ભરૂચ ના સાંસદ મનસુખભાઈ વસાવા નાં અધ્યક્ષ પદે તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે સાંસદ યોગ સ્પર્ધા યોજાઇ
🔸તંદુરસ્ત સમાજનાં નિમાર્ણ થકી જ તંદુરસ્ત રાષ્ટ્રનું નિમાર્ણ શક્ય બનશે: સાંસદ મનસુખભાઈ વસાવા
મનિષ કંસારા દ્વારા
ભરૂચ: સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સયુંકત ઉપક્રમે જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારીની કચેરી, ભરૂચ દ્વારા વિશ્વ યોગ દિવસ-૨૦૨૩ નિમિત્તે તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોનાં હસ્તે દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધ્યક્ષ પદેથી સાંસદ મનસુખભાઈ વસાસાએ પ્રાસંગિક ઉદ્બોધન માં જણાવ્યું હતું કે, રમત-ગમત અને યોગ બાબતે લોકજાગૃતિ તથા તેમાં પણ યોગને વિશ્વફલક પર પ્રસ્થાપિત કરવાનો સાચો યશ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. તંદુરસ્ત સમાજનાં નિમાર્ણ થકી જ તંદુરસ્ત રાષ્ટ્રનું નિમાર્ણ શક્ય બનશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. તંદુરસ્ત રાષ્ટ્ર થકી જ આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરી શકાશે. તેમ સાંસદે ઉમેરતા જણાવ્યું હતું.
આ ઉપરાંત સાંસદે સ્કૂલના વિદ્યાર્થીઓને જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ મુજબ પ્રાર્થના અને યોગ સિક્કાની બે બાજું છે. આથી તેમણે યોગમય જીવનનું નિર્માણ કરવા પણ જણાવ્યું હતું. વધુમાં તેમણે યોગથી શારીરિક તથા માનસિક વિકાસ થાય છે. આથી રોજિદા જીવનમાં યોગને પોતાની દિનચર્યામાં સામેલ કરવા પણ સાંસદે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પણ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, વિશ્વનાં ૨૦ વિકસિત રાષ્ટ્રનાં સમુહનું સંગઠન જી-૨૦ નું અધ્યક્ષપદ આ વખતે આપણા દેશને મળ્યું છે ત્યારે ભારત દેશની જ દેન એવા વિશ્વ યોગ દિવસને ગરિમામય ઉજવણી સાથે રોજબરોજનાં જીવનમાં અપનાવવાની હિમાયત કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા પંચાયત સમિતિનાં અધ્યક્ષ ધર્મેન્દ્ર મિસ્ત્રી, જિલ્લા રમત-ગમત કમિટીના સેલ અધ્યક્ષ પ્રશાંતભાઈ પટેલ, તપોવન સંસ્કાર કેન્દ્રનાં ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યા, તપોવન સંસ્કાર કેન્દ્રનાં નિયામક જાગૃત્તિબેન પંડ્યા તથા મોટી સંખ્યામાં સ્કૂલનાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
#gujaratnivacha
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
Comments
Post a Comment