જિલ્લા ક્લેક્ટર તુષારભાઈ સુમેરા નાં અધ્યક્ષ સ્થાને જાહેર સેવા આયોગની પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા ક્લેક્ટર તુષારભાઈ સુમેરા નાં અધ્યક્ષ સ્થાને જાહેર સેવા આયોગની પરીક્ષા 
સમિતિની બેઠક યોજાઈ

🔶૦૭ મી જાન્યુઆરી ૨૦૨૪ રોજ યોજાનાર પરીક્ષામા ૧૬ પરીક્ષા કેન્દ્રો અને ૧૫૬ બ્લોક ઉપર ૩૭૨૨ ઉમેદવારો હાજરી આપશે


🔶ભરૂચ જિલ્લામાં ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલકી સેવા-૧ અને વર્ગ-૨ તથા ગુ. નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની પ્રિલિમરી પરીક્ષા યોજાશે


મનિષ કંસારા દ્વારા 

ભરૂચ: ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીનાં સભાખંડમાં જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા નાં અધ્યક્ષ સ્થાને ભરૂચ જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનાર ગુજરાત વહીવટી સેવા વર્ગ- ૧, ગુજરાત મુલકી સેવા- ૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ- ૨ની પ્રિલિમરી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. 


   આ બેઠકમાં- કલેક્ટર તુષારભાઈ સુમેરા દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ- ૧, ગુજરાત મુલકી સેવા- ૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ- ૨ની પ્રિલિમરી પરીક્ષાના મુદ્દાઓ અંગે પરીક્ષા સમિતિ સાથે ચર્ચા કરી હતી. તેમણે લાયઝનીંગ અધિકારીઓને જરૂરી સૂચનો આપી માર્ગદર્શન આપ્યું હતું. 


   જેમાં આગામી ૦૭ મી જાન્યુઆરી ૨૦૨૪ રોજ પ્રિલિમરી પરીક્ષા યોજાશે. જિલ્લાનાં ૧૬ પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડીંગ, બેઠક વ્યવસ્થા, પોલીસ વિભાગ દ્વારા સ્ટાફની નિમણુંક કરવા માટે, જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરીક્ષાની કામગીરી માટે સ્ટાફની નિમણુંક કરવા બાબત, તે સાથે જ ઝોનલ કચેરીઓ, વીજ પુરવઠો ચાલુ રાખવા બાબત, બસ સુવિધા યોગ્ય રીતે રાખવા બાબત અને આરોગ્ય અધિકારી દ્વારા થતી કામગીરી તથા પરીક્ષા માટેની બહોળી પ્રસિદ્ધિ કરવાની; તેમજ પરીક્ષા કેન્દ્ર પર સલામતી વ્યવસ્થા જળવાઈ રહે અને સુચારુરૂપે ભૌતિક અને આનુષંગિક તમામ વ્યવસ્થા જળવાઈને પરીક્ષા યોજાય તે માટેનાં તમામ પ્રકારનાં જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા. 


   આ મિંટીંગ દરમિયાન ઉપસ્થિત તકેદારી અધિકારીઓ, ઝોનલ અધિકારીઓ, કેન્દ્ર નિયામક, વગેરેને પરીક્ષા પહેલા, પરીક્ષા બાદ તેમજ પરીક્ષા દરમિયાન રાખવાની તકેદારીઓ, ફરજો વિગેરે જેવી તમામ કાર્યપધ્ધતિ ઓની શિક્ષણ વિભાગનાં શિક્ષણ નિરીક્ષક દિવ્યેશભાઈ પરમાર દ્વારા તાલીમ આપવામાં આવી હતી. 


   અત્રે ઉલ્લેખનીય છે કે,  ભરૂચ જિલ્લામાં તા.૦૭/૦૧/૨૦૨૪ નાં રોજ સવારે ૧૦ : ૦૦ થી બપોરે ૦૧: ૦૦ કલાકે અને ૩: ૦૦ થી ૦૬: ૦૦ એમ બે ભાગમાં પ્રશ્નપત્ર -૧ અને પ્રશ્નપત્ર -૨માં, કુલ ૧૬ પરીક્ષા કેન્દ્રો અને ૧૫૬ બ્લોક ઉપર આ પરીક્ષા યોજાશે તેમજ જિલ્લામાં કુલ ૩૭૨૨ ઉમેદવારો આ લેવાનાર પરીક્ષામાં હાજરી આપશે. 

   આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડા, નિવાસી અધિક કલેક્ટર એન. આર. ધાધલ, જિલ્લા શિક્ષણાધિકારી સહિત સંબંધિત અધિકારીઓ તેમજ સમિતિનાં સભ્યો, શાળા સંચાલકો ઉપસ્થિત રહી પરીક્ષા સુચારૂ રીતે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો.

#gujaratnivacha

gujaratnivaacha@gmail.com


🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

Comments

Popular posts from this blog

બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કે.વી. લાઇનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે કરૂણ મોત

ચક્રવાત 'બિપરજોય' એ ખતરનાક રૂપ લીધું, આ દિવસે થશે સૌથી વધુ તબાહી; IMD એ એલર્ટ જાહેર કર્યું

વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમા ની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"