ગીર સોમનાથ જિલ્લામાં 34 ગામોમાં રોજગાર દિવસનું આયોજન

ગીર સોમનાથ જિલ્લામાં 34 ગામોમાં રોજગાર દિવસનું આયોજન
ગ્રામ્ય પરિવારને મનરેગા યોજના અંતર્ગત ૧૦૦ દિવસની રોજગારી મળશે

ગુજરાત ની વાચા 
મનિષ કંસારા 
ગીર સોમનાથ: સમગ્ર જિલ્લામાં મનરેગા યોજનાનાં અમલીકરણ માટે રાજ્યનાં ગ્રામ વિકાસ વિભાગનાં અધિક કમિશ્નર નાં આદેશ અનુસાર ગ્રામ વિકાસ એજન્સી-ગીર સોમનાથ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. તેમાં કામગીરીનું ત્રી-સ્તરીય નિરીક્ષણ કરવામાં આવશે. જેમાં ગ્રામ પંચાયત કક્ષાથી, તાલુકા પંચાયત કક્ષાથી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કક્ષાથી કામગીરી કરવામાં આવશે. જે અન્વયે જિલ્લામાં 1000થી વધુ લોકોને ૧૦૦ દિવસની રોજગારી પૂરી પાડવામાં આવશે.


   આ યોજના અંતર્ગત સુત્રાપાડામાં 71 સ્ત્રીઓ અને 114 પુરુષો, કોડિનારમાં 105 સ્ત્રીઓ અને 162 પુરુષો, વેરાવળમાં 39 સ્ત્રીઓ અને 45 પુરુષો, તાલાલામાં 15 સ્ત્રીઓ અને 20 પુરુષો, ઉનામાં 62 સ્ત્રીઓ અને 157 પુરુષો તેમજ ગીરગઢડામાં 152 સ્ત્રીઓ અને 173 પુરુષો એમ સમગ્ર જિલ્લામાં કુલ 1115 લોકોને ૧૦૦ દિવસની રોજગારી પૂરી પાડવામાં આવશે.
   રોજગાર દિવસ અંતર્ગત ૧૦૦ દિવસ રોજગારી મેળવવાનાં પાત્ર પરિવારોને શોધવા, તેની નોંધણી કરવી અને કામ આપવા સહિતનું વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવશે. જે અન્વયે જિલ્લાનાં અલગ-અલગ તાલુકામાં રોજગાર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.
   સુત્રાપાડા તાલુકાનાં લાટી ગામે યોજાયેલ રોજગાર દિવસની ઉજવણીમાં જિલ્લા કક્ષાએથી DDPC હરેશ પીઠીયા, જિલ્લા ટેકનિકલ ભાવેશ ગોરડ તેમજ તાલુકા ઈજનેર કેતન વાળા દ્વારા લોકોને યોજનાનાં અમલીકરણ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
#gujaratnivacha 

🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ