તલોદરા ગામે રવજીભાઈ વસાવા દ્વારા ભાઈબીજ પર્વની અનોખી ઉજવણી

તલોદરા ગામે રવજીભાઈ વસાવા દ્વારા
ભાઈબીજ પર્વની અનોખી ઉજવણી

ગામની ૧૨૧ જેટલી બહેનોને સાડી આપીને ભાઈબીજનો તહેવાર મનાવ્યો

✍️ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ 

રાજપારડી: દિવાળીની વિદાય બાદ શરું થતું નવું વર્ષ નવાં ઉત્સાહ અને ઉમંગથી શરું થતું હોય છે. નવા વર્ષની શરુઆતનો બીજો દિવસ એટલે ભાઈબીજ. ભાઈબીજ નું પર્વ એટલે રક્ષાબંધનની જેમજ ભાઈ-બહેન વચ્ચેનાં સ્નેહ અને લાગણીનું પર્વ. ભાઈબીજના દિવસે ભાઈ પોતાની બહેનોને યથાયોગ્ય ભેટ આપીને પર્વને સ્નેહમય બનાવતો હોય છે. સમગ્ર ભારતમાં ભાાઈબીજ નું પર્વ ઉમંગભેર મનાવાતુ હોય છે. 
  ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તલોદરા ગામે ભાજપા અગ્રણી રવજીભાઈ વસાવાએ ભાઈબીજના પર્વને અનોખી રીતે મનાવ્યું હતુ. આ પ્રસંગે તેમના દ્વારા ગામની ૧૨૧ જેટલી બહેનોને સાડીની ભેટ આપવામાં આવી હતી. ભાઈબીજના આ સાડી વિતરણ કાર્યક્રમમાં રવજીભાઈ વસાવાની સાથે યુવા કાર્યકર દિનેશભાઈ વસાવા હાજર રહ્યાં હતાં. ગામની બહેનોએ સાડીની ભેટ સહર્ષ સ્વિકારીને તેમને પર્વની શુભેચ્છા પાઠવી હતી.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ