સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં હાનિકારક કૃત્યો પર પ્રતિબંધ

સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં હાનિકારક કૃત્યો પર પ્રતિબંધ
ગુજરાત ની વાચા 
મનિષ કંસારા 
ગીર સોમનાથ: જિલ્લાનાં રાજકીય, સામાજીક સંગઠનો તેમજ સંસ્થાઓ દ્વારા બહુચર્ચીત બનાવોનો વિરોધ કરવા તેમજ સમાજનાં વર્ગોને થતા કથિતપણે અન્યાયનું બહાનું આગળ ધરી વિવિધ સરકારી કચેરીઓ સમક્ષ રજૂઆત નાં બહાને ઉપવાસ, ધરણા, દેખાવો, આત્મવિલોપન, સૂત્રોચ્ચાર જેવા કૃત્યો કરી વિરોધ દર્શાવતા હોય છે.
   અવારનવાર સરકારી કચેરીઓ સમક્ષ રજૂઆત નાં બહાને થતા કૃત્યો નાં કારણે ઘોંઘાટ, સફાઈ, રોજીંદી કાર્યવાહીમાં અડચણ સહિતનાં પ્રશ્નો ઉદ્દભવે છે અને સરકારી કચેરીઓને બાનમાં લઈ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની પણ શક્યતા રહે છે. 
   જેથી કાયદો અને વ્યવસ્થાનાં પ્રશ્નો ઉભા થતાં હોવાથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા જિલ્લાની સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારોમાં પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
   આ જાહેરનામાં અનુસાર કોઈએ ઉપવાસ કે ધરણાં પર બેસવું નહીં તેમજ જાહેર સુલેહ-શાંતિ જોખમાય તેવા સુત્રોચ્ચાર કરવા નહીં અને કોઈપણ વ્યક્તિએ લાઠી તેમજ ઈજા થાય તેવા હથિયાર સાથે સરકારી કચેરીમાં પ્રવેશ કરવો નહીં. વિસ્ફોટક પદાર્થ તેમજ આગ લાગે તેવા પદાર્થો સાથે રાખવા નહીં, ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં અને અતિક્રમણ કરવું નહીં. સરકારી કચેરી આસપાસ કચરો કે ગંદકી કરવી નહીં. 
   આ જાહેરનામું આજથી ૦૯/૦૭/૨૦૨૪થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. અને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાપાત્ર ઠરશે. 
#gujaratnivacha 

🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ