ગુડ ટાઇમ્સ ફાઉન્ડેશન ની યુવા ટીમનું પ્રેરણાત્મક સેવાકાર્ય

‘બા તે બા’ બીજા બધા વગડાના વા... 
ગુડ ટાઇમ્સ ફાઉન્ડેશન ની યુવા ટીમનું પ્રેરણાત્મક સેવાકાર્ય 

✍️ મનિષ કંસારા

  નિરાધારોનું છેલ્લુ આશ્રય સ્થાન એટલે ‘બા' નું ઘર વૃધ્ધાશ્રમ, રાજકોટ ખાતે સ્વ નીરવભાઇ ભાખર દ્વારા તેમની સેવાકીય વિચારધારા મુજબ સ્થાપેલ ગુડ ટાઈમ્સ ફાઉન્ડેશનના પ્રમુખ  ઉત્તમભાઇ વેકરીયા, ઉપપ્રમુખ જયભાઈ વસોયા, મંત્રી જયભાઈ લીંબાસિયા અને ટ્રસ્ટીઓ દર્શિતાબેન વેકરીયા, રાહુલભાઈ ડોબરીયા, રાજભાઈ ટોપીયા, આકાશભાઈ આશરા, સર્થકભાઈ સંખવારા, નયનભાઈ  રૈયાણી, રવિભાઇ રામાણી, ભાવિન પોકર, નીરવભાઈ સાવલીયા, અને તેમની ટીમ દ્વારા બા નું ઘર વૃધ્ધાશ્રમ ના બહેનોને પોતાના હાથે રસોઈ બનાવી ભરપેટ ભોજન કરાવી આ તરવરિયા યુવાનોએ આજની જનરેશનને પોતાની વિકલી રજા કેવી રીતે સેલી બ્રેટ કરાવી તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

   આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ મેરજાએ કહ્યું કે આજે યુવાનો પોતાની આવક માંથી અમુક રકમ સમાજના જરૂરિયાતમંદ લોકો માટે વાપરે છે અને સાથે-સાથે પોતે જાતે શ્રમ કરી સેવાકાર્ય કરી પોતાની રજા મોજશોખને બદલે નિરાધારો સાથે વિતાવી, તેમને પોતાના દીકરા જેવો પ્રેમ આપી આજ જે કાર્ય કરેલ છે તેને અમો વંદન સહ બિરદાવી છીએ ત્યારે આ સેવામાં સહભાગી બા નું ઘર વૃધ્ધાશ્રમ સંસ્થાના ટ્રસ્ટીઓ મુકેશભાઈ મેરજા,  ભુપતભાઈ ભાણવડિયા, અરવિંદભાઈ વાડારીયા, ડો. વી. એન. પટેલ, ડી. એન. કાસુન્દ્રા, રાજેશ રૈયાણી, ગીતાબેન ભીમાણી, છાયાબેન રીયાણીએ આ યુવાનોની સેવાને બિરદાવી વધુ સેવાકાર્યો સાથે મળી કરી શકી તે માટે સહયોગ કરી મિટિંગ કરી ભાવિ સેવાકીય આયોજન કરેલ હતું. અને આ સંસ્થા વિશે જણાવેલ કે સમસ્ત પાટીદાર સમાજ અને માનવ કલ્યાણ મંડળ સંચાલિત "બા" નું ઘર  વૃઘ્ધાશ્રમ, દેશનું એકમાત્ર એવું મહિલા આશ્રમ ગૃહ છે કે જ્યાં કોઇપણ જ્ઞાતિ- જાતિનાં ભેદભાવ વગર, કોઇપણ ઉમરની બહેનો કે જેમને કોઈ રાખવા વાળા ન હોઇ કે હોઇ છતાં રાખતા ન હોઇ કે પછી સાવ નિરાધાર હોઇ, ભીખ માંગી જીવન ગુજારતા હોઈ અથવા આર્થિક પરિસ્થિતિ સારી ન હોઇ કે હોઇ, પોતાની પાસે આધાર કાર્ડ પણ હોઈ કે નહોઈ, આવા મહિલાઓને સંસ્થા ‘બા' નું ઘર મહિલા વૃઘ્ધાશ્રમમાં સાવ ફ્રી રાખવામાં આવે છે. તેઓને રહેવાનું, જમવાનું, કપડા, સાબુ, શેમ્પુ, ચપ્પલ જેવી તમામ જીવન જરુરી વસ્તુઓ પણ ફ્રી આપવામાં આવે છે. સંસ્થામાં મનોરંજન, લાઇબ્રેરી, રમતગમતનાં સાધનો, સંગીત સાધનો, ગીઝર, આરો, કુલર, જેવી તમામ આધુનિક સુવિધાઓ છે. આ સંસ્થામાં ઘર જેવું જ વાતાવરણ ચોખ્ખાઇ, અને માયાળુ મહિલા સ્ટાફ હોવાથી ત્યાં નિરાધાર બહેનો પોતાનું જ ઘર સમજી રહી શકે છે. સાથે આ બહેનોને ખુબ જ સરસ વાતાવરણનાં કારણે અહી રહેતી બહેનો તેમના દુ: ખ દર્દ ભુલી જાય છે. સાથે તેમના હેલ્થ માટે યોગા, કસરત કરાવવામાં આવે છે અને અક્ષરજ્ઞાન તેમજ તેમની રૂચી અને આવડત અનુસાર તેમને કામ પણ શીખાવવામાં આવે છે. કાઉન્સેલર દ્વારા તેમને કાઉન્સેલીંગ કરી સારું જીવન જીવતા શીખાવવામાં આવે છે. સંસ્થા આર્થિક મદદ કરી આ બહેનોને પગભર કરે છે, ત્યારબાદ તેમના સ્વજનોને બોલાવી તેમને પણ ગીતાબેન અને વિભાબેન વગેરેની ટીમ સમજાવે છે. જેથી આ બહેનોને તેમનો પરિવાર મનથી સ્વીકાર કરે છે અને પોતાના ઘેર લઇ જાય છે. અમુક બહેનોને સંસ્થા સારુ ઘર જોઇ લગ્ન પણ કરી આપે છે. જ્યારે આવી બહેનો કે જેને પોતાના ઘરનાં લોકોએ કાઢી મુક્યાં હોઇ અને એજ પરિવાર જ્યારેપણ તેમને પોતાના ઘેર લઇ જાય ત્યારે તેઓની લાગણી જોઇ તેમની સાથે આપની આંખોમાં પણ આંસુ આવી જાય તેવા દ્રશ્યો જોવાં મળે છે. આવું કાર્ય કરતું ‘બા નું ઘર’ મહિલા વૃઘ્ધાશ્રમ કોઇપણ નિ:સહાય બહેનોને પગભર કરી પોતાનીએ રીતે સ્વનિર્ભર બને અને સમાજના પ્રવાહ સાથે ભળે તેવું ઉમદા કાર્ય કરવામાં આવે છે.

  આ "બા" ના ઘરમા આવી રીતે આપ આપના જન્મદિવસ, એનીવર્સરી, કે સ્વજનોની પાછળ ભોજન દાન, પુજા-કીર્તન સાથે સ્વીકાર્ય છે. 

  "બા" નુ ધર વૃધ્ધાશ્રમ ની જરૂરીયાતો એક એમ્બ્યુલન્સ વાન, એક  ટેમ્પો ટ્રાવેલર બસ, જમીન અથવા બિલ્ડીંગ, ટીવી, તથા તિથિ ભોજન સ્વીકાર્ય છે. દાન આપવા કે નિરાધાર વ્યકતિઓ આપના ધ્યાનમાં આવે તો અમારો સંપર્ક કરો-:  "બા" નુ ધર વૃધ્ધાશ્રમ, માનવ કલ્યાણ મંડળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ, હરીવંદના કોલેજ પછી, કૃષ્ના અમુલ પાર્લર વાળી શેરી,  મુંજકા, રાજકોટ. સીટી ઓફીસ: 3- ગંગા જમુના સરસ્વતી ટાવર, યુનિ.રોડ, એક્તા પ્રકાશન પાસે, રાજકોટ.

   ઓનલાઈન  દાન આપવા માટે બેંકની વીગત: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા, યુનિ. રોડ બ્રાન્ચ, કરંટ એકાઉન્ટ નંબર :37552862643,  Ifsc code : SBIN0060390

e-mail id :  banughar@yahoo.com, web : www.samastpatidarsamaj.org

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ