શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી લાલકૃષ્ણ અડ્ડવાણીના 94 માં જન્મદિવસની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી
શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી લાલકૃષ્ણ અડ્ડવાણીના 94 માં જન્મદિવસની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી
✍️મનિષ કંસારા
તા.08/11/2021-સોમવાર શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી એલ કે અડ્ડવાણી ના 94‘ માં જન્મદિવસ નિમીત્તે આયુષ્ય મંત્ર જાપ- મહાપૂજા તેમના પ્રતીનીધિ સ્વરૂપે જનરલ મેનેજરશ્રી દ્વારા કરવામાં આવેલ. તેમજ શ્રીઅડ્ડવાણીના નિરામય દિર્ઘાયુષ્ય માટે આયુષ્ય મંત્ર જાપ સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં કરવામાં આવેલ. આજરોજ સાંજે ભગવાન સોમનાથ ને સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલા કરવામાં આવનાર છે.
ગુજરાત રાજ્યના રાજ્યમંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર મંત્રી બન્યા બાદ પ્રથમ વખત સોમનાથ મહાદેવના દર્શન, અભિષેક, તથા પુજા સામગ્રી અર્પણ કરી ધન્ય બન્યા હતા. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્મૃતિભેટ આપી તેઓનુ સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment