતિની પ્રથમ અને સળંગ ૩૫મી બેઠક બી.ડી.એમ.એ. કમિટીરૂમ ૭એક્સ, કોલેજ રોડ, ભરૂચ ખાતે આયોજીત કરાઈ હતી. એડવોકેટ ફીરદોશબેન મન્સુરી નાં અધ્યક્ષ પદે આયોજીત આ બેઠકમાં ગાંધીનગરથી રામકુમાર આ. સી. ડાયરેક્ટર આર.ડી.એસ.ડી. તેમજ અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નિયામક અને સભ્ય સચિવ ઝયનુલ સૈયદે ઉપસ્થિત સૌને આવકારી સરકારની ગાઈડ લાઈન મુજબ થઈ રહેલ કામગીરીની વિગતો રજુ કરી હતી. અને ચાલુ નાણાંકીય વર્ષમાં ભારત સરકાર દ્વારા મળેલ સુચના અને માર્ગદર્શન મુજબ જિલ્લાનાં તાલીમાર્થીઓને સ્કીલ ઈન્ડીયા પોર્ટલ પર ઈ-કેવાયસી સાથે નોંધણી કરી તાલીમ કાર્યક્રમો ગોઠવવા નક્કી કરાયું છે. તેમજ સંસ્થાન દ્વારા ગત નાણાંકીય વર્ષમાં થયેલ કામગીરીની સમીક્ષા કરાઈ હતી અને સભ્યોએ પ્રેસનટેશન નાં માધ્યમથી તમામ કામગીરીની નોંધ લઈ જે.એસ.એસ. ટીમની પ્રશંસા કરી હતી. સવિશેષ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી નાં પ્રયાસો થકી તાલીમાર્થીઓને ટૂલ કીટ્સ અર્પણ કરી તેમને આત્મનિર્ભર બનાવવા માટે તેમનો આભાર વ્યક્ત કરાયો હતો.
સદર મીટીંગ દરમિયાન પ્રિતી દાણી સભ્યને ઉપાધ્યક્ષ તરીકે તેમજ એક્ઝીક્યુટીવ કમીટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા હતા. જ્યારે એકઝીક્યુટીવ કમીટીના સભ્ય તરીકે કે. કે. રોહીત, ઝૂલ્ફીકાર સૈયદ, એસ. એમ. મિસ્ત્રી, પ્રિન્સિપાલ કે.જે. પોલીટેકનીક નિયામક ડીઆરડીએ ની નિમણૂંક કરાઈ હતી. આ મીટીંગમાં ડીઈઓ સ્વાતી રાઓલ, ડીઆરડીએનાં નિયામક શ્રી નૈતીકા પટેલ, કે. કે. રોહિત, લીડ બેન્ક મેનેજર અનુપ જ્યોતિષી તથા અન્ય પદાધીકારીઓએ પોતાના સૂચનો રજુ કર્યા હતા. અંતમાં નિયામક ઝયનુલ સૈયદે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. અને આગામી દિવસોમાં પૂરતો સહયોગ મળતો રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
#gujaratnivacha
Gmail : kansaramanish4@gmail.com
Gmail : gujaratnivaacha@gmail.com
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
Comments
Post a Comment