નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી સુધી મેગા સાયક્લોથોન
નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી સુધી મેગા સાયક્લોથોન 🔶યુવાનોને ભારતની વિકાસ ગાથાને આગળ ધપાવવા તેમજ પ્રોત્સાહિત કરવાના સંદેશ સાથે... 🔶કન્યાકુમારી થી દિલ્હી જતી નેશનલ કેડેટ કોર્પ્સનું મેગા સાયક્લોથોન ગ્રુપ ૨૧૫૦ કીમીનું અંતર કાપી ભરૂચ જે.પી.કૉલેજ આવી પહોંચતા ભરૂચ જિલ્લા કલેક્ટરે ફ્લેગ ઈન કરાવ્યું 🔶ભરૂચ જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ મેગા સાયક્લોથોન ગ્રુપની અદમ્ય સાહસની સરાહના કરી તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું મનિષ કંસારા દ્વારા ભરૂચ: નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી સુધી મેગા સાયક્લોથોન હાથ ધરી છે. યુવાનોને ભારતનાં વિકાસની ગાથાને આગળ ધપાવવા માટે પ્રોત્સાહિત કરવાનાં સંદેશ સાથે નેશનલ કેડેટ કોર્પ્સ ગ્રુપ કન્યાકુમારી થી દિલ્હી જતી મેગા સાયક્લોથોન ૨૧૫૦ કીમીનું અંતર કાપી ભરૂચ સ્થિત જે.પી. કોલેજ ખાતે આવી પહોંચી હતી. મોટી સંખ્યામાં નેશનલ કેડેટ કોર્પ્સ નાં વિદ્યાર્થીઓની હાજરીમાં તાળીઓ અને “ભારત માતા કી જય”ના નારા સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા દ્વારા ફ્લેગ ઇન કરાવવામાં આવ્યું હતું. મેગા સાયક્લોથોન ગ્રુપ કન્યાકુમારીથી ૦૮ મ...