સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રવાસીઓને છોડી ને આવતી ઈલેક્ટ્રોનિક રીક્ષાને નવાગામ પાસે નડ્યો અકસ્માત
રીક્ષા નવાગામ પાસે રોડની સાઈડના ખાડા માં ઉતરી જતા રીક્ષા ચાલક યુવતી નો આબાદ બચાવ સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં
✍️ભરત શાહ દ્વારા
રાજપીપળા: સ્ટેચ્યુ ઑફ યુનિટી અને કેવડીયા વચ્ચે દોડતી ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા ને શુક્રવારે બપોરે નવાગામ પાસે અકસ્માત થતાં રીક્ષા મુખ્ય માર્ગ નીચે ખાબકી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થઇ નહોતી.
પ્રાપ્ત માહિતી અનુસાર કોઠી ગામની એક મહિલા રીક્ષા ચાલક પોતાની રીક્ષામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી જોવા આવેલ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે છોડી કેવડીયા તરફ પરત ફરી રહી હતી ત્યારે નવાગામ પાસે પહોંચતા અચાનકજ પોતાના વાહન ઉપર કંટ્રોલ ગુમાવતાં મુખ્ય માર્ગ ઉપર થી રીક્ષા રોડ ની સાઈડ ઉપર દશેક ફૂટ જેટલી નીચે ઉતરી ગઈ હતી. જોકે આ અકસ્માતમાં નજીકનાં જ કોઠી ગામની રીક્ષા ચાલક યુવતી નો આબાદ બચાવ થયો હતો.
અકસ્માત બાદ ગ્રામજનો સહિત અવર-જવર કરતાં લોકો એકઠા થયાં હતાં અને બચાવ ની કામગીરી હાથ ધરી રિક્ષા ચાલક યુવતીને રિક્ષા માથી બહાર કાઢી હતી.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment