બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા 
ઘટના સ્થળે કરૂણ મોત

જીતુ પરમાર, માંગરોળ દ્વારા

માંગરોળ: માંગરોળ તાલુકાનાં મક્તુપુર ગામે અગાસીમાં બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે જ તેનું કરૂણ મોત નિપજ્યું હતું. બનાવને પગલે ગામમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. 

   બનાવ અંગે મળતી વિગતો મુજબ; મક્તુપુર ગામે પી.ડી.શાહ હાઈસ્કુલ પાછળ નવા પ્લોટ વિસ્તારમાં આજે બપોરે અલ્પેશ માલદેભાઈ સોલંકી (ઉં.વ.૨૭) ઘરની અગાસીમાં બાજરો સુકવતો હતો. એ દરમ્યાન ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી ભયંકર શોક લાગતા તે ભડથું થઈ ગયો હતો. મૃતક યુવાન માંગરોળમાં લાકડાનો ધંધો કરતો હતો અને બે વર્ષ પહેલાં તેના લગ્ન થયા હોવાનું જાણવા મળેલ છે.

 હોસ્પિટલે એકત્રીત ગ્રામજનોએ લોકોની સલામતીને ધ્યાને લઈ ગામનાં રહેણાંક વિસ્તાર પરથી ૧૧ કે.વી.ની લાઈનને દુર કરવા અનેક રજુઆતો કરવામાં આવી હોવાનું જણાવી બનાવ અંગે પીજીવીસીએલની બેદરકારી કારણભૂત હોવાનો આક્ષેપ કર્યો હતો. યુવાનનાં અકાળે મોતથી પરિવાર પર આભ તુટી પડ્યું હતું.

#gujaratnivacha

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ