ગીર સોમનાથ જિલ્લામાં નેનો ફર્ટિલાઇઝરની ખરીદી પર રૂ.૭૨ લાખ જેટલી માતબર સહાય ચૂકવાશે

ગીર સોમનાથ જિલ્લામાં નેનો ફર્ટિલાઇઝરની ખરીદી પર રૂ.૭૨ લાખ જેટલી માતબર સહાય ચૂકવાશે

🔸જિલ્લાનાં ખેડૂતો ખાતર વિતરણ કરતી તમામ સહકારી સંસ્થાઓ કે ખાતર ડેપો પરથી લાભ મેળવી શકશે

ગુજરાત ની વાચા 
મનિષ કંસારા 
ગીર સોમનાથ: નેનો યુરિયા(પ્રવાહી) એ ભારત સરકારનાં ફર્ટિલાઇઝર કન્ટ્રોલ ઓર્ડર (FCO) દ્વારા સૂચિત વિશ્વનું પ્રથમ નેનો ખાતર છે. જેના થકી, છોડને નાઇટ્રોજન કે  ફોસ્ફરસ જેવાં તત્ત્વો પ્રવાહી સ્વરૂપમાં સીધા છોડને ઉપલબ્ધ કરાવી શકાશે. નેનો ફર્ટિલાઇઝર પોષક તત્ત્વોથી સમૃદ્ધ, જમીન, પાણી અને હવાનાં પ્રદૂષણને ઘટાડવામાં સમર્થ છે. તેમજ નેનો ફર્ટિલાઇઝરનો પરિવહન અને જાળવણી ખર્ચ પણ ઓછો છે. 
   સ્પ્રે નાં કારણે, આ યુરિયા તેમજ ડીએપીનો સંતુલિત ઉપયોગ થાય છે, જે પર્યાવરણ માટે સારું છે. અને નેનો ફર્ટિલાઇઝરના સંતુલિત ઉપયોગને કારણે છોડમાં રોગો અને જીવાતોનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે તેમજ તેનો ઉપયોગ અનાજ, કઠોળ, શાકભાજી, ફળ, ફૂલ અન્ય સહિત તમામ પાકોમાં ઉપયોગ કરી શકાય છે. તેમજ ખેતીમાં યુરિયા નાં આડેધડ ઉપયોગથી બચવા માટેની ગંભીર સમસ્યાથી છૂટકારો મેળવવા માટે પણ નેનો ફર્ટિલાઇઝર દરેક તબક્કે વરદાન સાબિત થશે.
   નેનો યુરિયા ખેડૂતોને રૂ. ૨૨૫ પ્રતિ બોટલ તથા નેનો ડીએપી રૂ. ૬૦૦ પ્રતિ બોટલ નાં ભાવે ઉપલબ્ધ થશે. જે, પરંપરાગત યુરિયાની બેગ કરતાં ૧૦ ટકા તથા ડીએપી બેગ કરતાં ૫૦ ટકા ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. 
   આથી ખેડૂતો દ્વારા ખેતી પાછળ કરવામાં આવતા  ખાતર ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો કરી શકાશે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા એ.જી.આર- ૨ યોજનામાં તમામ ખેડૂતોને કુલ કિંમતનાં ૫૦ ટકા લેખે, પ્રતિ હેકટર રૂ. ૭૫૦/- ની મર્યાદામાં વધુમાં વધુ ૪ હેક્ટર માટે રૂ. ૩૦૦૦/- ની મર્યાદામાં નેનો ફર્ટિલાઇઝરની ખરીદી પર સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલ છે. 
   જિલ્લાનાં ખેડૂતો નેનો ફર્ટિલાઇઝર સહાયથી મેળવવા માટે જિલ્લામાં ખાતર વિતરણ કરતી તમામ સહકારી સંસ્થાઓ અથવા ખાતર ડેપો પર જઇ, ૮-અ, આધાર કાર્ડ રજૂ કરીએ થી મેળવી શકશે. 
   આમ, આ યોજનામાં ગીર સોમનાથ જિલ્લાનાં ખેડૂતોને  ખરીફ ઋતુમાં ૩૬ લાખ અને રવિ ઋતુમાં ૩૬ લાખ એમ ૭૨ લાખ જેટલી સહાય ચૂકવવામાં આવશે.

#gujaratnivacha 

🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ