ત્રીજા તબક્કામાં “કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત “ગ્રામ જાગૃત કિશોરીઓ”એ ભરૂચની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી

ત્રીજા તબક્કામાં “કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત 
“ગ્રામ જાગૃત કિશોરીઓ”એ ભરૂચની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી

કલેક્ટર કચેરી, ચૂંટણી શાખા, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને પોલીસ અધિક્ષકની કચેરીની મુલાકાત લીધી


મનિષ કંસારા દ્વારા
ભરૂચ:
આપણાં જીવનનાં કુલ દસ તબક્કામાંથી કિશોરાવસ્થાનો તબક્કો જ્યારે શારીરિક, માનસિક અને વર્તણકીય ફેરફારો જેવી લાક્ષણિકતાઓ ધરાવે છે ત્યારે કિશોરાવસ્થામાં કિશોરીઓની શારીરિક, માનસિક,આરોગ્ય અને સર્વાંગી વિકાસ લક્ષી જરૂરિયાતો પર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરાવવું અત્યંત જરૂરી હોય છે. આપણાં સમાજનાં સર્વાંગી વિકાસમાં કિશોરીઓનું યોગદાન નમૂનારૂપ રહ્યું છે. આમ, કોઈપણ ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય અથવા દેશને પ્રગતિશીલ બનાવવા માટે કિશોરીઓનો નિરંતર સર્વાંગી વિકાસ ખૂબ જ અનિવાર્ય છે.

   આ પહેલ અંતર્ગત ૨૮ જૂન ૨૦૨૩ના રોજ તૃતીય તબક્કામાં આ ૪૦ ગ્રામ જાગૃત કિશોરીઓને કલેક્ટર કચેરી, ચૂંટણી શાખા, જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્રારા સંચાલિત ચિલ્ડ્રનહોમ ફોર ગર્લ્સ અને પોલીસ અધિક્ષકની કચેરીની મુલાકાત કરાવી હતી.


૧) કલેક્ટર કચેરી, ભરૂચ: સ્વ-જાગૃતતા અને સ્વ-નિર્ભર અંગેનાં દ્રષ્ટાંતો આપી “ગ્રામ જાગૃત કિશોરીઓ”ને સમાજનાં સર્વાંગી વિકાસમાં કિશોરીઓનું યોગદાન નમૂનારૂપ બની રહે એવા હેતુસર પોતાની ભૂમિકા અને જવાબદારીઓ નિભાવવા અંગે જણાવવામાં આવ્યું હતું. 





૨) ચૂંટણી શાખા: આમંત્રિત તમામ ગ્રામ જાગૃત કિશોરીઓને ચૂંટણી શાખાની મુલાકાત કરાવી ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર, ઇલેક્શન કમ્પ્યુટર સેન્ટર, વોટર હેલ્પલાઇન એપ્લિકેશન વગેરે અંગેની કામગીરીથી માહિતગાર કરાવ્યા હતાં. વિશેષત: નાયબ ચૂંટણી અધિકારી,ભરૂચ દ્વારા તમામ ગ્રામ જાગૃત કિશોરીઓને આવકારીને ચૂંટણી શાખા અને સંપૂર્ણ જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચના સંયુક્ત પ્રયાસ થકી ચૂંટણી દરમિયાન હાથે ધરવામાં આવતી કામગીરી, તમામ કિશોરીઓને ફોર્મ-૬ આપી ચૂંટણી કાર્ડ માટે નોંધણી કરાવવી તથા ફોર્મ-૭ અને ૮નું મહત્વ, બૂથલેવલ ઓફિસરનો રોલ, SVEEP પ્રોગ્રામ માટે કિશોરીઓનીભૂમિકા, ઇલેકશન કમિશન ઓફ ઈન્ડિયાની ભૂમિકા વગેરે અંગે માહિતી આપી હતી. 


૩) જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સંચાલિત ચિલ્ડ્રનહોમ ફોર ગર્લ્સ: જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા તમામ “ગ્રામ જાગૃત કિશોરીઓ”ને આવકારીને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં મળતી સુવિધાઓ, બાળ કલ્યાણ સમિતિ અને જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડની ભૂમિકા, CARA વેબસાઇટ, અડોપ્શન એજન્સી વગેરે અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. આ સત્રમાં અનેક કિશોરીઓએ અધિકારી સમક્ષ સક્રિયપણે પ્રશ્નોતરી કરી બાળ સુરક્ષા અને બાળ કલ્યાણ અંગેનું અધિક જ્ઞાન મેળવ્યું હતું.

૪) પોલીસ અધિક્ષકની કચેરી, ભરૂચ: તમામ “ગ્રામ જાગૃત કિશોરીઓ” અને સહભાગી જનોએ પોલીસ અધિક્ષકની કચેરી, ભરૂચ ખાતે નાયબ પોલીસ અધિક્ષક સાથે સુસંકલિત થઈને પોલીસનું ફૂલ ફોર્મથી લઈને પોલીસ વિભાગનું માળખું, પ્રત્યેકની પ્રસંગોપાત થતી કામગીરી અને ભૂમિકા, અનેક શાખાઓ મુખ્યત્વે CDR, પોલીસ કંટ્રોલ રૂમ, LI કમાન્ડ કંટ્રોલ સેન્ટર, ફિંગર પ્રિન્ટ અને કમ્પ્યુટર શાખા વગેરેની પ્રત્યક્ષ મુલાકાત કરાવી કિશોરીઓને માહિતગાર કરાવવામાં આવ્યા હતાં. 
   અંતમાં સભાખંડમાં તમામ કિશોરીઓને એકત્રિત કરીને પોલીસ અધિક્ષક નાં અધ્યક્ષસ્થાને આયોજિત સદર ગ્રામ જાગૃત કિશોરીઓની શુભેચ્છા મુલાકાત દરમિયાન પોલીસ અધિક્ષક દ્વારા તમામને આવકારી નિર્ભયપણે જીવન જીવવા તથા જરૂર પડ્યે નિ:સંકોચપણે મદદ માંગવી અને ફરિયાદ નોંધાવવી તથા અનેક હેલ્પલાઇન નંબરનું મહત્વ વગેરે અંગે સમજ પૂરી પાડી તમામને માહિતગાર કર્યા હતાં. 
   અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં હાલમાં પ્રથમ અને દ્વિતીય તબક્કામાં ગ્રામ જાગૃત કિશોરીઓને વર્ગીકૃત કરીને ભરૂચ ખાતે શિક્ષણ, આરોગ્ય તથા મહિલા અને બાળ વિકાસ કચેરીઓની માહિતપ્રદ મુલાકાત અર્થે આમંત્રિત કરવામાં આવ્યા હતાં.

#gujaratnivacha

🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ