દીવાળી, નવાં વર્ષ તેમજ ભાઈબીજ ના તહેવારોમાં 108 ની ઇમર્જન્સી કેસોમાં ઉછાળો
ભરૂચ: 108 ઇમર્જન્સી સેવા સતત 24/7 કાર્યરત નિઃશુલ્ક સર્વિસ છે. જે નાગરિકો ને સમય સર 108 એમ્બ્યુલન્સમા દર્દી ને સારવાર ની સાથે સાથે દર્દી ને હોસ્પિટલમા ખસેડવા ની સુવિધા પુરી પાડવા સતત કાર્યરત રહે છે.
દીવાળી જેવા મોટા તહેવારમા જ્યારે બધા નાગરિકો પોતાના ઘરે પોતાના પરિવાર સાથે દીવાળી ના તહેવારો ઉજવે છે, ત્યારે 108 ના બધા કર્મચારી ઓ એ ફરજ પર હાજર રહી ફરજ ના સ્થળ પર રંગોળી બનાવી, તેમજ દિવાળી ના દિવસે ફરજ પર જ ફટાકડા ફોડી દિવાળી ની ઉજવણી કરી હતી, દિવાળી દરમિયાન કોઈ પણ કર્મચારી રજા પર ગયા વગર સતત ફરજ પર હાજર રહ્યાં હતાં, જેના બદલ 108 ના તમામ કર્મચારી ઓ માટે એક સલામ તો બને છે.
દીવાળી, નવું વર્ષ અને ભાઈબીજ જેવા મુખ્ય તહેવાર ના દિવસોમાં લોકો ખરીદી માટે તેમજ સગા સંભંધી ને મળવા માટે ટ્રાવેલિંગ કરતા હોય છે અને તેવા સમયે પોતાની અથવા બીજાની ભૂલ થી અકસ્માતો સર્જાય છે. આવી પરિસ્થિતિઓ ને પહોંચી વળવા માટે 108 ઇમર્જન્સી સર્વિસ ખડે પગે રહી લોકોના જીવ બચાવ્યા હતાં.
ચાલુ દિવસો કરતાં અકસ્માતનાં (વાહન સાથે / વાહન સિવાય ) કેસોમાં વધારો જોવા મળ્યો હતો તેમજ બીજા ઇમર્જન્સી કેસોમાં પણ વધારો જોવા મળ્યો હતો.
દીવાળીના તહેવારોમાં પણ રજા લીધા વગર નિસ્વાર્થ ભાવના થી કામ કરતા 108 ના કર્મચારીઓ ને સલામ અને દરેક કર્મચારીનો આભાર કે તેઓ નાગરિકો માટે પોતાના પરિવાર થી દૂર રહી લોકોને સેવા પુરી પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.
દીવાળી ના દિવસોમાં થયેલ ઇમર્જન્સી કેસોની વિગત નીચે મુજબ છે;
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment