કુલપતિશ્રીની નિમણુંકો રાજ્ય સરકાર કરે છે, તો પછી નાણાંકીય ગેરરીતિ, અનિયમિતતા, સગાવાદ, લાગવગશાહી, કૌભાંડની વણઝાર અંગે ભાજપ સરકાર જવાબદારી કેમ સ્વીકારતી નથી ? : ડૉ. મનિષ દોશી

કુલપતિશ્રીની નિમણુંકો રાજ્ય સરકાર કરે છે, તો પછી નાણાંકીય ગેરરીતિ, અનિયમિતતા, સગાવાદ, લાગવગશાહી, કૌભાંડની વણઝાર અંગે ભાજપ સરકાર જવાબદારી કેમ સ્વીકારતી નથી ? : ડૉ. મનિષ દોશી

🔶યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ પગાર ધોરણ લઈ રહ્યાં છે તો પછી યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ કુલપતિશ્રીની નિમણુંક કેમ કરાતી નથી ? : ડૉ. મનિષ દોશી


🔶રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં છેલ્લા ૧૫ વર્ષમાં થયેલ ગેરરીતિ, કૌભાંડો, નિમણુંકોમાં અનિયમિતતા અને લાગવગશાહી અંગે રાજ્ય સરકાર તટસ્થ તપાસ કરાવે : ડૉ. મનિષ દોશી


✍️ મનિષ કંસારા

રાજ્યની વિવિધ સરકારી યુનિવર્સિટીઓમાં મોટા પાયે ગેરરીતિ, નાણાંકીય ગડબડી, અનિયમિતતા અને મોટા પાયે પ્રોફેસરો - કર્મચારીઓની નિમણુંકમાં લાગવગશાહી, ભ્રષ્ટાચારની વ્યાપક સિલસિલાબંધ હકીકતો - કૌભાંડની વણઝાર પછી રાજ્ય સરકારે એક પત્ર દ્વારા યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ અને સત્તાધીશોની સત્તામાં કાપ મુકવાના નિર્ણય અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો સરકારી યુનિવર્સિટીઓમાં નાણાંકીય અને ભરતી સહિતના મુદ્દા અંગે આદેશાત્મક પત્ર જ ભાજપ સરકાર દ્વારા નિયુક્ત કુલપતિશ્રીઓ અને સરકાર નિયુક્ત સીન્ડીકેટ સભ્યો મનમાની પૂર્વક, ગેરબંધારણીય નિર્ણય કરીને ગેરરીતિ આચરતા હોય, લાગવગશાહી કરતા હોય તેનું આ સ્વીકાર નામું છે. કુલપતિશ્રીની નિમણુંકો રાજ્ય સરકાર કરે છે, તો પછી નાણાંકીય ગેરરીતિ, અનિયમિતતા, સગાવાદ, લાગવગશાહી, કૌભાંડની વણઝાર અંગે ભાજપ સરકાર જવાબદારી કેમ સ્વીકારતી નથી ? ઉચ્ચ શિક્ષણમાં ગુજરાત સતત પાછળ ધકેલાઈ રહ્યું છે તે ચિંતાનો વિષય છે.

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મેડિકલ ગુણ સુધારણા કૌભાંડ, કલાર્ક ભરતી કૌભાંડ, ઉત્તરવહી કૌભાંડ અને નાણાંકીય અનિયમિતતા અંગે વિસ્તૃત પુરાવા સાથેની રજુઆત છતાં રાજ્ય સરકાર જવાબદાર સામે કેમ પગલા ભરતી નથી? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારીત અધ્યાપકોની ભરતીમાં લાગવગશાહી, બાંધકામમાં ભ્રષ્ટાચાર, માટી કૌભાંડ સહિત અનેક ગેરરિતીઓ છતાં સરકાર જવાબદાર સામે પગલા કેમ ભરતી નથી ?

ગુજરાત યુનિવર્સિટીમાં મોટા પાયે પરીક્ષા ખર્ચ, કોન્ટ્રાક્ટમાં મોટા પાયે ગેરરીતિઓ, બાંધકામમાં ભ્રષ્ટાચાર, નિમણુંકમાં લાગવગશાહી સહિતની અનેક ફરીયાદો અંગે રાજ્ય સરકાર કેમ મૌન? દસ દસ વર્ષ સુધી ગંભિર ગેરરીતિઓની તપાસ રાજ્ય સરકાર કેમ કરતી નથી? સરદાર પટેલ યુનિવર્સિટીમાં ૩૯ કરોડ રૂપિયાના હિસાબ જ મળતા નથી? સિક્યોરીટી કોન્ટ્રાક્ટ થી લઈને અનેક ગેરરીતિઓ સાથે ભરતીમાં સતત નિયમોનું ઉલંઘન છતાં પગલા કેમ ભરાતા નથી? એમ.એસ. યુનિવર્સિટીમાં અધ્યાપકો અને કર્મચારીઓની નિમણુંકમાં ગેરરીતિઓ, યુનિવર્સિટીની જમીન વેચી નાખવાનું કૌભાંડ, નાણાંકીય હિસાબની અનેક ફરીયાદો છતાં કેમ પગલા ભરાતાં નથી ?

યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન (યુ.જી.સી.), કેન્દ્ર સરકાર વિવિધ વિભાગોના પ્રોજેક્ટ નાણાં અને રાજ્ય સરકારની વિવિધ ગ્રાંટોનો સતત દુરુપયોગ, નાણાંકીય પારદર્શકતાનો અભાવ છતાં રાજ્યનો શિક્ષણ વિભાગ સતત આંખ - આડા કાન કરવાની નીતિ અંગે રાજ્ય સરકાર કેમ મૌન ? યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ પગાર ધોરણ લઈ રહ્યાં છે તો પછી યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ કુલપતિશ્રીની નિમણુંક કેમ કરાતી નથી ? રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં છેલ્લા ૧૫ વર્ષમાં થયેલ ગેરરીતિ, કૌભાંડો, નિમણુંકોમાં અનિયમિતતા અને લાગવગશાહી અંગે રાજ્ય સરકાર તટસ્થ તપાસ કરાવે તેવી ડૉ. મનિષ દોશીએ માંગ કરી છે.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"