“ભારત દળ ઉત્પાદન સ્વાવલંબન અભિયાન” અંતર્ગત નાફેડ ગુજરાતનાં ખેડૂતો પાસેથી તુવેર ખરીદશે

  “ભારત દળ ઉત્પાદન સ્વાવલંબન અભિયાન” અંતર્ગત નાફેડ ગુજરાતનાં ખેડૂતો પાસેથી 
તુવેર ખરીદશે

🔶જિલ્લાનાં ખેડૂતોને esamridhi.in પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે: જિલ્લા ખેતીવાડી અધિકારી, જિ.પં. ભરૂચ

મનિષ કંસારા દ્વારા 

ભરૂચ: નાફેડને ભારત સરકારનાં ગ્રાહક બાબતોનાં વિભાગ દ્વારા દેશનાં ખેડૂતો પાસેથી બજાર ભાવે તુવેર ખરીદવા માટે આદેશ જારી કરવામાં આવ્યો છે. અમલમાં મુકવામાં આવનારી યોજનાનું નામ ભારત દળ ઉત્પાદન સ્વાવલંબન અભિયાન છે.જે દેશમાં તુવેર જેવા કઠોળની ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને તેમની પેદાશ માટે વળતરયુક્ત ભાવ આપવા માટે શરૂ કરવામાં આવી રહ્યું છે. આ યોજના એવા રાજ્યોમાં વાગુ કરવામાં આવશે કે જ્યાં તુવેરનો મોટો વિસ્તાર ખેતી હેઠળ છે અને ગુજરાત ફોકસ વિસ્તાર છે. 

   તુવેરની ખરીદી ગુજરાતમાં સૂચિત પ્રાથમિક કૃષિ સહકારી ધિરાણ મંડળીઓ મારફતે રાજ્યની બજાર સમિતિઓમાં ખરીદ કેન્દ્ર શરૂ કરીને કરવામાં આવશે. આ યોજનાની મુખ્ય વિશેષતા એ છે કે બજારમાં પ્રવર્તતી તુવેરની કિંમતના આધારે ખરીદી કરવામાં આવશે. 

   આમ, ગુજરાતનાં ખેડૂતો તેમની ઉપજ નાં શ્રેષ્ઠ વળતર લક્ષી ભાવ મેળવી શકશે અને રાજ્યમાં તુવેરની ખેતી વધારવા માટે પ્રેરિત થશે. 

   આ ખરીદી e-samridhi પોર્ટલ પર અગાઉથી નોંધાયેલા રાજ્યનાં ખેડૂતો પાસેથી કરવામાં આવશે. આ હેતુ માટે સમર્પિત ઇલેક્ટ્રોનિક પોર્ટલ esamridhi.in વિકસાવવામાં આવેલ છે. ખેડૂતોને તેની ચૂકવણી ડાયટેકટ બેનીફીટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધા તેમના આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં કરવામાં આવશે. આ યોજનામાં 25,000 મેટ્રિક ટન તુવેરની ખરીદીની કલ્પના કરવામાં આવી છે અને આ યોજના માટે નાફેડ દ્વારા 1,00,000 ખેડૂતોની નોંધણીનું આયોજન કરવામાં આવેલ છે. 

  જેથી જે ખેડૂતો પોતાની તુવેર સરકારને વેચવા માંગતા હોય તેઓએ પોતાની નોંધણી esamridhi.in પોર્ટલ પર કરવા અપીલ કરવામાં આવે છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત,ભરૂચ દ્વારા જણાવવામાં આવ્યું છે.

#gujaratnivacha

gujaratnivaacha@gmail.com

🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"