ત્રીજા તબક્કામાં “કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત “ગ્રામ જાગૃત કિશોરીઓ”એ ભરૂચની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી
ત્રીજા તબક્કામાં “કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત “ગ્રામ જાગૃત કિશોરીઓ”એ ભરૂચની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી કલેક્ટર કચેરી, ચૂંટણી શાખા, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને પોલીસ અધિક્ષકની કચેરીની મુલાકાત લીધી મનિષ કંસારા દ્વારા ભરૂચ: આપણાં જીવનનાં કુલ દસ તબક્કામાંથી કિશોરાવસ્થાનો તબક્કો જ્યારે શારીરિક, માનસિક અને વર્તણકીય ફેરફારો જેવી લાક્ષણિકતાઓ ધરાવે છે ત્યારે કિશોરાવસ્થામાં કિશોરીઓની શારીરિક, માનસિક,આરોગ્ય અને સર્વાંગી વિકાસ લક્ષી જરૂરિયાતો પર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરાવવું અત્યંત જરૂરી હોય છે. આપણાં સમાજનાં સર્વાંગી વિકાસમાં કિશોરીઓનું યોગદાન નમૂનારૂપ રહ્યું છે. આમ, કોઈપણ ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય અથવા દેશને પ્રગતિશીલ બનાવવા માટે કિશોરીઓનો નિરંતર સર્વાંગી વિકાસ ખૂબ જ અનિવાર્ય છે. આ પહેલ અંતર્ગત ૨૮ જૂન ૨૦૨૩ના રોજ તૃતીય તબક્કામાં આ ૪૦ ગ્રામ જાગૃત કિશોરીઓને કલેક્ટર કચેરી, ચૂંટણી શાખા, જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્રારા સંચાલિત ચિલ્ડ્રનહોમ ફોર ગર્લ્સ અને પોલીસ અધિક્ષકની કચેરીની મુલાકાત કરાવી હતી. ૧) કલેક્ટર કચેરી, ભરૂચ: સ્વ-જાગૃતતા અને સ્વ-નિર્ભર અંગેનાં દ્રષ્ટાંતો આપી “ગ...