ગીર-સોમનાથમાં ભારે પવનનાં કારણે જિલ્લામાં ધરાશાયી વૃક્ષોને ત્વરિત ખસેડી, વીજળીની ઝડપે કામ કરતું જિલ્લા પોલીસ તંત્ર


ગીર-સોમનાથમાં ભારે પવનનાં કારણે જિલ્લામાં ધરાશાયી વૃક્ષોને ત્વરિત ખસેડી 
વીજળીની ઝડપે કામ કરતું જિલ્લા પોલીસ તંત્ર

🔸અનેક જગ્યાએ વરસતા વરસાદમાં કામગીરી કરી, લોકોની મુશ્કેલીનો ઉકેલ લાવતા પોલીસકર્મીઓ

#gujaratnivacha
 ગીર સોમનાથ: અરબસાગરમાં બિપોરજોય ચક્રવાતની અસર હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થવાનાં લીધે ઠેર ઠેર રસ્તો બંધ થવાની સ્થિતિમાં જિલ્લા પોલીસ તંત્રએ ત્વરિત કામગીરી દાખવી હતી. જિલ્લાનાં પિખોર, મૂળ દ્વારકા, શાંતિપરા પાટિયા, ગીરગઢડા, ગાંગેથા ફાટક વગેરે જગ્યાઓએ પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વૃક્ષો ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. 

   ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ દ્વારા વાવાઝોડાને અનુસંધાને એલર્ટ રહી ત્વરિત કામગીરીની સૂચના અપાઈ છે ત્યારે જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પર વીજળીની ઝડપે કામગીરી થઈ રહી છે. જિલ્લામાં ભીડિયાથી સોમનાથ મરિન પોલીસ સ્ટે. જતાં રોડ પર વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બ્લોક થયો હતો. પ્ર.પાટણ પોલીસ દ્વારા આ વૃક્ષને ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. જ્યારે ગાંગેથા ફાટક, પ્રાંચી કોડીનાર હાઈવે વગેરે જગ્યાઓએ સુત્રાપાડા પોલીસ દ્વારા જેસીબીની મદદથી વૃક્ષો હટાવી રોડ ક્લિયર કરવામાં આવ્યો હતો.



આ ઉપરાંત કોડીનાર નાં મૂળ દ્વારકા રોડ પર અને તાલાલા તાલુકાના પિખોર ગામે પણ ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષ રોડ પર પડતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. જેને હટાવી પોલીસ કર્મચારીઓએ ગ્રામજનોને રસ્તો ખુલ્લો કરી આપતાં લોકોની મુશ્કેલીઓનું ત્વરિત નિવારણ થયું હતું.


#gujaratnivacha




🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏


Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"