૨૧ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે શારદા ગ્રામ સંસ્થા દ્વારા જનજાગૃતિ લાવવા યોગ દિવસ ઉજવવામાં આવ્યો
જીતુ પરમાર, માંગરોળ દ્વારા
માંગરોળ: શારદા ગ્રામ સંસ્થા દ્વારા ૨૧ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે આમ લોકો અને બાળકોમાં યોગથી શું ફાયદા થાય તે વિષયમાં જાગૃતિ લાવવા યોગ દિવસ ઉજવવામાં આવ્યો. જેમાં જુનાગઢ જિલ્લાનાં લોકસભાનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, માંગરોળ વિધાનસભાનાં ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, તાલુકા ભાજપ મંડલ પ્રભારી ચંદુભાઈ મકવાણા, જિલ્લા કિસાન મોરચાનાં મહામંત્રી માનસિંગભાઈ ડોડીયા, હાજર રહેલ.
આ પ્રસંગે કાર્યક્રમ હાજર રહેલા મહાનુભાવોનું પુષ્પગુચ્છ સ્વાગત કર્યું હતું; બાદ દીપ પ્રજલિત કરી યોગ ટ્રેનર ગોવિંદભાઈ અઘેરા અને બાળકો થી યોગની પ્રેક્ટિસ ની શરુઆત કરવામાં આવી હતી. સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા ઉદબોધનમાં યોગથી થતાં ફાયદા અને વિશ્વમાં યોગની સાથે દેશનો ડંકો આ ધ્યાનથી વાગે છે તે વિષય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં શાસન ને પોતાની અનોખી શૈલીમાં બિરદાવવામાં આવેલ, ધારાસભ્ય ભગવાનજીભાઈ દ્વારા સફળ આયોજન કરવા બદલ શુભેચ્છા પાઠવવામાં આવી તેમજ શારદા ગ્રામ સંસ્થાનાં નિયામક ભાવિનભાઈ ભટ્ટ દ્વારા યોગ દિવસ ઉજવણીમાં સાંસદ, ધારાસભ્ય એ હાજર રહી બાળકો તેમજ શિક્ષક અને વાલીઓનો ઉત્સાહ વધાર્યો તે બદલ આભાર વ્યક્ત કરેલ સાથે કાર્યક્રમ ખૂબ સારી રીતે સફળ બનાવવા બદલ તમામ આચાર્ય શિક્ષક આઈ.ટી.આઈ ઇન્સ્ટ્રક્ટર અને બાળકો ને ખુબ ખુબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ સાંસદ રાજેશભાઈ તેમજ ધારાસભ્ય ભગવાનજીભાઈ આગેવાન સાથે સંસ્થાનાં સ્થાપક પ્રાંતઃસ્મરણિય સ્વર્ગીય પૂજ્ય બાપુજી મનસુખરામ જોબનપુત્રા ની સમાધી સ્થાન નાં દર્શન કરી તેમના સ્મરણો યાદ તાજી કરી સંસ્થાની ચિંતા કરવામાં આવી.
શારદા સંસ્થાનાં શુભચિંતક માંગરોળ તાલુકા ભાજપ મહામંત્રી દાનાભાઈ ખાંભલા દ્વારા આ સમગ્ર કાર્યક્રમનો દિશા નિર્દેશ કરવામાં આવ્યો હતો.
#gujaratnivacha
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
Comments
Post a Comment