ગુડ ટાઇમ્સ ફાઉન્ડેશન ની યુવા ટીમનું પ્રેરણાત્મક સેવાકાર્ય
‘બા તે બા’ બીજા બધા વગડાના વા... ગુડ ટાઇમ્સ ફાઉન્ડેશન ની યુવા ટીમનું પ્રેરણાત્મક સેવાકાર્ય ✍️ મનિષ કંસારા નિરાધારોનું છેલ્લુ આશ્રય સ્થાન એટલે ‘બા' નું ઘર વૃધ્ધાશ્રમ, રાજકોટ ખાતે સ્વ નીરવભાઇ ભાખર દ્વારા તેમની સેવાકીય વિચારધારા મુજબ સ્થાપેલ ગુડ ટાઈમ્સ ફાઉન્ડેશનના પ્રમુખ ઉત્તમભાઇ વેકરીયા, ઉપપ્રમુખ જયભાઈ વસોયા, મંત્રી જયભાઈ લીંબાસિયા અને ટ્રસ્ટીઓ દર્શિતાબેન વેકરીયા, રાહુલભાઈ ડોબરીયા, રાજભાઈ ટોપીયા, આકાશભાઈ આશરા, સર્થકભાઈ સંખવારા, નયનભાઈ રૈયાણી, રવિભાઇ રામાણી, ભાવિન પોકર, નીરવભાઈ સાવલીયા, અને તેમની ટીમ દ્વારા બા નું ઘર વૃધ્ધાશ્રમ ના બહેનોને પોતાના હાથે રસોઈ બનાવી ભરપેટ ભોજન કરાવી આ તરવરિયા યુવાનોએ આજની જનરેશનને પોતાની વિકલી રજા કેવી રીતે સેલી બ્રેટ કરાવી તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ મેરજાએ કહ્યું કે આજે યુવાનો પોતાની આવક માંથી અમુક રકમ સમાજના જરૂરિયાતમંદ લોકો માટે વાપરે છે અને સાથે-સાથે પોતે જાતે શ્રમ કરી સેવાકાર્ય કરી પોતાની રજા મોજશોખને બદલે નિરાધારો સાથે વિતાવી, તેમને પોતાના દીકરા જેવો પ્રેમ આપી આજ જે કાર્...