“INTERNATIONAL DRUG DAY“૨૬ જુન અંતર્ગત ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવેલ જનજાગૃતિ કાર્યક્રમો

 “INTERNATIONAL DRUG DAY“૨૬ જુન અંતર્ગત ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવેલ જનજાગૃતિ કાર્યક્રમો

મનિષ કંસારા દ્વારા

ભરૂચ: ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવેલ જનજાગૃતિ કાર્યક્રમો

(૧)તા.૦૧/૦૬/૨૦૨૩ ના રોજ ક.૧૮/૦૦ વાગે નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એસ.ઓ.જી. પોલીસ તથા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઝાડેશ્વર સંચાલકોના સહયોગથી શાંતિ હોલ ખાતે વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં વ્યસન મુક્તિ બાબતે જાગૃતિ લાવવા માટે બેનરો બાંધી તથા વક્તવ્ય દ્વારા ડ્રગ્સ નાં કારણે થતી હાનિ વિશે લોકોને જાણકારી આપી માહિતગાર કરેલ. 


પ્રજાપિતા બ્રહ્માકુમારી

(૨) તા.૨૪/૦૬/૨૦૨૩ નાં રોજ ભરૂચ શહેર વિસ્તારમાં આવેલ “જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ" ભોલાવ, ભરૂચ ખાતે માદક દ્રવ્યોના સેવનથી થતી આડ અસરો બાબતે જાગૃતિ અંગેનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં પો.ઇન્સ. એ. એ. ચૌધરી તથા એસ.ઓ.જી. ટીમ નાં પોલીસ અધિકારી/કર્મચારીઓ તથા મકતમપુર, PHC નાં ડૉ. સેજલ મેકવાન તેમજ સ્કુલનાં શિક્ષક સ્ટાફ હાજર રહી સ્કૂલનાં હોલમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સથી થતા નુકસાન સબંધે વક્તવ્ય આપવામાં આવેલ તથા બેનેરો તેમજ માદક પદાર્થના ઉપયોગથી થતી આડ અસરો નાં બેનરો દ્વારા તેમજ વિદ્યાર્થીઓને પેમ્પ્લેટ વહેંચી વ્યસનથી દુર રહેવા જાગૃત કરવામાં આવેલ.





(૩) "INTERNATIONAL DAY AGAINST DRUG ABUSE & ILLICIT TRAFICKING” અન્વયે ૨૬ જુન- ૨૦૨૩ નાં રોજ અત્રેના ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સમાજ સુરક્ષાની કચેરી ભરૂચ થી કલેક્ટર કચેરી સર્કલ થઈ શક્તિનાથ સર્કલ પર આવી ત્યાંથી પરત સમાજ સુરક્ષાની કચેરી સુધીનાં રૂટ પર માદક દ્રવ્યોના સેવનથી થતી આડ અસરો બાબતે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલ જે રેલીમાં એ. વાય. મંડોરી (જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,ભરૂચ), વિવિયન ક્રિશ્ચિયન(જિલ્લા બાળ સુરક્ષા કચેરી,ભરૂચ), નીલાબેન મોદી(સેક્રેટરી-કલરવ ચેરીટેબલ ટ્રસ્ટ,ભરૂચ), મનીષાબેન ત્રિવેદી(આચાર્ય-અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા), વૈશાલીબેન(ગાયત્રી પરિવાર), ગીતાબેન પારેખ(ધ્વનિ ચેરીટેબલ ટ્રસ્ટ,ભરૂચ) તથા ભરૂચ શહેર 'એ', 'બી', 'સી' ડિવિઝન તથા ભરૂચ તાલુકા પો.સ્ટે.ના પોલીસ કર્મચારી તથા એસ.ઓ.જી. શાખાનાં પો.સ.ઈ. આર. એસ. ચાવડા નાઓ તેમની ટીમ સાથે મળી કુલ-૮૦ જેટલા કર્મચારીઓ/વ્યક્તિઓ રેલીમાં ભાગ લીધેલ જે દરમ્યાન શક્તિનાથ સર્કલ વિસ્તારમાં ૨૦૦ જેટલી વ્યસન મુક્તિ સંબંધીત પત્રિકાનું જાહેર વિતરણ કરવામાં આવેલ તથા વ્યસન મુક્તિ અંગે લોકોમાં જાગૃતિ લાવવા એસ.ઓ.જી. શાખા કસક સર્કલ પર જાહેરમાં વ્યસન મુક્તિ સંબંધીત પત્રિકાઓનું જાહેર વિતરણ કરવામાં આવ્યું હતું. 












(૪) નાયબ માહિતી નિયામક, ભરૂચના ઓને માનવનાં રોગોમાં વપરાતી દવાઓ નો નશા તરીકે દુરુપયોગ બાબતે મુખ્યત્વે કોડીન શીરપ જેવી નાર્કોટીક્સ અને આલ્પાઝોલમ, નાઇટ્રાઝેપામ, ટ્રામાડોલ જેવી સાઇકોટ્રોપીક દવાઓનાં સેવનથી થતા દુરુપયોગ અને તેની ખરાબ અસરો વિશે લોકલ ટી.વી. અને રેડિયો ચેનલો તેમજ પ્રિન્ટ મીડિયા પર જન જાગૃતિ અંગેનાં કાર્યક્રમોનું પ્રસારણ કરવા માટે જણાવવામાં આવેલ.


(૫) ભરૂચ જિલ્લા પોલીસ સાયબર ક્રાઇમ પો.સ્ટે. મારફતે ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર માદક દ્રવ્યોના સેવનથી થતી આડ અસરો બાબતે જાગૃતિ અંગે વધુને વધુ પ્રચાર પ્રસાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

............................

ગુજરાત ની વાચા

આપણે પ્રાણીઓ માટે એક કહેવત છે, "'ઊંટ' મુકે આંકડો 'બકરી' મુકે કાંકરો" પણ બુદ્ધિશાળી ગણાતા માનવી કંઇ મુકતો નથી ઝેર પણ પીવે છે.  

   મૂળથી છુટા પડી જતાં વૃક્ષ પર વસંતની કોઇ અસર થતી નથી સંસ્કૃતિ સંસ્કારથી વંચિત રહી જતી પેઢી પર સદનિમિતોની અસર થશે કે કેમ એમાં શંકા છે.  

   માણસ કરતા પ્રાણીઓ ચતુર છે કેમકે તે વ્યસન કરતા નથી અને બુદ્ધિશાળી માણસ પોતે જ રોગોને વ્યસન કરી નોતરે છે.  

   વ્યસનથી મુક્તિ પામવા માટે વ્યક્તિની ઈચ્છા શક્તિ જ હોય છે જો વ્યસન છોડવું હોય છતાં મક્કમ શક્તિ વધારી તેમનું ધ્યેય પુરુ કરી શકાય આવા ધ્યેય પ્રાપ્ત કરવા વ્યસનથી મુક્ત થવું પડે વ્યસન આપનું ગુલામ રહેતું નથી.

📍વ્યસન છોડી કલાનો વિકાસ કર માનવી,

નહીંતર બનશે જિંદગી ઘરથી કબર સુધી.


#gujaratnivacha

🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏


Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"