અષાઢી બીજ નિમિત્તે ભરૂચ શહેરમાં વાહન વ્યવહાર માટેનાં રૂટમાં ફેરફાર કરાયા
અષાઢી બીજ નિમિત્તે ભરૂચ શહેરમાં વાહન વ્યવહાર માટેનાં રૂટમાં ફેરફાર કરાયા
ભરૂચ:અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ભરૂચ શહેરમાં તા. ૨૦ જુન ૨૦૨૩ના રોજ અષાઢી બીજ નિમિત્તે નીચે જણાવેલ વિસ્તારોમાં તા.૨૦ જુન ૨૦૨૩નાં રોજ ૧૫:૦૦ કલાકથી ૨૧:૦૦ કલાક સુધી નીચેનાં રૂટ વાહન વ્યવહાર માટે બંધ રાખવા તથા તેના ડાયવર્જન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આ હુકમ અંતર્ગત પોલીસ કે અન્ય અધિકારીઓ કે જે પોતાની ફરજો અંગે બંદોબસ્ત માટે વાહન લઈ ફરતા હશે તેને બંધનકર્તા રહેશે નહીં; તદ્ઉપરાંત આ હુકમનો ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે તેમ પણ જાહેરનામાં માં જણાવ્યું છે.
Comments
Post a Comment