સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે 9માં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી
સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે 9માં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી
સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો યોગ અભ્યાસુઓને લીંબુ શરબત પીવડાવવવામાં આવ્યું
સોમનાથ: સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ અને દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર વિશ્વ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવી રહ્યું છે. પર્યટન વિભાગ દ્વારા આઇકોનિક પ્લેસ તરીકે ઘોષિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે પ્રતિ વર્ષ વિશ્વ યોગ દિવસ પર હજારો યોગ અભ્યાસુ યોગાસનો કરે છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના સહયોગમાં રહીને વિશ્વ યોગ દિવસ પર વધુને વધુ લોકો યોગ સાથે જોડાઈ તે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આજરોજ જ્યારે હજારોની માત્રામાં યોગ અભ્યાસુઓએ યોગ અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા અનુસાર પ્રત્યેક યોગ અભ્યાસુઓ ને ઠંડું લીંબુ શરબત પીવડાવવામાં આવ્યું હતું. જેનાંથી યોગ અભ્યાસુઓ માં પુનઃ ઊર્જાનો સંચાર થયો હતો.
#gujaratnivacha
Comments
Post a Comment